________________
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા
૪૩ કાગળને અતિ ટૂંક સમયમાં એટલે કે એક, બે કે વધારેમાં વધારે ત્રણ સૈકામાં જ ખાઈ જાય છે અને એ પુસ્તકની દશા તમાકુનાં સૂકાં પાંદડાં જેવી થઈ જાય છે. લાખ આદિ વસ્તુઓ તાડપત્રને જ માફક છે, કાગળ-કપડાને નહિ. બીઆરસને શાહીમાં નાખવાથી તેની કાળાશમાં ખૂબ ઉમેરે થાય છે, પણ તેને સ્વભાવ શુષ્ક હોઈ જે તે સહજ પણ વધારે પડી જાય તે શાહીમાં નાખેલા ગુંદરની ચિકાશને ખાઈ જાય છે અને એ શાહીથી લખેલું લખાણુ પરીરૂપ થઈ પિતાની મેળે ઉખડી જાય છે અથવા પાનાંને આપસમાં ઘસારો થતાં પુસ્તકને કાબૂમેશ કરી મૂકે છે. ભાંગરાનો રસ બરાબર માપસર નાખવામાં આવે છે તે એવી જોખમી કે એકાએક પુસ્તકને નાશ કરે તેવી વસ્તુ નથી. કેટલાય પુસ્તક લખનારા-લખાવનારાઓ આ વસ્તુસ્થિતિથી અજાણ હોઈ ગમે તે જાતની શાહીથી પુસ્તક લખેલખાવે છે, તેનું પરિણામ એ આવે છે કે પુસ્તકે નજીકના જ ભવિષ્યમાં ખવાઈને નાશ પામી જાય છે.
પુસ્તકેની કાળાશ અને જીર્ણતા અહીં આપણે શાહીને કારણે થતી પુસ્તકોની અવદશાને અંગે કેટલુંક વિચાર્યા પછી પ્રસંગેપાત એ પણ જોઈ લઈએ કે લિખિત પુસ્તકનાં પાનાંમાં કાળાશ અને જીર્ણતા શા કારણે આવે છે. કેટલાંક પુસ્તકે તેના ઉપર સિકાઓ વહી જવા છતાં જેવાં ને તેવાં ઊજળાં, ટકાઉ અને સારામાં સારી સ્થિતિમાં હોય છે, જ્યારે કેટલાંક પુસ્તકો કાળાં પડી જાય છે. કેટલાંક કાળાં પડવા ઉપરાંત એવાં થઈ જાય છે કે જે તેના ઉપર સહજ ભાર આવે, આંચકે લાગે કે વળી જાય તે તેના ટુકડા થવાનો ભય રહે અને જાળવીને વાંચવામાં આવે તો એકાએક કશી ય હરક્ત ન આવે; જ્યારે કેટલાંક પુસ્તકો એવાં જીર્ણ થઈ જાય છે કે તેને ઉપાડવાની વાત તો દૂર રહી, પરંતુ પિતાને સ્થાને પડ્યાં પડ્યાં પણ એ તૂટી જાય છે. કેટલાંક પુસ્તકનાં પાનાંની એક બાજુ ઊજળી અને એક બાજુ કાળી, પાનાનો અર્ધો ભાગ ઉજળો અને અર્ધો ભાગ કાળો, અમુક પાનાં જીર્ણ અને અમુક પાનાં સારી સ્થિતિમાં, એક જ પાનામાં અમુક લીટીઓ સારી અને અમુક લીટીઓ છર્ણ, આમ હોય છે. આ બધું બનવાનું કારણ શું?
આ બધી બાબતમાં અમે જાતે તેમજ તેના જાણકારો સાથે વિચાર કરતાં એમ જણાયું છે કેઃ ૧ કેટલીકવાર શાહી સારામાં સારી હોવા છતાં કાગળની બનાવટ જ એવી હોય છે કે જેથી સમય જતાં તે સ્વયં કાળા પડી જાય, નબળા પડી જાય કે સડી જાય છે. કેટલીકવાર શાહીમાં લાખ, કાથો, લોઢાને કાટ વગેરે પદાર્થો પડ્યા હોય છે તેને લીધે અક્ષરે અને તેની આસપાસને ભાગ કાળો પડી જાય, ખવાઈ જાય કે જીર્ણ થઈ જાય છે. ૩ કેટલીકવાર કાગળના માવાને સાફ કરવા માટે તેમાં નાખેલા ઉગ્ર ક્ષાર જેવા પદાર્થોની વધારે પડતી કણીઓ કે રજકણે કાગળના જે ભાગમાં રહી ગયાં હોય તે સ્થળે સમય જતાં કાળા ડાઘા પડવાનો સંભવ છે. ૪ કેટલીકવાર ચોમાસાની શરદીને લીધે પાનાં ચોંટી ગયાં હોય તેને ઉખેડીને બેસમજને લીધે તડકામાં સૂકાવા મૂક્યાથી પાનાના જેટલા ભાગ ઉપર અને જે બાજુ ઉપર તડકે લાગે તે ભાગની સફેદી ઊડી જવા ઉપરાંત તે કાળાં પડી જાય છે. તકો વધારે પડતો તીખો હોય અને તેની ગરમીની અસર વધારે પહેચે તે પાનાંતી બંને ય બાજુની સફેદી ઊડી જાય છે, નહિ તે એક બાજુ કાળાશ અને એક બાજુ સફેદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org