________________
જૈન ચિત્રકલ્પદ્રુમ કે જૈન લિપિમાં મગધની સંસ્કૃતિને જ મલિક વારસે છે
જૈન લિપિ અમે ઉપર જણાવા ગયા તે મુજબ અને હજી આગળ વિસ્તારથી જણાવીશું તેમ લેખનકળામાં જૈન શ્રમણ સંસ્કૃતિએ પિતાને અનુકૂળ લિપિના ફેરફાર, સુધારાવધારા, અનેક જાતના સંકેતોનું નિર્માણ વગેરે કરેલાં હાઈ એ લિપિએ કાળે કરી જુદું સ્વરૂપ ધારણ કર્યું અને તે “જૈન લિપિ એ નામે ઓળખાવા લાગી. આ લિપિનું સૌષ્ઠવ અને વ્યવસ્થિતતા જેટલા પ્રમાણમાં જૈન સંસ્કૃતિમાં જળવાયાં અને કેળવાયાં છે એટલાં ભાગ્યે જ બીજે હશે. એ ઉપરાંત જૈન લેખનકળાનાં સર્વદિગ્ગામી વિવિધ સાધનને સંગ્રહ અને તેનું નિષ્પાદન, લેખકોને ઉત્પન્ન કરી તેમને અને તેમની કળાને નિર્વાહ કરે, લિખિત પુસ્તકોના સંશોધનની પદ્ધતિ તેનાં સાધનો અને ચિહ-સંકેતો, જૈન લિપિના વર્ષે સંગાક્ષરો અને મરેડ વગેરે દરેક જુદા પડતા તેમ જ નવીન છે.
જૈન લિપિને મરોડ જેમ બ્રાહ્મીદેવનાગરી લિપિ એક જ જાતની હોવા છતાં જુદી જુદી, પસંદગી, સહવાસ, સમયનું પરિવર્તન, મરોડ આદિને લીધે અનેક રૂપમાં વહેંચાઈ ગઈ છે તેમ એક જ જાતની જૈન લિપિ પણ જુદીજુદી ટેવ, પસંદગી આદિને કારણે અનેક વિભાગમાં વહેંચાઈ જાય છે. જેમ આજ ની જૈન લિપિમાં યતિઓની લિપિ, ખરતરગચ્છીય લિપિ, મારવાડી લેખકેની લિપિ, ગુજરાતી લેખકેની લિપિ, કેઇના લાંબા અક્ષરે તે કોઇના પહોળા અક્ષરે ત્યારે કોઈના ગેળ અક્ષરે, કેઇના સીધા અક્ષરો તે કોઇના પંછડાં ખેંચેલા અક્ષરો, કેઈના ટુકડા રૂપ અક્ષરે તે કેઇના એક જ ઉઠાવથી લખેલા અક્ષરા એમ અનેક પ્રકારે છે, તેમ પ્રાચીન કાળમાં પણ એ પ્રકારે વિદ્યમાન હતા (જુઓ ચિત્ર નં. ૧૧ વગેરેમાંની લિપિએ); એટલે અહીં યતિઓની લિપિ વગેરે જે નામો આપવામાં આવ્યાં છે તેને અર્થ એટલે જ સમજવાને છે કે લિપિ લખવાના અમુક પદ્ધતિના પ્રાચીન વારસાને તેણે તેણે વધારે પ્રમાણમાં જાળવી રાખેલ છે. યતિઓની લિપિ માટે ભાગે અક્ષરના ટુકડા કરીને લખેલી હોય છે, જ્યારે બીજા બધા લેખકેની લિપિ મેટે ભાગે એક જ ઉપાડથી લખાએલી હોય છે. બધા યે લહિયાઓની લિપિમાં અ, સ આદિ અક્ષરે અને લિપિને મરોડ અમુક જાતને જ હોય છે, જ્યારે ખરતરગચ્છીય લિપિમાં એ અક્ષરો તેમ જ લિપિને ભરેડ કાંઈ જુદાઈ ધરાવતો જ હોય છે. યતિઓના ટુકડા લખાએલા અક્ષરે મોટે ભાગે અત્યંત શોભાવાળા, પાંખડાં સુડોળ અને સુરેખ હોય છે. મારવાડી લેખકે અક્ષરના નીચેનાં પાંખડ પૂંછડાંની જેમ ઓછાં ખેંચે છે
૬૫ સ્વર્ગસ્થ પાટણવાસી શિલ્પશાસ્ત્રપારંગત વિદ્વાન યાતિવર્ય શ્રીમાન હિમ્મતવિજ્યજી એમ કહેતા હતા કે આજથી લગભગ ત્રણસો વર્ષ પહેલાં એક ખરતરગચ્છીય આચાર્ય–જેમનું નામ અમે વીસરી ગયા છીએ –થયા હતા તેમનાથી ચાલુ થએલી અમુક પદ્ધતિની લિપિને ખરતરગચ્છીય લિપિ કહેવામાં આવે છે. ૬૬ ટુકડા કરવાને અર્થ એ છે કે અક્ષર લખતાં તેનાં સાધાંવાંકાં, આડાંઊભાં, ઉપરનાં અને નીચેનાં પાંખડાં અને વળાકને છૂટા પાડીને લખવા અને જોડવાં, જે જોતાં સહેજે સમજી શકાય કે લેખકે અમુક અક્ષરને અમુક વિભાગે લખેલે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org