________________
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા હોઈ તેમને પુસ્તકાદિને પરિગ્રહ કરવાનું કશું જ કારણ નહોતું. અને જે આ દશામાં તેઓ પુસ્તકાદિને સંગ્રહ કરે તે તેમને માટે કેવળ મમત્વ સિવાય બીજું કશું જ કારણ કલ્પી ન શકાય. અહીં એમ પવામાં આવે કે “શું તે જમાનામાં બધા યે જૈન શ્રમણો એકસરખા બુદ્ધિશાળી તેમજ યાદશક્તિવાળા હતા?” તો અમે કહીશું કે “નહિ'; પરંતુ તે માટે તે જમાનામાં જૈન શ્રમણ સંસ્કૃતિના સૂત્રધાર
વિરાએ જૈન શમણુસંઘનું બંધારણ કુલ-ગણ-સંઘને૧૧ લગતી વિશાળ જનારૂપે વ્યવસ્થિત કરેલ હોઈ તેના આશ્રય નીચે અલ્પ-મધ્યમ બુદ્ધિવાળા શ્રમણનાં પઠન-પાઠનને લગતી વ્યવસ્થા, પુસ્તકાદિને પરિગ્રહ કર્યા સિવાય પણ, અખંડ રીતે ચાલતી હતી. આ સિવાય જૈન સ્થવિરોએ ભિક્ષસંઘાટક’ની અર્થાત “ભિક્ષુયુગલની અથવા ભિક્ષુસમૂહની વ્યવસ્થાને પણ સ્થાન આપ્યું હતું, એટલેકે અલ્પબુદ્ધિવાળા શ્રમણને મળતાવડા સ્વભાવવાળા શાંત બુદ્ધિમાન ભિક્ષને સંપી દેતા. દરેકને યુગલરૂપે વહેચવામાં આવતા એમ જ ન હતું. પ્રસંગ જોઈયેગ્યતાનુસાર વધારે પણ સોંપવામાં આવતા અને ત્યારે એ “સાધુસંઘાટકમાં આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર વગેરે જેવા જોખમદાર પદવીધરોની યોજના કરવામાં આવતી હતી. સામાન્ય રીતે “ભિક્ષુસંઘાટકની વ્યવસ્થા એવી રીતની રહેતી કે જ્યારે કોઈ પણ ભિક્ષુને કાંઈ પણ કામ કરવું હોય –અર્થાત સ્વાધ્યાય, ધ્યાન, પઠન-પાઠન, બહાર જવું-આવવું, આચાર્ય-ઉપાધ્યાય-સ્થવિર આદિના હુકમને પહોંચી વળવું ઇત્યાદિ પૈકી કાંઈ પણ કરવું હોય,–ત્યારે તેણે ઓછામાં ઓછા યુગલરૂપે રહીને કરવું જોઈએ, જેથી એક
જેન શ્રમણ માટે પ્રાયશ્ચિત કહેલાં છે.
'जत्तियमेत्ता वारा, मुंचात बंधांत व जात्तया वारा ।
जति अक्खराणि लिहति व, तति लहुगा जं च आवज्जे ॥' (૪) ર જિજૂળમાં જણાવ્યું છે કે “પુસ્તક રાખવાથી અસંયમ થાય છે?
'पोत्थएसु घेप्पतएसु असंजमो भवइ ।'-पत्र २१ ૧૧ ન મણસરથાનું સૂત્ર વ્યવસ્થિત રીતે ચલાવવા માટે તેમાં કુલ, ગણ અને સંઘને લગતી વ્યવસ્થા હતી અને સંઘાટકની
જના પણ ઘડવામાં આવી હતી. સંઘાટકની યોજના યુગલરૂપે પણ હતી અને સમુદાયરૂપે પણ હતી. સમુદાયરૂપ “સાધુસંઘાટકને “ગચ્છ' એ નામથી ઓળખતા. પરસ્પર સંબંધ ધરાવતા ગએ, કુલે અને ગણને અનુક્રમે કુલ, ગણ અને સંઘ એ નામથી ઓળખતા. એ ગો, કલો અને ગણે ઉપર કાબુ રાખવા માટે એક એક રવિર શ્રમણની નીમણુક થતી, જેમને અનુક્રમે કુલાચાર્ય, ગણાચાર્ય અને સંઘાચાર્ય તરીકે માનવામાં આવતા. સમગ્ર શ્રમણ સંસ્થા ઉપર છેવટની સત્તા ધરાવનાર સમર્થ મહાપુરુષ સંઘાચાર્યું છે. એમની સત્તા અને આજ્ઞા સમસ્ત બ્રમણસંસ્થા ઉપર પ્રવર્તતાં અને મહત્વનાં કાર્યોના અંતિમ નિર્ણયો તેમના હાથમાં રહેતા, એટલું જ નહિ પણ એમના એ નિર્ણય સર્વમાન્ય કરવામાં આવતા. १२ (क) 'नेपालबत्तणीए य भद्दबाहुसामी अच्छंति चोद्दसपुची, तेसिं संघेणं पत्थवितो संघाडओ 'दिट्रिवादं वाएहि त्ति । x x xxx पडिनियत्तेहिं संघस्स अक्खातं । तेहिं अग्णो वि संघाडओ विसज्जितो।'
–ગવરજૂળ મા ૨ uત્ર ૧૮૦. (ख) 'तत्थ एगो संघाडगो भद्दाए सिट्रिभज्जाए घरं भिक्खंतो अतिगतो ॥'
__ आवश्यकचूर्णी भाग २ पत्र १५७.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org