________________
જૈન ચિત્રકલપદ્રમા કેટલીક સૂચક અને મહત્ત્વની નોંધ થએલી છે તેને આધારે તે સમયની લેખનકળા અને તેનાં સાધન ઉપર પ્રકાશ પાડે તેવું આપણને ઘણું ઘણું જાણવા મળે છે. લિપિ માવતીસૂત્ર નામના જૈન અંગઆગમના પ્રારંભમાં, પ્રથમ પંચપરમેષ્ઠિને નમસ્કાર કર્યા પછી તરત જ 7મો વમી વિઇ એ રીતે બ્રાહ્મી લિપિને નમસ્કાર કરવામાં આવ્યું છે. એ નમસ્કાર જૈન શ્રમણ સંસ્કૃતિએ પુસ્તકલેખનના આરંભ સમયે જે લિપિને સ્થાન આપ્યું તેને સૂચક છે. જેમ બૌદ્ધ સાહિત્ય બ્રાહ્મી, ખરોષ્ઠી, બર્મીઝ, સિંહાલીઝ, ટિમ્બેટન, ચાઈનીઝ આદિ અનેક દેશવિદેશની ભિન્નભિન્ન લિપિમાં લખાયું છે એ રીતે જૈન પ્રજા દ્વારા જૈન આગમ આદિ સાહિત્ય બ્રાહ્મી લિપિ સિવાયની બીજી કઈપણ લિપિમાં લખાએલું હોવાને કે મળવાનો સંભવ નથી. અમે પ્રથમ કહી આવ્યા તેમ બ્રાહ્મી લિપિમાંથી અનેક લિપિઓ જન્મા છે એટલે અહીં બ્રાહ્મી લિપિથી દેવનાગરીને મળતી બ્રાહ્મી લિપિ એમ કહેવાનો અમારો આશય છે.
મગધની ભૂમિ પર ઉપરાઉપરી આવી પડતા ભયંકર દુકાળ અને દાર્શનિક તેમજ સાંપ્રદાયિક સંઘર્ષણઅથડામણી અને કલહને પરિણામે કમેક્રમે જૈન શ્રમણોએ પિતાની માન્ય મગધભૂમિને સદાને માટે ત્યાગ કરી સૌરાષ્ટ્રની ભૂમિમાં કાંઈક સ્થાયી આશ્રય લીધા પછી એ ભૂમિમાં જૈન ધર્મનાં મૂળ ઊંડાં રોપી એને પોતાના કેન્દ્ર તરીકે બનાવી. એ જ ભૂમિમાં પ્રસંગ પડતાં સ્થવિર આર્ય દેવર્કિંગણિ ક્ષમાશ્રમણે પિતાના આધિપત્ય નીચે સંઘસમવાય એકત્ર કરી નક્કી કર્યું કે જૈન આગમોને લિપિબદ્ધ કર્યા સિવાય સાધુજીવીઓનાં સાધુજીવન અને જૈન ધર્મ લાંબા સમય સુધી ટકી શકશે નહિ. આ મુજબના સૌરાષ્ટ્રભૂમિમાં થએલ નિર્ણયને અંતે એ જ પ્રદેશમાં શરૂ કરેલ પુસ્તકલેખન ત્યાંની સંસ્કૃતિને અનુકૂળ લિપિમાં જ થાય એ સ્વાભાવિક છે. એટલે “જૈન શ્રમણ સંસ્કૃતિએ ગ્રંથલેખન માટે નાગરી લિપિને મળતી બ્રાહ્મી લિપિને પસંદ કરી હતી, જેનો પ્રચાર પ્રાચીન કાળમાં અને અત્યારે પણ લાંબા વિસ્તારમાં હત–છે એમ માનવામાં અમને બાધ જણાતો નથી. પુસ્તકલેખન આદિનાં સાધન
કાશ્મીયોપમૂત્ર, જેનો સમય બીજા કોઈ ખાસ પ્રમાણ ન મળે ત્યાંસુધી વલ્લભવાચનાને મળતો એટલે કે વીરાત લગભગ હજાર અને વિક્રમની છઠ્ઠી સદીને નિર્ણત છે, તેમાં એક સ્થળે દેવતાઓને વાંચવાનાં પુસ્તકનું વર્ણન આવે છે. એ વર્ણન તે જમાનાને અનુકૂળ લેખનપગી સાધનો દ્વારા કરેલું છે. સૂત્રકારે એ બધાં સાધનોને સુવર્ણ-રત્ન-વજીમય વર્ણવેલાં છે, પણ આપણે એને સાદી દષ્ટિએ વિચાર કરીએ તે એ ઉલ્લેખ તે જમાનામાં લખાતાં તાડપત્રીય પુસ્તકને બરાબર બંધ બેસે તેવો છે. રાજપ્રશીયસૂત્રના એ ઉલ્લેખને અહીં બેંધી તેમાં દર્શાવેલાં સાધનને આપણે જોઈએ
तस्स णं पोत्थरयणस्स इमेयारूवे वण्णावासे पण्णत्ते, तं जहा-रयणामयाई पत्तगाई, रिट्रामईयो कंबियाओ, तवणिज्जमए दोरे, नाणामणिमए गंठी, वेरुलियमणिमए लिप्पासणे, रिट्रामए छंदण, तवणिज्जमई संकला, रिट्रामई मसी, वइरामई लेहणी, रिटामयाइं अक्खराइं, धम्मिए सत्थे । (प्र. ९६).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org