________________
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા
૩૫ સાધન. છેવટે આ શબ્દ લખવાના દરેક સાધનના અર્થમાં રૂઢ થઈ ગયો છે. સ્ત્રિવિરતાના લિપિશાલાસંદર્શન પરિવર્તમાં આવતા “વર્ણતિરક' શબ્દને જોયા પછી કેટલાક એમ પણ માની લે છે કે આ વર્ણતિરક શબ્દ ઉપરથી વતરણું શબ્દ ઉત્પન્ન થયે હેય.
જુજવળ પાના ઉપર અથવા યંત્રપટ આદિમાં લીટીઓ દેરવા માટે કલમને ઉપયોગ કરવામાં આવે તે તેની અણીનો છેડી વારમાં જ કૂચો વળી જાય, એટલે લીટીઓ દોરવા માટે “જુજવળને ઉપયોગ કરાતે. આ જુજવળ લોઢાનું બને છે. એનું આગળનું મોટું ચીપિયાની જેમ બે પાંખિયાં વાળીને બનાવેલું હોવાથી એનું નામ યુજવળ, જુજવળ અથવા જુજબળ કહેવામાં આવે છે, (જુઓ ચિત્ર નં ૩માં આકૃતિ નં. ૩) યુજવળ આદિ નામે સં. યુવા શબ્દ ઉપરથી વિકૃત થઈને બનવાનો સંભવ વધારે છે. આને શાહીમાં બોળી તે વડે, પાનાની બંને બાજુએ બર્ડર માટે તેમજ યંત્રપટાદિમાં ખાનાં પાડવા માટે લીટીઓ દોરવામાં આવે છે. આ જુજવળ અત્યારે પણ મારવાડમાં બને છે. એનો ઉપયોગ આજ સુધી લહિયાઓ કરતા; પરંતુ ચાલું વીસમી સદીમાં એનું સ્થાન મુખ્યત્વે કરીને હેલ્ડર અને સ્ટીલોએ લીધું છે.
પ્રાકાર
ચિત્રપટ, યંત્રપટ કે પુસ્તક આદિમાં ગોળ આકૃતિઓ દોરવા માટે લોઢાના પ્રાકાર બનતા હતા. આ પ્રાકારે, જે જાતની નાનીમોટી ગોળ આકૃતિ બનાવવાની હોય તે પ્રમાણે નાનામોટા બનાવવામાં આવતા અને અત્યારે પણ એ મારવાડ વગેરેમાં બને છે. આજકાલ આને બદલે વિલાયતી કંપાસથી કામ લેવાય છે, તેમ છતાં મોટી ગાળ આકૃતિ કાઢવી હોય ત્યારે આ દેશી પ્રાકાર જેવા સાધનને શેધવા જવું પડે છે. આનું મોટું પણ જુજવળની જેમ તેમાં શાહી ઝીલાઈ રહે તે માટે ચીપિયાની પેઠે વાળેલું હોય છે. (જુઓ ચિત્ર નં.૩માં આકૃતિ નં. ૪) આ સાધનથી, પ્રાકાર-કિલ્લા–ના જેવી ગોળ આકૃતિ કાઢી શકાતી હોવાથી એનું નામ “પ્રાકાર” પડયું હોય એમ લાગે છે. કિલ્લાઓની રચના એકંદરે ગળપડતી જ હોય છે.
ઓળિયું-તેની બનાવટ અને ઉત્પત્તિ અત્યારે આપણુ સમક્ષ જે પ્રાચીન હસ્તલિખિત પુસ્તક વિદ્યમાન છે તેમાં એકધારે સીધી લીટીમાં લખાએલું લખાણ જોતાં ઘણાખરાઓને એમ થાય છે કે આ લખાણ સીધી લીટીમાં શી રીતે લખાતું હશે? એ શંકાને ઉત્તર આ સાધન–એળિયું આપે છે. એળિયાને મારવાડી લહિયાઓ ફટિયું એ નામથી ઓળખે છે, પણ એને વાસ્તવિક વ્યુત્પત્યર્થ શો છે એ સમજાતું નથી. આનું પ્રાચીન નામ એળિયું' જ મળે છે. ળિયું” શબ્દ છું. માસિ–પ્રા. ચોરી અને પૂ. શબ્દ “ળ” ઉપરથી બન્યું છે. ઓળો–લીટીઓ પાડવાનું સાધન તે એળિયું'.
આ એળિયું, લાકડાની પાટી ઉપર કે સારા મજબૂત પૂઠા ઉપર જેવા નાનામોટા અક્ષરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org