________________
જૈન ચિત્રકલ્પદ્રુમ
૩૪
ત્મક ક્ષેાકા મળે છે, જેમાં કલમને વર્ણ અને જાતિ, તે વડે કેમ રાખીને લખવું, લેખણમાં ગાંઠ હાય કે નહિ, લેખણુ કેવડી લાંબીટૂંકા હાવી જોઇએ અને એ બંધાયને લક્ષીને લાભ-હાનિ શી, એનું વર્ણન છે. એ બધા ય શ્લોકા અને તેની સાથે સરખામણી ધરાવતા બીજા ક્ષેાકેા અને દુહા અહીં આપીએ છીએ.
1
‘માવળી૪૯ શ્વેતવળી ૨, રાવળા જ ક્ષત્રિની । વૈશ્યવી પીતવળાં ચ, અધુરી ચામલિની |॥ ૧ ॥ શ્વેતે પુલ વિજ્ઞાનીયાત, રસ્તે મિત્રતા મવેત્ । પીતે જ પુષ્કા છક્ષ્મી:, અપુરી ક્ષચારિણી।। ૨ ।। चित्ताग्रे हरते पुत्रमधोमुखी हरते धनम् । वामे च हरते वियां, दक्षिणा लेखिनी लिखेत् ॥ ३ ॥ अग्रग्रन्थिर्हरेदायुर्मध्यग्रन्थिर्हरेद्धनम् । पृष्ठग्रन्थिर्हरेत् सर्वे, निर्ग्रन्थिलेखिनी लिखेत् ॥ ४ ॥ नवाङ्गुलमिता श्रेष्ठा, अष्टौ वा यदि वाऽधिका । लेखिनी लेखयेन्नित्यं धनधान्यसमागमः ॥ ५ ॥ इति लेखिनीविचारः ॥' 'अष्टाङ्गुलप्रमाणेन, लेखिनी सुखदायिनी । हीनाय हीनकर्म स्यादधिकस्याधिकं फलम् ॥ १ ॥' 'आयग्रन्थिर्हरेदायुर्मध्यग्रन्थिर्हरेद्धनम् | अन्त्यग्रन्थिर्हरेत् सौख्यं निर्ग्रन्थिलेखिनी शुभा ॥ १ ॥ ‘માથે ગ્રંથી મત(મતિ)હર,ખીચ ગ્રંથી ધન ખાય; ચાર તસુની લેખણે,લખનારા કટ જાય.૧.’ એ શ્લોકાને ટૂંક સાર આ પ્રમાણે છેઃ ધેાળા, લાલ, પીળા અને કાળા રંગની કલમેા અનુક્રમે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને અસુર-શૂદ્ર જાતિની ગણાય છે. આના ઉપયાગ કરનારને અનુક્રમે સુખ, દરિદ્રતા, ધનના લાભ અને ધનનો નાશ થાય છે, કલમને ચતી રાખી લખવાથી પુત્રના નાશ થાય છે, ઊંધી રાખી લખવાથી ધનનેા નાશ થાય છે, ડાખી બાજુએ રાખી લખવાથી વિદ્યાને નાશ થાય છે; માટે કલમને જમણી બાજુએ રાખી લખવું. ગાંઠવાળી કલમની ગાંઠ કલમના માં પાસે આવે તો તેથી લખનારની જિંદગી ટૂંકાય છે, વચમાં આવે તે લેખકના ધનના નાશ થાય છે અને પાછળના ભાગમાં આવે તેા લેખકના સર્વનાશ થાય છે; માટે ગાંફ વગરની નિર્દોષ કલમથી લખવું. કલમ નવ આંગળ લાંખી હોય તા સારી, છેવટે આઠ આંગળની અને નવ આંગળ કરતાં જેટલી માટી મળે તેનાથી લખવું, જેથી ધન-ધાન્યની વૃદ્ધિ થતી રહે. આઠ આંગળથી નાની કલમથી તેા ક્યારે પણ ન જ લખવું.
વતરણાં
લખવાના સાધનને જેમ ‘લેખણુ’ કહેવામાં આવે છે તેમ તેનું ‘વતરણું’ કે ‘કલમ’ એ નામ પણ કહેવામાં આવે છે. ‘કલમ’ શબ્દ મેગલ જમાનાના છે એ ખુલ્લી વાત છે. ‘વતરણું’શબ્દ સં॰ અવતરળ ઉપરથી જન્મ્યા હાય એમ વધારે સંભવ છે, જેનાથી લખવા માટે અવતરણ–પ્રારંભ થઈ શકે તે અવતરણ અથવા વતરણ–વતરણું; અર્થાત પાટી ઉપર ધૂળ નાખીને અક્ષર લૂંટવાનું
૪૯ આ શ્લોકામાં વર્ણવેલ વર્ણ, લાભ-હાનિ, માપ વગેરેની ઘટના માટે ભારતીય પ્રજાને શા સંકેત અને અપેક્ષા હશે તેમજ એ પરિસ્થિતિ, કારણ વગેરે આજે જેમનાં તેમ છે કે તેમાં ફેરફાર થયા છે એ માટે અમે કશું જ કહી શકતા નથી,
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org