________________
૩૮
જૈન ચિત્રકલ્પદ્રુમ શકીએ છીએ.
શાહી અને રંગોને માટે આટલું કહ્યા પછી શાહીઓ કેમ બનાવવામાં આવતી, અત્યારે એ શાહીઓ કેમ બનાવવામાં આવે છે, પુસ્તક લખવા માટે કઈ શાહી વાપરવી ઉચિત છે એને લગતા પ્રાચીન ઉલ્લેખ અને અમારા અનુભવ અહીં આપીએ છીએ.
કાળી શાહી તાડપત્ર અને કાગળ-કપડા ઉપર લખવા માટેની કાળી શાહીઓ અને તેની બનાવટ જુદાજુદા પ્રકારની છે. તાડપત્ર એ એક રીતે કાષ્ઠની જાતિ છે, જ્યારે કાગળ અને કપડું એ એના કરતાં વિલક્ષણ વસ્તુ છે, એટલે એને ઉપર લખવાની શાહીઓ પણ જુદા જુદા પ્રકારની છે. સૌ પહેલાં તાડપત્ર ઉપર લખવાની કાળી શાહીન બનાવટને લગતા લગભગ ત્રણસો-ચારસો વર્ષ પહેલાંના ઉલ્લેખ આપીએ અને તે પછી અનુક્રમે બીજી શાહીઓને લગતા ઉલ્લેખેની નોંધ કરીશું.
તાડપત્ર ઉપર લખવાની કાળી શાહી આજકાલ તાડપત્ર ઉપર લખવાનો રિવાજ રહ્યો નથી, એટલે તેની શાહીની બનાવટને લગતું સ્પષ્ટ વિધાન કે અનુભવ કેઈને ય નથી. તેમ છતાં તેની બનાવટને અંગે જુદા જુદા પ્રકારની જે સ્પષ્ટ કે અસ્પષ્ટ પ્રાચીન નોંધો મળે છે તેનો ઉતારો અને શકય સ્પષ્ટીકરણ અહીં આપીએઃ પ્રથમ પ્રકાર
સવ-મૃf-IAa:, વાસ સ્ત્રોમેવ સ્ત્રી .
समकज्जल-बोलयुता, भवति मषी ताडपत्राणाम् ॥ च्याख्या-सहवरेति कांटासेहरीओ (धमासो)। भृङ्गेति भांगुरओ। त्रिफला प्रसिदैव । कासीसमिति कसीसम् , येन काष्ठादि रज्यते । लोहमिति लोहचूर्णम् । नीलीति गलीनिष्पादको वृक्षः तदूसः। रसं विना सर्वेषामुत्कल्य क्वाथः क्रियते, स च रसोऽपि समवतितकजल-बोलयोर्मध्ये निक्षिप्यते, ततस्ताडपत्रमषी भवतीति ।'
આમાં એમ કહેવામાં આવ્યું છે કે “કાંટસેરીઓ ધમાસો), જળભાંગરાને રસ, ત્રિફળાં, કસીસું અને લોઢાનું ચૂર્ણ આ બધી વસ્તુઓને ઉકાળીને કવાથ બનાવવો. આ કવાથ અને ગળીના રસને સરખા માપે એકઠા કરેલા કાજળ અને બીજાળમાં નાખવાથી તાડપત્ર ઉપર લખવાની ભણી તૈયાર થાય છે.'
આ ઉલ્લેખમાં દરેક વસ્તુનું પ્રમાણ કેટલું એ જણાવ્યું નથી, તેમજ બધી વસ્તુઓને મેળવ્યા પછી તેનું શું કરવું એ પણ લખ્યું નથી, તેમ છતાં એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે ઉપરોક્ત વસ્તુઓને તાંબાની કડાઈમાં નાખી એ બધી એકરસ થાય તેમ ખૂબ ઘૂંટવી જોઈએ. બીજે-ત્રીજે પ્રકારઃ
વગર પા(?);ા વોરું, ખૂમચા પારસ જા उसिणजलेण विघसिया, वडिया काऊण कुहिज्जा ॥१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org