________________
૩૭
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા કે મુશ્કેલ નહોતું; પણ કાગળ ઉપર પુસ્તકો લખાવાની શરૂઆત થયા પછી તેની પહોળાઈ વધારે પ્રમાણમાં હોઈ તેના લખાણની આસપાસ તેમજ મોટા મંત્ર-યંત્રાદિમાં કશા આધાર વિના સીધી લીટીઓ દોરવી અશક્ય થાય, એ માટે કંબિકા–આંકણી જેવું સાધન પસંદ કરવામાં આવ્યું છે. આ આંકણી અત્યારના રૂલની જેમ ગોળ ન હતાં ચપટી હોય છે, એટલે લીટીઓ દોરવા માટે તેને પાના ઉપર મૂક્યા પછી તે એકાએક કયારે ય ખસી જતી નથી. એની બંને ધારે પર ખાંચો પાડવામાં આવે છે, જેથી તેનો આગલો ભાગ પાનાથી અદ્ધર રહેતો હોઈ લીટીઓ દોરતાં પાના ઉપર શાહીના ડાઘ ન પડે. (જુઓ ચિત્ર નં. રમાં આકૃતિ નં. ૨) આનું નામ કંબિકા અથવા કાંબી છે. કાંબી એટલે વાંસની ચીપ. આ કાંબી વાંસની ચીપના જેવી હોઈ એનું નામ “કંબિકા
અથવા “કાંબી” કહેવાતું હશે એમ લાગે છે. (૩) લિપિરૂપે દેખાવ દેનાર-શાહી અને રંગે લિપિરૂપે દેખાવ દેનાર” સાધનમાં પુસ્તક લખવા માટેની અનેક જાતની મશીઓનો-શાહીઓને અને રંગોનો સમાવેશ થાય છે. આપણી નજર સામેના જ્ઞાનભંડારનું નિરીક્ષણ કરતાં જાણુ શકાય છે કે પુસ્તક લખવા માટે કાળી, સેનાની, ચાંદીની અને લાલ એમ અનેક જાતની શાહીઓ વાપરવામાં આવી છે, તેમ છતાં સોના-ચાંદીની શાહીથી લખવું મુશ્કેલીભર્યું તેમજ ખરચાળ હાઈ લખવા માટે કાળી શાહીં જ વધારે અનુકૂળ છે. લાલ શાહીનું લખાણ વાંચવા માટે આંખને માફક ન હોવાથી, આગળ જણાવવામાં આવશે તેમ, તેનો ઉપયોગ ખાસ વિશેષ સ્થળ કે અધિકાર પ્રકરણની સમાપ્તિદર્શક પુષિક વગેરે લખવા માટે જ કરવામાં આવતો-આવે છે, તેમજ પાનાની બે બાજુએ બોર્ડરની જેમ લીટીઓ દોરવા માટે કે યંત્રપટ આદિમાં ગોળ આકૃતિ, લીટીઓ વગેરે દેરવા માટે થયો છેથાય છે. સોનેરી અને રૂપેરી શાહીઓ પુસ્તક લખવા માટે ઘણી જ વાપરવામાં આવી છે, પણ તે કાળી શાહી કરતાં બહુ જ ઓછા પ્રમાણમાં; કારણકે સોનેરી-રૂપેરી શાહીનું લખાણ પણ વાંચવામાં એકંદર રીતે આંખને માફક નથી, તેમજ એના લખાણમાં રહી ગએલી અશુદ્ધિઓ સુધારવી અશકય હોવા ઉપરાંત, અમે ઉપર એકવાર કહી આવ્યા તેમ, એ શાહીથી લખવું મુશ્કેલીભર્યું અને ખરચાળ પણ છે. આ જ કારણથી સેના-ચાંદીની શાહીથી કેવળ મુખ્યત્વે કરીને અમુક પવિત્ર મનાતા ધર્મગ્રંથો લખાતા. ગૂર્જરેશ્વર મહારાજ શ્રી કુમારપાલદેવે પિતાના માન્ય ગુરુ આચાર્ય શ્રી હેમચંદ્રની કૃતિઓ લખાવી હતી તેમ કોઈ ધનાઢ્ય ગૃહસ્થ આદિને માન્ય છે તે આચાર્યોના રચેલા ગ્રંથ, સ્તોત્રો આદિ કેવળ લખવામાં આવતા, અને તે પણ ખાસ લકમીથી પહોંચતા ધનાઢો જ લખાવતા હતા. આ પુસ્તક બહુમૂલા હેઈ વાંચવા-ભણવા માટે નથી હોતાં, પણ માત્ર પવિત્ર માન્ય ધર્મગ્રંથ તરીકે દૂરથી બે હાથ જોડી દર્શન કરવા માટે જ હોય છે.
આ બધી વાત પુસ્તક લખવાની શાહીઓ માટે કરી. પુસ્તકના ચિત્રકામ માટે ઉપયોગી અનેક જાતના રંગે એકબીજા રંગના મિશ્રણથી તેમજ જુદાજુદા પદાર્થોમાંથી તૈયાર કરવામાં આવતા હતા. એ રંગે તદ્દન સાદા અને સ્વાભાવિક હોઈ સેંકડો વર્ષ વહી જવા છતાં જેવા ને તેવા સતેજ તેમજ ટકાઉ રહેતા, જે અત્યારે પણ આપણે પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓમાંનાં ચિત્રોમાં જોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org