________________
જૈન ચિત્રકલ્પદ્રુમ
૩૬
લખવા હોય તે પ્રમાણમાં સમાન્તરે કાણાં પાડી, એ કાણાંમાં જાડા રીલના અથવા સામાન્ય જાડા મણિયા દોરા પરાવવાથી બને છે. દારા પરાવ્યા પછી તે આમતેમ ખસે નહિં માટે તેના ઉપર ચેાખાની અથવા આંબલીના કચૂકાની પાતળી ખેળ કે રાગામિશ્રિત રંગ આદિ લગાવવામાં આવે છે. ઉપર કહ્યા પ્રમાણે તૈયાર કરેલા ઓળિયા ઉપર પાનાને મૂકી આંગળીથી સફાઇપૂર્વક એકેએકે દાબ દેવાથી પાના ઉપર લીટીઓ ઊઠે છે. તે પછી બીજી વાર એ પાનાને ઉલટાવીને તેની બીજી બાજી, પહેલાંની લીટીઓના મધ્યમાં આવે તેમ, પાનું ખસે નિહ તેવી સફાઇથી, બીજી વાર લીટીએ દારવી. આ રીતે એવડી લીટીઓ દોરાઇ ગયા પછી એક બાજુ નમી ગએલા ભાગ ઉપર ઉપસેલા ભાગની છાયા પડતાં એક લીટી કાળાશપડતી અને એક ધોળી એમ બે જાતની લીટીએસ દેખાશે. આ, લીટીઓ ચીરીને અથવા પાનાને ઉલટાવીને એવડી લીટીઓ દોરવાની પ્રથા ઘણી જ અર્વાચીન છે. પ્રાચીન રીતિ તો એકવડી લીટીએ! દોરીને જ લખવાની હતી. બેવડી લીટીઓ દોરાઈ તૈયાર થએલા પાના ઉપર એકએક લીટી છેાડીને લખવામાં આવે છે. વચમાં ખાલી મૂકાતી લીટીમાં ઉપરની લીટીના હસ્વ-દીર્ધ ઉકાર-ઋકાર (- ૬) વગેરે અને નીચેની લીટીના હસ્વ-દીર્ઘ ઇંકાર, (૧) માત્રા, રેક વગેરેનાં પાંખડાં લખવામાં આવે છે. એકવડી લીટી દોરેલા પાનાની લીટીએના ઉપરનીચેના ભાગમાં ટંકાર, કાર, ઋકાર, રેક વગેરે લખવા માટે સકાઈપૂર્વક જગ્યા મૂકી લખવામાં આવતું. પુસ્તક લખાઈ ગયા પછી પાનાં ખાણમાં આવતાં તેમાં કાઇ પણ જાતના આંકા વગેરે ન રહેતાં તે મૂળ સ્થિતિમાં આવી જાય છે.
તાડપત્રીય પુસ્તકલેખનના જમાનામાં ઘણાખરા લેખકો પેાતાની લેખનકળાવિષયક કુશળતાને અળે જ સીધી લીટીઓ લખતા હતા અને કેટલાક લેખકો પાનાને મથાળે પહેલી એક લીટી દોરી તેને આધારે સીધું લખાણ લખતા હતા. આ સિવાય તે ખીજા કોઇ સાધનને કામમાં લેતા હોય તેમ જણાતું નથી અને સંભવ પણ નથી. આ જ પ્રમાણે કેટલાક લેખકો કાગળનાં પુસ્તકા પણ પાનાને મથાળે એક લીટી દોરીને લખતા હતા; પરંતુ કાગળના જમાનામાં તેને સળ કે વળ પડે તેમ છતાં કા! પણ જાતના ભય જેવું ન હેાવાને લીધે સુગમતા ખાતર એળિયાનું સાધન શેાધી કાઢવામાં આવ્યું. આ એળિયાને આદ્ય શેાધક કાણુ હશે એ કહેવું કે કલ્પવું શક્ય નથી, પરંતુ એને લગતા ઉલ્લેખ,પ અમારા વૃદ્ઘ ગુરુદેવ પૂજ્યપાદ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજના ગ્રંથસંગ્રહમાંની વિ॰ સં૦ ૧૪૬૬માં લખાએલી શ્રાવકાતિચાર’૫૧ની પ્રતમાં મળે છે, એ જોતાં આળિયું એ પાંચછ સૈકા પહેલાનું પ્રાચીન સાધન છે.
૫૦
કેંબિકા
તાડપત્રીય પુસ્તકા પહેાળાઇમાં ટૂંકાં હોઈ તેના ઉપર કાંઈ પણ આધાર લીધા સિવાય કલમથી અથવા ગમે તે ચીજથી `લખાણની આસપાસ બર્ડર રૂપે લીટીઓ દોરવી એ અશક્ય
૫૦ જ્ઞાન પગરણ પાટી, પેથી, તમણી, કમળી, સૌપુl-સાંપુડી, દફ્તરી, વહી એલિયાં પ્રતિ પગ લાગુ, ચુંકુ લાગ’ ઇત્યાદિ. ૫૧ આ ‘શ્રાવકાતિચાર’ શ્રીમાન જિનવિજયજી સંપાદિત પ્રાચીન મૂળરાતી પદ્યસંતમમાં પત્ર૬૦થી૬૬ સુધી માં છપાઇ ગએલ છે.
For Private Personal Use Only
Jain Education International
www.jainelibrary.org