Book Title: Jain Chitrakalpadrum
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 44
________________ ૩૩ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા આવ્યાં છે. જેવાંકે ધળાં બરૂ, કાળાં બરૂ, વાંસની જાતનાં બ૩, તજી બરૂ વગેરે. તજી બરૂ તજની માફક પિલાં હેવાથી “તજી બરૂ” એ નામથી ઓળખાય છે. આ બરૂ, જાતે સહજ બરડ હોય છે એટલે તેની બનાવેલી લેખણને અથડાતાં કે કપડામાં ભરાઈ જતાં એકાએક તૂટી જવાને ભય રહે છે, તેમ છતાં જે તેને સાચવીને વાપરવામાં આવે તો તેમાં બીજાં બધા બરૂ કરતાં ખાસ વિશેષતા એ છે કે તેની લેખણથી ગમે તેટલું લખવામાં આવે તો પણ તેની અણીમાં કૂચો પડત નથી. કાળાં બરની કલમે વધારે મજબૂત, સરસ અને એકાએક તેની અણમાં કૂચો ન પડે તેવી જ #ાય છે. વાંસનાં બરૂ અને ધળાં બરૂ પણ એકંદર ઠીક જ હોય છે. ખાસ કરી કાળાં બરૂ અને વાંસની જાતનાં બરૂની લેખણનો ઉપયોગ વધારે અનુકૂળ રહે છે અને એ જ વપરાય છે. જે બરૂઓને મજબૂત પત્થરીઆ કે ઈટ-ચૂનાની જમીન ઉપર પીઆની જેમ ખખડાવતાં તેમાંથી તાંબા જેવો અવાજ નીકળે તો તે બરૂ લખવા લાયક અને સારા સમજવા; જેમાંથી બાદ અવાજ નીકળે એ બરૂ કાચા, ફાટી ગએલાં અથવા સડી ગએલાં જાણવાં. આવાં બરૂ લખવા માટે નિરુપયોગી તેમજ અપલક્ષણ પણ મનાય છે. લેખણ ઉપર જણાવેલ બરૂઓને છેલી, જેવા નાના-મોટા અક્ષરે લખવા હોય તે પ્રમાણે તેની અણીને ઝીણી જાડી બનાવવામાં આવે છે અને લખનારના હાથના વળાક અને કલમ પકડવાના ટેવ મુજબ તેની અણુ ઉપર સીધે કે વાકે કાપ મૂકવામાં આવે છે. શાહીના અટકાવ આદિ માટે કેટલીકવાર, લેખણને વચલો કાપ બરાબર છૂટો ન પડતા હોય, અથવા શાહીમાં પાણી જોઈએ તે કરતાં ઓછું હોઈ શાહી જાડી થઈ ગઈ હોય ઈત્યાદિ કારણોને લીધે લેખણથી લખાતું ન હોય કે શાહી બરાબર ઊતરતી ન હોય તે તેના વચ્ચેના ઊભા કાપને પહોળો કરી તેમાં માથાને વાળ ભરાવવામાં આવે છે તે લેખણથી બરાબર લખાવા લાગે છે. જે લેખણનો વચલો કાપ જોઈએ તે કરતાં વધારે ફાટી ગયો હોય અને તેથી લખવામાં શાહી વધારે પડતી ઊતરી આવતી હોય છે તેમજ લેખણ ઉપર શાહી વધારે ઝીલાઈ રહેતી ન હોય તો તેના મોઢા ઉપર દેરે બાંધવામાં આવે છે, જેથી શાહી વધારે ઊતરતી નથી અને એક વાર બળેલી કલમમાં શાહી ઝીલાઈ રહીને વધારે વાર સુધી લખી શકાય છે. લેખણના ગુણદોષ પ્રાચીન તાડપત્રીય પ્રકરણપથીમાં લેખણના ગુણદોષની પરીક્ષાને લગતા નીચેના પ્રકરણ પૂરાવલિખિત લખે સવિ લેઈ, મિસ કાગળને કાઠે, ભાવ અપૂરવ કહે તે ડિત, બહુ બોલે તે બાંઠા. ૬ શ્રીયશોવિજયજીત શ્રીપાલરાસ ખંડ ૪ ઢાલ ૧૩ ૪૮ આ બંર સામાન્ય રીતે કાળાં બરૂ' તરીકે ઓળખાય છે, પરંતુ ખરું જોતાં એને રંગે તપખીરી છે; અર્થત નથી એ લાલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158