________________
૨૪
જેન ચિત્રકલ્પદ્રુમ અઢી દ્વીપ, લોકનાલિકા, સમવસરણ વગેરેનાં ચિત્રવાળી કાષ્ઠપદિકાઓને સંપુટફલક પુસ્તક તરીકે કહી શકાય; અથવા લાકડાની પાટી ઉપર લખાતા-લખેલા પુસ્તકને સંપુટફલક પુસ્તક કહી શકાય.
છેદપાટી જે પુસ્તકનાં પાનાં ડાં હોઈ ઊંચું થોડું હોય તે હદપાટા પુસ્તક; અથવા જે પુસ્તક લંબાઈમાં ગમે તેવડું લાંબું કે ટૂંક હેય પણ પહોળું ઠીકઠીક હોવા સાથે જાડાઈમાં (પહોળાઈ કરતાં) ઓછું હોય તે છેદપાટી’ પુસ્તક. આપણાં કાગળ ઉપર લખાએલાં અને લખાતાં પુસ્તકોને આ છેદપાટી પુસ્તકમાં સમાવેશ થઈ શકે.
ઉપર પ્રાચીન લેખનસામગ્રીની નોંધ જે ઉલ્લેખોને આધારે લેવામાં આવી છે, એ બધા યે વિક્રમની સાતમી સદી પહેલાંના છે. એ ઉલ્લેખોને આધારે તારવેલી વિવિધ અને બુદ્ધિમત્તાભરી લેખનકળાનાં સાધનોની નોંધ જોતાં એમ અનુમાન થઈ શકે છે કે ગ્રંથલેખનના આરંભકાળમાં આ જાતની કેટકેટલીયે વિશિષ્ટ લેખનસામગ્રી અને સાધન હશે. પરંતુ ગ્રંથલેખનના આરંભકાળ પછીના છ સૈકા સુધીમાં લખાએલા ગ્રંથસંગ્રહમાંના કશા જ અવશેષ અમારી નજર સામે ન હોવાને કારણે અમે એ માટે ચૂપ છીએ.
છેલ્લાં એક હજાર વર્ષના લખનસામગ્રી ઉપર જણાવવામાં આવ્યું તેમ પુસ્તક લેખનના આરંભકાળ પછીના છ સૈકા સુધીને જૈન લેખનકળાને વાસ્તવિક ઇતિહાસ અંધારામાં ડૂબેલો હોવા છતાં પ્રાચીન ઉલ્લેખોને આધારે તેના ઉપર જેટલો પ્રકાશ પાડી શકાય તેટલો પાડવા યત્ન કર્યો છે. હવે તે પછીનાં એક હજાર વર્ષનો અર્થાત વિક્રમની અગિયારમી સદીથી આરંભી વીસમી સદી સુધીનો લેખનકળા, તેનાં સાધન અને તેના વિકાસને લગતો ઇતિહાસ અહીં આપવામાં આવે છે. આ લેખનકળા અને તેનાં સાધન આદિનો ઐતિહાસિક પરિચય આપવામાં અનુકૂળતા રહે એ માટે એની નીચેના વિભાગમાં ચર્ચા કરીશું: ૧ લિપિનું આસન અથવા પાત્ર—તાડપત્ર, કપડું, કાગળ, ભૂપત્ર આદિ; ૨ જે વડે લિપિ લખી શકાય તે—લેખણ, જુજવળ, ઓળિયું આદિ, ૩ લિપિપે દેખાવ દેનાર–શાહી, હીંગળોક આદિ, ૪ જે લખાય તે– જૈનલિપિ; ૫ જૈન લેખકે; પુસ્તકલેખન અને ૭ પુસ્તકસંશોધન અને તેનાં સાધન, સંકેત વગેરે (૧) લિપિનું આસન અથવા પત્ર–તાડપત્ર, કપડું, કાગળ આદિ રાજપ્રશ્નીય સૂત્રમાં “લિપિ + આસન-ધ્યાન” એ નામથી “ખડિ' અર્થ લેવામાં આવ્યું છે, તેમ છતાં અમે અહીં લિપિના આસન અથવા પાત્ર તરીકેના સાધનમાં તાડપત્ર, કપડું, કાગળ, કાષ્ઠપટ્ટિકા, ભૂર્જપત્ર, તામ્રપત્ર, રીપ્યપત્ર, સુવર્ણપત્ર, પત્થર આદિને સમાવેશ કરીએ છીએ.
ગુજરાત, મારવાડ, મેવાડ, કચ્છ, દક્ષિણ આદિમાં અત્યારે જે જૈન જ્ઞાનભંડારો વિદ્યમાન છે એ સમગ્રનું અવલોકન કરતાં સ્પષ્ટપણે સમજી શકાય છે કે જૈન પુસ્તકે મુખ્યપણે વિક્રમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org