________________
૨૩
ભારતીય જૈન શ્રમણસસ્કૃતિ અને લેખનકળા જ પરિચય આપેલો છે. એટલે અહીં જે કેટલુંક વિગતવાર લખવામાં આવે છે તે, તે તે પુસ્તકના નામ અને વ્યત્પત્તિને અનુસરીને લખવામાં આવે છે.
ગડી પુસ્તક જે પુસ્તક જાડાઈ અને પહોળાઈમાં સરખું અર્થાત ખંડું હોઈ લાંબુ હોય તે “ગંડી પુસ્તક કહેવાય છે. ગંડી’ શબ્દને અર્થ ગંડિકા-કાતળી થાય છે, એટલે જે પુસ્તક ચંડિક-મંડી જેવું હોય તેને ગંડી પુસ્તક કહેવામાં આવ્યું હોય. આજકાલ જે હસ્તલિખિત નાનાંમોટાં તાડપત્રીય પુસ્તકો મળે છે તેને અને તાડપત્રની ઢબમાં લખાએલાં કાગળનાં પુસ્તકોને આ ગંડી પુસ્તકની જાતમાં સમાવેશ થઈ શકે.
કછપી પુસ્તક જે પુસ્તક બે બાજુને છેડે સાંકડું હોય અને વચમાંથી પહોળું હોય તેનું નામ “કચ્છી પુસ્તક છે. આ પુસ્તકના બે બાજુના છેડા શંકુના આકારને મળતા લંબગોળ અણીદાર હોવા જોઈએ. આ જાતનાં પુસ્તકો અત્યારે કયાંય દેખાતાં નથી.
મુષ્ટિ પુસ્તક જે પુસ્તક ચાર આંગળ લાંબુ હોઈ ગોળ હોય તેને મુષ્ટિ પુસ્તક કહે છે; અથવા જે ચાર આંગળનું ચતુરસ-ચોખંડું હોય તે “મુષ્ટિ પુસ્તક’. મુષ્ટિ પુસ્તકના ઉપરોક્ત બે પ્રકાર પૈકી પહેલા પ્રકારમાં ગાયકવાડ ઓરએન્ટલ ઈન્સ્ટીટયૂટ વડોદરાના સંગ્રહમાં વિદ્યમાન ૭૫૭૭ નંબરના મવદ્ગીતા૨૭ જેવાં પુસ્તકોનો સમાવેશ થઈ શકે. આ પુસ્તક મૂઠીમાં રાખી શકાય તેવું હોવાથી અથવા મૂઠીની જેમ ગેળ વાળી શકાતું હોવાથી તેને મુષ્ટિ પુસ્તક કહી શકાય. જોકે અહીં લબાઈનું માપ માત્ર ચાર આંગળનું જ જણાવ્યું છે, તેમ છતાં નાનાંમોટાં ટિપ્પણાકારમાં લખાતાં પુસ્તકોનો આમાં સમાવેશ કરી શકાય. બીજા પ્રકારમાં અત્યારની નાનીનાની રોજનીશી-ડાયરીઓને મળતા નાની હાથપોથી જેવા લિખિત ગુટકાઓ ગણી શકાય. તેમજ મૂઠીની બેવડમાં રાખી–પકડી શકાય તેવા દરેક નાના કે મોટા, ચોરસ કે લંબચોરસ ગુણકાઓનો આ બીજા પ્રકારના મુષ્ટિપુસ્તકમાં સમાવેશ કરી શકાય.
સંપુટફલક લાકડાની પાટીઓ૮ ઉપર લખેલા પુસ્તકનું નામ “સંપુટફલક છે. યંત્ર, ભાંગા, જંબૂદીપ,
वृत्तिः--'गण्डीपुस्तकः कच्छपीपुस्तकः मुष्टिपुस्तकः सम्पुटफलकः छेदपाटीपुस्तकश्चेति पञ्च पुस्तकाः।'
बृ० क० सू० उ० ३. (ख) 'तनुभिः पत्रैरुच्छ्रितरूपः किञ्चिदुन्नतो भवति छेदपाटीपुस्तक इति ।' स्था० अ० ४ उ० २.
अभिधानराजेन्द्र भाग ३ पत्र १३५८. ૨૭ આ પુસ્તક સોનેરી શાહીથી સચિત્રટિપ્પણી રૂપે એ કૉલમમાં લખાએલું છે. એની લંબાઈ ૧૦ ફીટની અને પહોળાઈ ઈચની છે. એકેક ઈચમાં બાર લીટીઓ છે અને એ દરેક લીટીમાં ૧૯ થી ૨૧ અક્ષરો છે. બે કૉલમમાં થઈને ૩૦ થી ૪૨ અક્ષરે છે. કૅલમની પહેળાઈ લગભગ સવાસવા ઈંચની છે અને બાકીને ભાગ બે બાજુ અને વચમાં માર્જિન તરીકે છે. ૨૮ જુઓ ટિપણન. ૨૨ -૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org