________________
જૈન ચિત્રકલ્પદ્રુમ નિર્કસ૩ અને મેગેસ્થિનિસના કથનાનુસાર ઈ.સ. પૂર્વે ત્રણ સૈકા પહેલાંથી જ ભારતીય પ્રજા ને અથવા નાં ચીંથરાને કૂટીફૂટીને લખવા માટેના કાગળો બનાવવાનું શીખી ગઈ હતી. તેમ છતાં એ વાત નિર્ણત જ છે કે તેનો પ્રચાર ભારતવર્ષમાં સાર્વત્રિક થયો નથી, એટલે જૈન પ્રજાએ એનો ઉપયોગ કર્યાનો સંભવ જ નથી. તેમ લેખનના સાધન તરીકે તાડપત્ર, વસ્ત્ર, કાપદિકાન જેમ ચૂર્ણ આદિ ગ્રંથોમાં ઉલ્લેખ છે એ રીતે ભેજપત્ર કે કાગળને અંગે કઈ પ્રાચીન ઉલ્લેખ કે પુસ્તક મળતાં નથી. પુસ્તકોના પ્રકારે નાનાં મોટાં પુસ્તકની જાતે માટે જેમ અત્યારે રાયલ, સુપર રીયલ, ડેમી, ક્રાઉન વગેરે અંગ્રેજી શબ્દોને આપણે ત્યાં પ્રચાર છે તેમ પ્રાચીન કાળમાં અમુક આકાર અને માપમાં લખાતાં પુસ્તકે માટે ખાસ ખાસ શબ્દો હતા. આ વિષે જૈન ભાષ્યકાર, ચૂર્ણકાર અને ટીકાકારો જે માહિતી પૂરી પાડે છે તે જાણવા જેવી છે.
તેઓ જણાવે છે કે પુસ્તકોના પાંચ પ્રકાર છે.૨૫ ગંડી, કછપી, મુષ્ટિ, સંપુટફલક અને છેદપાટી ૨૬ આ સ્થળે ચૂણકાર-ટીકાકારોએ ફક્ત પાંચ પ્રકારનાં પુસ્તકોની આકૃતિ અને તેનાં માપને
૨૩ નિઆર્કસ, ઈસ. પૂર્વે ૩ર૬માં હિંદુસ્તાન પર ચડાઈ લઈ આવનાર બાદશાહ એલેક્ઝાંડરના સેનાપતિઓમાંને એક હતો. એણે પિતાની ચડાઈનું વિસ્તૃત વર્ણન લખ્યું હતું, જેની નોંધ એરીઅને પિતાના “ઈડિકા' નામના પુસ્તકમાં કરી છે. ૨૪ મેગેસ્થિનિસ, સીરિયાના બાદશાહ સેલ્યુકસને રાજદૂત હતા. જે ઈ.સ. પૂર્વે ૩૦૬ની આસપાસ મોર્યવંશી રાજા ચંદ્રગુપ્તના દરબારમાં બાદશાહ સેલ્યુકસ તરફથી આવ્યો હતો. એણે “ઈડિકા' નામનું પુસ્તક લખ્યું હતું જે અત્યારે મળતું નથી, પણ બીજા લેખએ તેના જે ઉતારાઓ કર્યા હતા તે મળે છે. ૨૫ (૨) “કી દઈવ મુરી, સંપુણ તછિવાદી ચ | Uર્ચ થઇ, વાવાળખળ અવે તરસ |
बाहल-पुहत्तेहिं, गंडीपुत्थो उ तुलगो दीहो । कच्छवि अंते तणुओ, मझे पिहुलो मुणेयव्यो । चउरंगुलदीहो वा, वागिइ मुट्रिपुत्थगो अहवा । चउरंगुलदीहो चिय, चउरंसो होइ विन्नेओ॥ संपुडगो दुगमाई, फलगा वोच्छं छिवाडिमेत्ताहे । तणुपत्तूसियरूवो, होइ छिवाडी बुहा बेंति ॥ दीहो वा हस्सो वा, जो पिहलो होइ अप्पबाहल्लो । तं मुणियसमयसारा, छिवाडिपोत्थं भणतीह ॥'
-दशवकालिक हारिभद्री टीका, पत्र २५. (ख) 'पोत्थगपणगं-दीहो बाहलपुहत्तेण तुलो चउरंसो गंडीपोत्थगो । अंतेसु तणुओ मज्झे पिहलो अप्पबाहल्लो कच्छभी । चउरंगुलो दीहो वा वृत्ताकृती मुट्रिपोत्थगो, अहवा चउरंगुलदीहो चउरंसो मुट्रिपोत्थगो । दुमादिफलगा संपुडगं । दीहो हस्सो वा पिहुलो अप्पबाहल्लो छिवाडी, अहवा तणुपत्तेहिं उस्सितो छिवाडी ॥'
–નિશીયન્ટ્રી. ૨૬ કેટલાક વિદ્યાને ગાળામાં આવતા છવાઈ શબ્દનું (જુઓ ટિ:૨૫) સંરકત રૂપ શુટિકા કરે છે. પરંતુ અમે વૃહત્પમૂત્રવૃત્તિ, સ્થાનાં સૂત્ર તારી આદિ માન્ય પ્રાચીન ગ્રંથને આધારે છિવાડી શબ્દનું સંસ્કૃત રૂપ છેદવારી આપ્યું છે
(क) 'रांडी कच्छवि मुट्टी, छिवाडि संपुडग पोत्थगा पंच ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org