________________
૨૦
જેન ચિત્રકટપદ્રમ કોરી જગ્યાઓ (જુઓ ચિત્ર નં. ૫-૬) રાખતા આવ્યા છે. માત્ર આપણી ચાલુ વીસમી સદીમાં જ આ રિવાજ ગૌણ તેમજ લગભગ અદશ્ય થઈ ગયો છે. “લિખિત કાગળની પ્રતિઓના મધ્યભાગમાં જે ખાલી કરી જગ્યા જોવામાં આવે છે એ તાડપત્રીય પુસ્તકોને દોરાથી પરેવી રાખવાના રિવાજની યાદગારી રૂપ છે.”
ગ્રંથિ તાડપત્રીય પુસ્તકમાં દેરે પરોવ્યા પછી તેના બે છેડાની ગાંઠે પુસ્તકના કાણામાંથી નીકળી ન જાય, તેમજ પુસ્તકની ઉપર-નીચે લાકડાની પાટીઓ ન હોય તે પણ તાડપત્રીય પ્રતિને દોરાને કાપ ન પડે તથા પુસ્તકનાં કાણું કે પાનાં ખરાબ ન થાય તે માટે તેની બન્ને બાજુએ હાથીદાંત, છીપ, નાળીએરની કાચલી, લાકડા વગેરેની બનાવેલી ગોળ ચપટી કૂદડીઓ તેની સાથેના દેરામાં પરેવવામાં આવતી. આ ફૂદડીઓને “ગ્રંથિ” અથવા “ગાંઠ કહેવામાં આવે છે. અત્યારે મળતાં મધ્યમ કદની લંબાઇનાં તાડપત્રીય પુસ્તકો પૈકી કેટલાંકની સાથે આ ગ્રંથિ જોવામાં આવે છે. (જુઓ ચિત્ર નં. ર માં આકૃતિ નં. ૫-૬-૭ અને ચિત્ર નં. ૩માં આકૃતિ નં. ૨ ના વચમાં).
લિપ્યાસન જેને આપણે ખડીઓ કહીએ છીએ તેનું સૂત્રકારે લિપ્યાસન” એ નામ આપ્યું છે. લિપ્યાસનને સીધે અર્થ લિપિનું આસન, એટલે કે જેના ઉપર લિપિ બેસી શકે એટલો થઈ શકે. આ અર્થ મુજબ “લિપ્યાસનને અર્થ તાડપત્ર, કાગળ કે કપડું આદિ થાય, જેના ઉપર લિપિ લખાય છે; પરંતુ આચાર્ય મલયગિરિએ ટીકામાં જિગાર સમગનનિત્યર્થ. એમ જણાવ્યું છે એટલે આપણે લિપિનું અર્થાત લિપિને દશ્ય રૂપ ધારણ કરવા માટેના મુખ્ય સાધન શાહીનું આસન” એમ કરીશું તે “લિષ્કાસનને અર્થ ખડીઓ થવામાં બાધ નહિ આવે, જે આ સ્થળે વાસ્તવિક રીતે ઘટમાન છે.
છંદણ અને સાંકળ ખડીઓ ઉપરના ઢાંકણને સત્રકારે છંદણ-છાદણ-ઢાંકણ એ નામથી જણાવેલું છે. ખડીઆને લઈ જવા-લાવવામાં કે તે ઠોકરે ન ચડે એ માટે તેને ઊંચે લટકાવવામાં સગવડ રહે એ સારૂ તેના ગળામાં સાંકળ બાંધવામાં આવતી. આના સ્થાનમાં અત્યારે આપણે કેટલાક લહીઆઓ અને બાળનિશાળીઆઓને ખડીઆના ગળામાં દરે બાંધતા જોઈએ છીએ.
મણી જે સાધનથી લિપિ અક્ષર દૃશ્ય રૂપ ધારણ કરે તેનું નામ “ભષી છે. મલી એટલે શાહી “ભષી–મેસ-કાજળ” એ શબ્દ પોતે જ એ વસ્તુ સ્પષ્ટ કરે છે કે આપણે ત્યાં પુસ્તક લખવાના કામમાં કાળી શાહીનો જ ઉપયોગ થતું હતું. સૂત્રકારે રામડું મલી, રિમથીજું કારસ્વરાછું એ ઠેકાણે શાહી અને અક્ષરોને રિઝરત્નમય જણાવેલ છે, એ રિઝરત્ન કાળું હોય છે એટલે આ વિશેષણ જોતાં પણ ઉપરોક્ત હકીકતને ટેકે મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org