________________
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા
૧૯ પ્રસ્તુત ઉલ્લેખમાંથી આપણને લેખનકળા સાથે સંબંધ ધરાવતાં સાધનો પૈકી પત્ર, કંબિકા-કાંબી, દરે,ગ્રંથિ-ગાંઠ, લિપ્યાસન-ખડીઓ, છંદણ-છાંદખડીઆનું ઢાંકણું, સાંકળ, મણીશાહી અને લેખણ એટલાં સાધનોનો ઉલ્લેખ મળી રહે છે. આ સાધનોમાં ચાર પ્રકારનાં સાધનોને સમાવેશ થાય છેઃ ૧ જે પમાં ગ્રંથ લખાતા, ર જે સાધનાથી લખાતા, ૩ લખવા માટે જે સાધનનો—શાહીને ઉપયોગ કરાત અને ૪ તૈયાર ગ્રંથને જે રીતે બાંધીને રાખવામાં આવતા.
પત્ર જેના ઉપર પુસ્તકા લખાતા એ સાધનને “પત્ર' તરીકે ઓળખવામાં આવે છે. આ પત્ર શબ્દથી અને આગળ ઉપર પુસ્તકને બાંધવા માટેનાં જે સાધનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે જોતા સમજી શકાય છે કે પુસ્તકે મુખ્યતાએ છૂટાં પાનાં–રૂપે જ લખાતાં હતાં.
કેબિકા તાડપત્રીય લિખિત પુસ્તકના રક્ષણ માટે તેની ઉપર અને નીચે લાકડાની ચીપ–પાટીઓ રાખવામાં આવતી તેનું નામ “કંબિકા છે. જોકે આજકાલ તે “કંબિકા' શબ્દથી મુખ્યપણે એક ઈંચ પહોળી અને લગભગ એક—સવા ફૂટ જેટલી લાંબી વાંસની, લાકડાની, હાથીદાંતની, અકીકની અગર ગમે તે વસ્તુની બનેલી પાતળી ચપટી ચીપ,–જેનો ઉપયોગ, અમે આગળ જણાવીશું તેમ, લીટીઓ દોરવા માટે જુઓ ચિત્ર . ૨ માં આકૃતિ નં. ૨), પાનાને હાથનો પરસેવો ન લાગે તે માટે (જુઓ ચિત્ર નં ર માં આકૃતિ નં. ૩-૪) અથવા કાગળ કાપવા માટે (જુઓ ચિત્ર નં. ૨ માં આકૃતિ નં. ૧) કરવામાં આવે છે,–ને ઓળખવામાં આવે છે તેમ છતાં આચાર્ય મલયગિરિએ ટીકામાં “શ્વિ પૃષ્ઠ કૃતિ ભવ: અર્થાત્ બે કંબિકા એટલે બે પૂંઠાં અર્થાત પુસ્તકની બે પંડે એટલે કે ઉપર નીચે મુકાતી લાકડાની બે પાટીઓ કે પાઠાં અથવા પૂઠાં’ એમ વિચનથી જણાવ્યું છે એટલે આ ઠેકાણે “કંબિકા' શબ્દનો અર્થ પુસ્તકના રક્ષણ માટે તેના ઉપર નીચે રખાતી પાટીઓ જ કરે જોઈએ. આ પાટીઓનો ઉપયોગ તેના ઉપર પાના રાખી પુસ્તક વાંચવા માટે પણ થઈ શકે છે.
તાડપત્રીય પુસ્તક સ્વાભાવિક રાત પહોળાઇમાં સાંકડાં અને લંબાઈમાં વધારે પ્રમાણને હોઈ તેમજ તેનાં પાનાંમાં કાગળની જેમ એકબીજાને વળગી રહેવાને ગુણ ન હોવાથી તેનાં પાનાં ખસી ૫ડી વારંવાર સેળભેળ કે અસ્તવ્યસ્ત થઈ ન જાય અને પઠન પાઠનમાં વ્યાઘાત ન પડે એ માટે પુસ્તકની લંબાઈના પ્રમાણમાં પાનાની વચમાં એક અગર બે કાણાં પાડી તેમાં કાયમને માટે લાંબો દરે પરોવી રાખવામાં આવતો (જુઓ ચિત્ર નં. ૪). આ રિવાજ કાગળ ઉપર લખાતાં પુસ્તક માટે શરૂશરૂમાં ચાલુ રહેવા છતાં, એનાં પાનાં પહોળાં હોઈ તાડપત્રીય પુસ્તકેની જેમ એકાએક તેના ખસી પડવાને કે સેળભેળ થઈ જવાનો સંભવ નહિ હોવાથી તાજેતરમાં જ લુપ્ત થઈ ગયો છે; તોપણ એ દોરે પવવાના રિવાજની યાદગીરી તરીકે કાગળ ઉપર લખાએલાં ઘણાંખરાં પુસ્તકમાં લહિયાઓ આજસુધી પાનાની વચમાં 9 ૦ આવા સાદા ચેરસ કે ગોળ આકારની અથવા ચિત્રવિચિત્ર આકારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org