________________
૯5/
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા
૨૫ તેરમી સદી પહેલાં તાડપત્ર તેમજ કપડા ઉપર જ લખાતાં હતાં, ખાસ કરી તાડપત્ર ઉપર જ. પરંતુ તે પછી કાગળનો પ્રચાર૩૦ વધતાં તાડપત્રો જમા ક્રમે ક્રમે કરી સદંતર આથમી ગયે બને એનું સ્થાન કાગળે લીધું. એક તરફથી તાડપત્રની મેઘવારી અને તેને મદ્રાસ, બ્રહ્મદેશ
૨૯ પાટણ, ખંભાત, લીંબડી, જેસલમેર, પૂના વગેરેના પુસ્તકસંગ્રહો, તેની ટીપ, રિપોર્ટ આદિજોયા પછી એમ ખાત્રીપૂર્વક જણાયું છે કે જૈન જ્ઞાનભંડારેમાં અત્યારે મળતી તાડપત્રીય પ્રતિ -જેના જેને અંતમાં સંવતને ઉલેખ થએલો છે એ બધી –-પૈકી એક પણ પ્રતિ વિક્રમની બારમી સદી પહેલાંની લખાએલી નથી.
- ભા. પ્રા. લિ. પૂ. રટિ. ૩ મા તાડપત્ર ઉપર લખાએલા સૌથી પ્રાચીન એક યુટિત નાટકની પ્રતિ મળ્યાની ને આપી છે, જે ઈ. સ. ના બી જ સૈકાની આસપાસમાં લખાએલું મનાય છે. ૩૦ ભારતીય પ્રજા કાગળ બનાવવાની કળા ઈ.સ. પૂર્વે ત્રણ સૈકા પહેલાં પ્રાપ્ત કરી ચૂકી હતી, તેમ છતાં ભારતવર્ષમાં એને લેખન માટે સાર્વત્રિક પ્રચાર થઈ શકે નહે.
આરબોએ ઈ.સ. ૭૦૪માં સમરકંદ નગર સર કર્યું ત્યારે તે પહેલવહેલાં અને ચીંથરાંમાંથી કાગળ બનાવવાનું શીખ્યા. તે પછી તેઓ દમાસ્કસમાં કાગળ બનાવવા લાગ્યા અને ઈસ. ની નવમી શતાબ્દીથી એના ઉપર અરબી પુત લખવાં શરૂ કર્યો. ઈસની બારમી સદીમાં આરબ દ્વારા યુરોપમાં કાગળને પ્રવેશ થયો અને તે પછી પિપાયરસ બનવા બંધ થઈ લખવાના સાધનરૂપે કાગળે મુખ્ય થયા. આ રીતે વિદેશમાં કાગળને પ્રચાર વધવા છતાં ભારતમાં લેખન માટે એને ખાસ પ્રચાર થયે નહોતો. એ જ કારણથી કાગળ ઉપર લખાએલાં પ્રાચીન પુસ્તકે અહીંના જ્ઞાનસંગ્રહમાં ક્યાંય દેખાતાં નથી
ભા. પ્રા. લિ. માં કાગળ ઉપર લખાએલા પ્રાચીન ભારતીય લિપિના ચાર સંસ્કૃત ગ્રંથો મધ્ય એશિયામાંના ચારકંદ નગરની દક્ષિણે ૬૦ માઈલ ઉપર આવેલ કુગિયર સ્થાનમાંથી વેબને મળ્યાનું જણાવ્યું છે, જે ઈસ. ની પાંચમી સદીમાં લખાએલા મનાય છે.
જેને પ્રજા પુસ્તક લેખન માટે કાગળોને કયારથી કામમાં લેવા લાગી એ કહેવું શકય નથી; તેમ છતાં શ્રીમાન જિનમંડનગણિત ગુમારપાવ (રચનાસ. ૧૪૯૨) અને શ્રી રત્નમંદિરમણિકત સપાતરતિમાં (સોળમો સકે) આવતા ઉલ્લેખ મુજબ આચાર્ય શ્રી હેમચંદ્ર અને મહામાત્ય શ્રીવસ્તુપાલે પુસ્તકો લખાવવા માટે કાગળને ઉપયોગ કર્યો હતો એટલે ગુજરાતની ભૂમિમાં વસતી જૈન પ્રજા વિક્રમની બારમી સદી પહેલાંથી ગ્રંથલેખન માટે કાગળને વાપરતી થઈ ગઈ હતી એમ કહી શકાય. જો કે આજ સુધીમાં કોઈ પણ જૈન જ્ઞાનભંડારમાં બારમી તેરમી સદીમાં અગર તે પહેલાં કાગળ ઉપર લખાએલું એક પણ પુસ્તક ઉપલબ્ધ થયું નથી. જૈન જ્ઞાનભંડારના અમારા આજ પર્યંતના અવલોકન દરમિયાન ચિદમી સદીના ઉત્તરાર્ધમાં લખાએલું કે ઈ ઈ પુસ્તક અમે જોએલું છે, પણ તે પહેલાં લખાએલું એક પણ પુસ્તક અમારા જોવામાં આવ્યું નથી.
(क) “एकदा प्रातर्गुरून् सर्वसाधंश्च वन्दित्वा लेखकशालाविलोकनाय गतः। लेखकाः कागदपत्राणि लिखन्तो दृष्टाः। ततः गुरुपार्श्वे पृच्छा। गुरुभिरूचे-श्रीचौलुक्यदेव! सम्प्रति श्रीताडपत्राणां त्रुटिरस्ति ज्ञानकोशे, अतः कागदपत्रेषु ग्रन्थलेखनमिति ।' कु०प्र० पत्र ९६.
(ख) 'श्रीवस्तुपालमन्त्रिणा सौवर्णमषीमयाक्षरा एका सिद्धान्तप्रतिलेखिता । अपरास्तु श्रीताड. कागदपत्रेषु मषीवर्णाञ्चिताः ६ प्रतयः। एवं सप्तकोटिद्रव्यव्ययेन सप्त सरस्वतीकोशाः लेखिताः।' उ०त. पत्र १४२.
પાટણ સંઘવીના પાડાના જૈન જ્ઞાનભંડારમાં વિક્રમ સંવત ૧૨૧૧માં લખાએલી આચાર્ય શ્રી બપભદ્ધિકૃત સ્તુતિવતુવિંતિકા સરીરની પ્રતિ છે, પરંતુ પ્રતિમાનો એ સંવત વિશ્વસનીય માને કે નહિ એ માટે અમે પિતે શંકાશીલ છીએ. ૩૧ પાટણના જૈન જ્ઞાનભંડારમાંથી ચિદમી સદીને એક તાડપત્રને ટુકડો મળે છે, જેમાં તાડપત્રના હિસાબની નેધ કરી છે. તેમાં એક પાનું લગભગ છ આને પડવાનું જણાવ્યું છે. જોકે હમેશને માટે આવી મેઘવારી ન હોય એ સહેજે સમજી શકાય છે, તેમ છતાં કયારેક કયારે ઉપરોક્ત પ્રાચીન તાડપત્રીય પાનામાં જણાવ્યા પ્રમાણેની મેઘવારી થઈ જાય એમાં શંકા જેવું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org