________________
જૈન ચિત્રકલ્પદ્રુમ
૨૬
આદિ જેવા દૂર દેશોમાંથી મંગાવવાની હાડમારી ઉપરાંત તેના ઉપર લખવાની કડાકૂટ તે હતી જ; તેમાં રજપૂતાની અરસ્પરસની સાઠમારી તેમજ મેગલ બાદશાહેાના ઉપરાઉપરી થતા હુમલાઓને પરિણામે એ દરેક હાડમારીમાં સવિશેષ ઉમેરા થતા ગયે'; જ્યારે બીજી બાજુથી કાગળના સાધનની સુલભતા અને સોંધવારી ઉપરાંત તેના ઉપર લખવાની પણ દરેક રીતે સગવડ હતી. આ કારણને લીધે જૈન પ્રજામાં સૈકાએ થયાં ચાલ્યું આવતું તાડપત્ર પરનું લેખન કાગળના પ્રચાર પછી ફક્ત એત્રણ સૈકામાં જકર આથમી ગયું; તે એટલે સુધી કે આજે એ તાડપત્રાને લખવા પહેલાં કેમ કેળવવાં, તેના ઉપરની સહજ કુમાશ—જે તેના ઉપર લખાતી શાહીને ટકવા દેતી નથી તે—તે કેમ દૂર કરવી વગેરેની માહિતી સરખી કાઇને રહી નથી; એટલું જ નહિ પણ તાડપત્ર ઉપર લખવા માટેની શાહી બનાવવાની જે અનેક રીતેા મળે છે, એ બધી રીતેા પૈકીની કઇ રીત સરળ હોવા સાથે કાર્યસાધક છે એ પણ આજે કાઇ કહી શકે તેમ નથી. કપડા ઉપર પુસ્તકા ક્વચિત્ પત્રાકારે લખાતાં હતાં,
૩૨ અમારા અનુભવ છે ત્યા સુધી પંદરમી સદીના અંત સુધી તાડપત્ર પર લખવાનું ચાલુ રહ્યું છે. પંદરમી સદીના અસ્ત સાથે તાડપત્ર ઉપરનું લેખન પણ આથમી ગયું છે.
૭૩ કપડા ઉપર લખાએલી ૩ પાનાંની એક પાવા પાટણમાં વખતજીના શરામાના ‘સઘના જૈન ભંડાર’માં છે, જેમાં ધર્મવિધિપ્રવળ વૃત્તિસહિત, ઝૂરાસ અને ત્રિપદિરાજાવાપુત્તવરિત્ર–ાષ્ટમ્ પર્વ આ ત્રણ પુસ્તકા એ વિક્રમના પંદરમા સૈકામાં લખાએલાં છે. (જુઓ ચિત્ર નં. ૭) એની લેખાઇ-પહોળાઈ ૨૫૪૫ ઈંચની છે. દરેક પાનામાં સેાળસેાળ લીટીએ છે. ધ. વિશ્વ સ્ત્ર. ના અંતમાં નીચે પ્રમાણે લેખકની પુષ્પિકા છે;
સંવત્ ૧૪૧૦૮ (૧૪૦૮ કે ૧૪૧૦૩) વર્ષે વીધાત્રામે શ્રીનચંદ્રસૂરીાં શિષ્યેળ શ્રીરત્નપ્રમસૂરીનાં बांधवेन पंडितगुणभद्रेण कच्छूलीश्रीपार्श्वनाथगोष्ठिक लींबाभार्या गौरी तत्पुत्र श्रावक जसा डूंगर तद्भगिनी श्राविका झी तिल्ही प्रभृत्येषां साहाय्येन प्रभुश्री श्रीप्रभसूरिविरचितं धर्मविधिप्रकरणं श्रीउदय सिंहसूरिविरचितां वृत्तिं श्रीधर्मविधेर्ग्रन्थस्य कार्त्तिकवदिदशमीदिने गुरुवारे दिवसपाश्चात्यघटिकाद्वये स्वपितृमात्रोः श्रेयसे श्रीधर्मविधिप्रन्थमलिखत् ॥ उदकानलचौरेभ्यो मूषकेभ्यस्तथैव च । कष्टेन लिखितं शास्त्र यत्नेन परिपालयेत् ॥ छ ॥
આજ પર્યંતની વિદ્યાનેાની શેાધ દરમિયાન કપડા ઉપર લખાએલું પુસ્તક પત્રાકારે માત્ર આ એક જ મળી શકયું છે. કપડા ઉપર લખાએલા લેકનાલિકા, અઢીદ્વીપ, જંબુદ્વીપ, નવપદ, હ્રીંકાર, ઇંટાકણ આદિ મંત્ર-યંત્રના ચિત્રપટા મળે છે; તેમજ શાસ્ત્રીચ વિષચના, જેવા કે સંગ્રહણી, ક્ષેત્રસમાસ, પ્રાયશ્ચિત્ત, સંયમશ્રેણીનાં ષસ્થાન, ખાસઢ માર્ગણા, પંચતીર્થી વગેરેના અનેક ટિપ્પણાકાર પટા મળે છે.
આજ સુધીમાં કપડા ઉપર લખાએલા જે પુસ્તકા અને મંત્ર-યંત્ર-ચિત્રપટા જોવામાં આવ્યાં છેતે પૈકી સાથી પ્રાચીન પંદરમી સદીમાં લખાએલાં એક પુસ્તક અને બે ચિત્રપટા મળ્યાં છે. પુસ્તકના પરિચય અને ઉપર આપ્યા છે. એ ચિત્રપટી પૈકીના એક સંપ્રńીટિપ્પન વટ સંવત ૧૪૫૩માં લખાએલે છે, જે પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજના પ્રશિષ્ય મુનિ જસવિજયજીના સંગ્રહમાં છે. એની લંબાઇ-પહોળાઈ ૧૬૬×૧૧) ઈંચની છે. પટના અંતમાં લેખકની પુષ્પિકા આ પ્રમાણે છેઃ सं० १४५३ वर्षे चैत्रमासे शुक्लपक्षे द्वादश्यां तिथौ रविवारे अद्येह श्रीमदणहिलपुरपत्तने साधुपूर्णिमापक्षीयभट्टारक श्रीअभय चंद्रसूरिपट्टे श्रीरामचंद्रसूरियोग्यं संग्रहणीटिप्पनकं लिखितमस्ति लालाकेनीलेखि મીજો, પાટણના સંઘવીના પાડાના જૈન તાડપત્રીય પુસ્તકભંડારમાંના પા, નં ૨૪૦ તરીકે રાખેલ એ ટુકડા રૂપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org