________________
ભારતીય જૈન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા
૨૯
આટલું સામાન્ય વિવેચન કર્યાં પછી અમે અહીં તાડપત્ર, કાગળ, કપડા આદિને લગતી કેટલીક વિશિષ્ટ માહિતી આપીએ છીએ.
તાડપત્ર
તાડપત્ર એ ઝાડનાં પાંદડાં છે. એના ઝાડનું સંસ્કૃત નામ તરુ અથવા તાજ છે અંતે ગૂજરાતી નામ તાડ છે. એ બે જાતનાં થાય છેઃ ૧ ખરતાડ અને ૨ શ્રીતાડ. ૧ ગૂજરાત વગેરે પ્રદેશેાની ભૂમિમાં તાડનાં જે ઝાડ જોવામાં આવે છે એ બધાં ય ખરતાડ છે. એનાં પત્ર—પાંદડાં જાડાં, લંબાઈ પહેાળામાં ટૂંકાં અને નવાં તા હોય ત્યારે પણ આંચકા કે ટક્કર લાગતાં ભાંગી જાય તેવાં ખરડ હાવા સાથે જલદી સડી છઠ્ઠું થઇ જાય એવાં હેાય છે, એટલે એ તાડપત્રને ઉપયોગ પુસ્તક લખવા માટે થતો નથી. ૨ શ્રીતાડનાં વ્રુક્ષા મદ્રાસ, બ્રહ્મદેશ આદિમાં મેટા પ્રમાણમાં થાય છે. તેનાં પત્ર—-પાંદડાં શ્લષ્ણુ, ૩૭×૩ ઇંચ કરતાં પણ વધારે લાંબાં-પહેાળાં૩૮ તેમજ સુકુમાર હેાય છે. તેને સડી જવાના કે ખૂળ લચકાવવામાં અગર વાળવામાં આવે તાપણ એકાએક તૂટી જવાને ભય રહેતા નથી, કેટલાંક શ્રીતાડની જાતિનાં તાડપત્ર લાંબાં-પહેાળાં હાવા છતાં સહેજ ખરડ હોય છે, મ છતાં તેના ટકાઉપણા માટે જરાય અંદેશા રાખવા જેવું નથી. પુસ્તક લખવા માટે આ શ્રીઘડનાં પત્રાના જ ઉપયાગ કરવામાં આવતા.૩૯
બ્રહ્મદેશ આદિમાં પુસ્તકને ટકાઉ બનાવવા માટે ત્રણ, ચાર અગર તેથી પણ વધારે તાડત્રાને એકસાથે સીવી લઈ તેના ઉપર લખવામાં આવે છે, પણ જૈન પુસ્તકો એવી રીતે ક્યારેય લખાયાં નથી. જૈન પુસ્તકા એકવડાં તાડપત્રમાં જ લખાયાં છે.
તાડપત્રા જૂનાં થતાં તેના સ્વભાવ કાગળ અને કપડાને ખાઇ જવાના હોય તેમ લાગે છે, કેમકે જે તાડપત્રીય પુસ્તકની વચમાંનાં ગૂમ થયેલાં કે તૂટી ગયેલાં પાનાંને બદલે કાગળનાં જે નવાં પાનાં લખાવીને પાછળથી ઉમેરવામાં આવ્યાં છે એ, અત્યારે એટલી ઋણ સ્થિતિમાં નજરે પડે છે કે જે જાતની જીર્ણ અવસ્થા મૂળ પ્રતિની પણ નથી. સંભવ છે કે તાડપત્રીય પુસ્તકની શાહીમાં લાખ વગેરે પડતાં હાવાથી તેના સંસર્ગને લીધે પણ કાગળ ખવાઇ જતા હાય. એ ગમે તેમ હા, પણ એક વસ્તુ તે અમારા અનુભવની છે કે તાડપત્રીય પુસ્તક ઉપર બાંધવામાં આવેલાં કપડાં થાડાં વર્ષમાં જ કાળાં પડી જાય છે.
કાગળ
કાગળને માટે આપણા પ્રાચીન સંસ્કૃત ગ્રંથેામાં વાર્ અને દ્ર શબ્દો વપરાએલા
૭૮ પાટણમાં સંઘવીનાપાડાના જૈન જ્ઞાનભંડારમાં પ્રમેય માર્તજીની પ્રત છે,
૩૭ ઈંચ લાંબી છે.
૩૯ તાડપત્રને ઝાડ ઉપર જ માઢ થવા દેવામાં આવે છે અને એ ઘરડાં થાય તે પહેલાં તેને ઉતારી, સીધાં કરી એકીસાથે જમીનમાં દાટવામાં આવે છે. ત્યાં એ તાડપત્ર પેાતાની મેળે સૂકાઇ ગયા પછી એને લખવા માટે ઉપયોગ થાય છે. રીતે સૂકાએલું તાડપર્વ, તેની લીલાશ તેના પેાતાનામાં મરેલી-સમાએલી હેાઈ વધારે કામળ બને છે.
૪૦ જુઓ ટિ. નં. ૩૦ (લ).
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org