________________
ર
જૈન ચિત્રકલ્પદ્રુમ પડતાં ન હતાં. ભારતવાસીઓ માંથી કાગળ બનાવવાનું ઈ.સ. પૂર્વે ત્રીજા ચોથા સૈકાથી જાણ ગયા હતા. પુરાણોમાં પુસ્તકે લખાવીને દાન કરવાનું મોટું પુણ્ય માનવામાં આવ્યું છે. ચીની યાત્રી યુએસંગ અહીંથી ચીન પાછા ફરતી વખતે વીસ ઘડાઓ ઉપર પુસ્તક લાદીને પોતાની સાથે લઈ ગયો હતો, જેમાં ૬૫૭ જુદાજુદા ગ્રંથો હતા. મધ્યભારતનો શ્રમણ પુણ્યોપાય ઈ.સ. ૬૫૫માં પંદર કરતાં વધારે પુસ્તક લઈ ચીન ગયો હતો. આ બૌદ્ધ ભિક્ષુઓ યુરોપ કે અમેરિકાના લક્ષ્મીપતિઓ ન હતા કે પીઆની થેલીઓ ખોલીને પુસ્તક ખરીદે. એ બધાં પુસ્તકે તેમને ગૃહસ્થ, ભિક્ષુઓ, મડો અથવા રાજાઓ તરફથી દાન જ મળ્યાં હશે. જ્યારે માત્ર દાનમાં ને દાનમાં જ આટલાં પુસ્તક આપવામાં આવ્યાં તો સહેજે અનુમાન કરી શકાય છે કે લિખિત પુસ્તકો અને વિવિધ પ્રકારની લેખનસામગ્રીની ભારતવર્ષમાં કેટલી પ્રચુરતા હશે!
જૈન લેખનકળા પ્રસંગોપાત ભારતીય આર્ય સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવતી લેખનકળાને સંક્ષિપ્ત પરિચય આપ્યા પછી હવે જૈન લેખનકળાના મુખ્ય વિષય તરફ આપણે આવીએ. પરંતુ એને અંગે અમારું વક્તવ્ય રજુ કરતાં પહેલાં જૈન શમણુસંસ્કૃતિએ લેખનકળા ક્યારે અને શા માટે સ્વીકારી અને એને
સ્વીકાર કર્યા અગાઉ જૈન શ્રમણની પિતાના પદપાઠનને અંગે શી વ્યવસ્થા હતી એ આપણે જોઈએ. લેખનકળાને સ્વીકાર પહેલાં જૈન શ્રમણોનું પઠન-પાઠન
ત્યાગધર્મની ઉચ્ચ કક્ષાને સાધનાર જૈન શ્રમણે પરિગ્રહભીર હાઇ જેમ બને તેમ ઓછામાં ઓછા વસ્તુના પરિગ્રહથી અથવા સાધનોથી પિતાને નિર્વાહ કરી લેતા હતા, તેમજ તે જમાનામાં પ્રત્યેક વિષયને મુખપાઠ રાખવાની ને મુખપાઠ ભણવા-ભણાવવાની પદ્ધતિ સમગ્ર ભારતવર્ષમાં હોવા ઉપરાંત જૈનશ્રમણની પરિગ્રહને લગતી વ્યાખ્યા પણ અતિ ઝીણવટભરી હતી કે અધ્યયન-અધ્યાપન માટેનાં પુસ્તકાદિ જેવાં સાધને લેવાં એ પણ અસંયમ. અર્થાત ત્યાગધર્મને હાનિ પહોંચાડનાર તેમજ પાપપ૦ મનાતું. કારણ એ હતું કે જૈન શ્રમણ બુદ્ધિસંપન્ન તેમજ અદ્ભુત સ્મરણશક્તિવાળા
આવે છે. આ પાયરસે કાં તો લાકડાની પેટીમાં સુરક્ષિત રીતે રાખેલા મૃતના હાથમાં રાખેલા હોય છે અથવા તેમના શરીર ઉપર લપેટેલાં હોય છે. મિસરમાં ઈ.સ. પૂર્વે ૨૦૦૦ વર્ષ લગભગનાં એવાં પાયરસ મળે છે. લખવાની કુદરતી સામગ્રી સુલભ ન હેવાને કારણે યુરોપવાસીઓ ખબ પરિશ્રમપૂર્વક ઉપરોક્ત છેડની છાલને ચેટીચાંટાડીને પાન બનાવતા હતા. ભા. પ્રા. લિ. પૃ. ૧૬ ટિ. ૧. ૧૦ (૪) નિશીયમનુષ્ય તથા માર્ગમાં જણાવ્યું છે કે
'पोत्थग जिण दिदंतो, वग्गुर लेवे य जाल. चक्के य ।' અર્થાત–“શિકારીઓના ફાસલામાં સપડાએલું હરણ, તેલ વગેરેમાં પડેલી ભાખ, જાળમાં પકડાએલા માછલાં વગેરે તેમાંથી છટકી જઈ બચી શકે છે, પણ પુસ્તકના વચમાં ફસાઈ ગએલા જીવ બચી શકતા નથી. તેથી પુસ્તક રાખનાર શ્રમણના સંયમને હાનિ પહોંચે છે.”
આ પછી આગળ ચાલતાં કેવળ મેહને ખાતર પુરતકને સંગ્રહ કરનાર, લખનાર, પુસ્તકની બાંધછોડ કરનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org