________________
જેન ચિત્રકલ્પદ્રુમ આવે છે. ઉત્તરી શૈલીને પ્રચાર વિંધ્યાચલથી ઉત્તરના દેશમાં અને દક્ષિણી શૈલીને પ્રચાર દક્ષિણ તરફના દેશમાં રહ્યો છે, તેમ છતાં ઉત્તરના દેશમાં દક્ષિણી શૈલીના અને દક્ષિણના દેશમાં ઉત્તરી શૈલીના શિલાલેખ કઈ કઈ ઠેકાણે મળી આવે છે. ઉત્તરી શૈલીની લિપિઓમાં ગુપ્તલિપિ, કુટિલલિપિ, નાગરી, શારદા, બંગલાલિપિને સમાવેશ થાય છે અને દક્ષિણી શૈલીની લિપિઓમાં પશ્ચિમી, મધ્યપ્રદેશ, તેલુગુ, કનડી, ગ્રંથલિપિ, કલિંગલિપિ, તામિલલિપિ, અને વળુત્તલિપિઓનો સમાવેશ થાય છે. જેમને પ્રાચીન લિપિઓનો પરિચય નહિ હોય તેઓ તે એકાએક માનશે પણ નહિ કે આપણા દેશની ચાલુ નાગરી, શારદા (કાશ્મીરી), ગુરુમુખી (પંજાબી), બંગલા, ઊંડયા, તેલુગુ, કનડી, ગ્રંથ, તામિલ આદિ દરેક લિપિ એક જ મૂળ લિપિ બ્રાહ્મીમાંથી નીકળી છે, તેમ છતાં એ વાત તદ્દન જ સાચી છે કે અત્યારની પ્રચલિત તમામ ભારતીય લિપિઓનો જન્મ બ્રાહ્મી લિપિમાંથી થયો છે. ભારતની મુખ્ય લિપિ ઉપર જણાવવામાં આવ્યું એ ઉપરથી સમજી શકાય છે કે ભારતવર્ષમાં ખરોષ્ઠી લિપિનો પ્રચાર ઈરાનવાસીઓના સહવાસથી જ થયો છે. ખરું જોતાં ભારતવાસીઓની પિતાની લિપિ તો બ્રાહ્મી જ છે. બ્રાહ્મી લિપિ ભારતવર્ષની સ્વતંત્ર તેમજ સાર્વદેશિક લિપિ હોવાથી જૈન સંસ્કૃતિ અને બૌદ્ધ સંસ્કૃતિએ પોતાના ગ્રંથો પણ એમાં લખ્યા છે અને લિપિઓની નામાવલિમા એનું નામ પણ પહેલું મૂક્યું છે. ભારતીય લિપિની વિશિષ્ટતા
ભારતીય આર્ય પ્રજાએ બુદ્ધિમત્તાભર્યા અને સૌથી મહત્વના બે કાર્યો કર્યાં છે. એક બ્રાહ્મી લિપિની રચના અને બીજું ચાલુ પદ્ધતિના અંકોની કલ્પના. દુનિયાભરની પ્રગતિશીલ જાતિઓની લિપિઓ તરફ નજર કરતાં તેમાં ભારતીય આર્ય લિપિના વિકાસની ગંધ સરખી નથી દેખાતી. ક્યાંક તો ધ્વનિ અને ચિહ્ન–અક્ષરોમાં સામ્યતા ન હોવાને લીધે એક જ ચિહ્ન-અક્ષરમાંથી એક કરતાં અનેક ધ્વનિઓ પ્રગટ થાય છે અને કેટલાએક ધ્વનિઓ માટે એક કરતાં અધિક ચિહ્ન વાપરવાં પડે છે, એટલું જ નહિ પણ એ વર્ણમાલામાં કોઈ વાસ્તવિક શાસ્ત્રીય ક્રમ જ દષ્ટિગોચર થતું નથી. કઇક ઠેકાણે લિપિ વર્ણાત્મક ન હતાં ચિત્રાત્મક છે. આ બધી લિપિઓ માનવજાતિના જ્ઞાનની પ્રારંભિક દશાની નિર્માણસ્થિતિમાંથી આજસુધીમાં જરા પણ આગળ વધી શકી નથી, જ્યારે ભારતીય આર્ય પ્રજાની બ્રાહ્મી લિપિ હજારો વર્ષ પૂર્વે જ એટલી ઉચ્ચ હદે પહોંચી ગઈ હતી કે એની સરસાઈ જગતભરની લિપિઓમાંની કોઈ પણ લિપિ આજ સુધી કરી શકી નથી. આ લિપિમાં ધ્વનિ અને અક્ષરને સંબંધ બરાબર ફેનોગ્રાફના ધ્વનિ અને તેની ચૂડીઓ ઉપરનાં ચિહ્નો જેવો છે. આમાં પ્રત્યેક આર્ય વનિને માટે જુદાં જુદાં ચિહ્નો હોવાને લીધે જેવું બેલવામાં આવે છે તેવું જ લખાય છે અને જેવું લખવામાં આવે છે તેવું જ બોલાય છે, તેમજ વર્ણમાલા-અક્ષરનો ક્રમ પણ બરાબર
૮ જુઓ ટિપ્પણન. ૫ અને ૭ (૧).
જૈન આગમ માવતીમાં નો વૈg સ્ટિવી” એ પ્રમાણે બ્રાહ્મીલિપિને નમસ્કાર કરવામાં આવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org