Book Title: Jain Chitrakalpadrum
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 26
________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા લિપિબદ્ધ કરવાનો અર્થાત પુસ્તકાદ્ધ કરવાનો નિરધાર કરવામાં આવ્યું. આ નિર્ણય જાહેર થતાં જૈન શ્રમણસંસ્કૃતિને કહે, જૈન ભિક્ષુઓને કહો યા જૈન સંપ્રદાયને કહે, લેખનકળા અને તેનાં સાધનો એકઠાં કરાવવાની આવશ્યકતા ઊભી થઈ અને તે એકઠાં કરાવા પણ લાગ્યાં. જેમજેમ જૈન ભિક્ષુઓની યાદદાસ્તીમાં દિન-પ્રતિદિન ઘટાડે થતો ગયે અને મૂળ આગમોને મદદગાર અવાંતર આગમે, નિર્યુક્તિ-સંગ્રહણી-ભાષ્ય-ચૂણિરૂપ વ્યાખ્યાગ્રંથ તેમજ સ્વતંત્ર વિધવિધ પ્રકારને વિશાળ સાહિત્યરાશિ રચવા-લખવાનો પ્રસંગ પ્રાપ્ત થતો ગયો તેમ તેમ લેખનકળાની સાથેસાથે તેનાં સાધનોની વિવિધતા અને ઉપયોગિતામાં વધારો થતો ગયો. પરિણામે જન શ્રમણો પિતે પણ એ સાધનો સંગ્રહ કરવા લાગ્યા. એટલું જ નહિ પણ જૈન મણસંસ્કૃતિ, જે એક કાળે પુસ્તકાદિને પરિગ્રહ કરવાની વાતને મહાપાપ તરીકે માનતી હતી અને તે બદલ કડકમાં કડક દંડપ્રાયશ્ચિત્ત ફરમાવતી હતી, તે જ સંસ્કૃતિને વારસો ધરાવનાર તેના સંતાનભૂત સ્થવિરેને નવેસરથી એમ નધવાની જરૂરત પડી કે “બુદ્ધિ,૧૭ સમજ અને યાદશકિતની ખામીને કારણે તેમજ કાલિકકૃતાદિની નિર્યુક્તિના કેશને માટે પાંચ પ્રકારનાં પુસ્તક લઈ શકાય છે અને તે લેવામાં સંયમની વૃદ્ધિ છે.” જન સિંધસમવાય અને વાચનાઓ ઉપર અમે જે જૈન સંઘસમવાય અને વાચનાઓને ઉલ્લેખ કરી ગયા તેનો અહીં ટૂંક પરિચય આપવા આવશ્યક માનીએ છીએ. “સંધસમવાય’ને અર્થ “સંઘનો મેળાવડો” અથવા “સંધસમેલન થાય છે અને વચનાને અર્થ “ભણાવવું થાય છે. આચાર્ય પોતાના શિષ્યોને સૂત્ર, અર્થ વગેરે ભણાવે છે એને જૈન પરિભાષામાં વાચના કહેવામાં આવે છે. સામાન્ય રીતે સંઘસમવાયો ઘણે પ્રસંગે થતા રહે છે, પરંતુ જૈન સંપ્રદાયમાં જૈન આગમોના વાચન, અનુસંધાન અને લેખન નિમિત્તે મળી એકંદર ચાર યાદગાર મહાન સંધસમવાયો થયો છે, એ પૈકીના પહેલા ત્રણ સંઘસમવાયો જૈન આગના વાચન અને અનુસંધાન નિમિત્ત થયા છે અને ચોથે સંઘસવાય તેના લેખન નિમિત્તે થયો છે. પહેલો સંઘસમવાય ચૌદપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહુના જમાનામાં વીર સંવત ૧૬૦ ની આસપાસ જૈન વિના આધિપત્ય નીચે પાટલિપુત્રમાં થયો હતો. તે સમયે થએલ જૈન આગમોની વાચનાને “પાટલિપુત્રી વાચના” એ નામથી ઓળખવામાં આવે છે. બીજો અને ત્રીજો સંઘસમવાય આ ઉપરથી સમજી શકાય છે કે દરેક મહત્ત્વના સંઘસમવામાં સંભાવિત શ્રાવકની હાજરી માન્ય હતી. ૧૭ (%) “જતિ પચાપ, વઢિાળિsgત્તિો –નિયમગ્ર ૩૦ ૧૨. (ख) 'मेहा-ओगहण-धारणादिपरिहाणिं जाणिऊण, कालियसुयणिज्जुत्तिणिमित्तं वा पोत्थगपणगं ત્તિ. જો ત્તિ રાગો –નિશીયસૂળી. (ग) 'कालं पुण पडुच्च चरणकरणटा अब्बोच्छित्तिनिमित्तं च गेण्हमाणस्स पोत्थए संजमो भवइ ।' -વૈવસ્ત્રશૂળી પત્ર ૨૧. १८ 'तम्मि य काले बारसवरिसो दुक्कालो उवट्रितो । संजता इतो इतो य समुद्दतीरे गच्छित्ता पुणरवि पाडलिपुत्ते मिलिता । तेसिं अण्णस्स उद्देसओ, अण्णस्स खंडं, एवं संघाडितेहिं एकारस अंगाणि संघातिताणि, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158