________________
શ્રી. હૈમ સારસ્વત સત્ર ગુજરાતી સાહિત્ય પરિષદ
ખાસ અધિવેશન
બેઠકના અહેવાલ
પ્રથમ દિવસ
[ શુક્રવાર, તા. ૭-૪-૧૯૩૯ ]
પાટણનગરી
ગુર્જર મહારાજાધિરાજ પરમભટ્ટાર્ક શ્રી. સિદ્ધરાજ જયસિંહદેવની એક સમયની અખિલ ભારતવર્ષમાં સુપ્રસિદ્ધ રાજધાની પાટણમાં ગુજરાતી સાહિત્ય પરિષદના ખાસ સંમેલન અંગે હૈમ સારસ્વત સત્રના તા. ૭-૮-૯ એપ્રિલ ૧૯૩૯ ના ત્રણે દિવસે અપૂર્વ ઉત્સાહ અને ઉલ્લાસના હતા. એક કાલની એ અદ્વિતીય અલખેલી ગુર્જર પાટનગરી સમયની કૂચમાં જાણે નાની થઈ ગઈ હતી, છતાં આ ત્રણ દિવસે માં તા એણે અસંખ્ય માનવમેદનીની ભરવસ્તીથી મઢુત્તા અને વિવિધ રમણીયતા ધારણ કરી હતી. ભૂત અને વર્તમાન તેમના પૂર રંગમાં પાટણની ઐતિહાસિક સુરખીમાં નવીન ભાત પાડતા હતા.
પાટણની આસપાસની નાગરિક તેમ જ ગ્રામજનતા તેમજ દૂર દૂરનાં અમદાવાદ, વડાદરા, મુંખાઈ, દિલ્હી વગેરે શહેરામાંથી ઊતરી આવેલા વિદ્વાન, સાહિત્યકલારસિકા, પુરાતત્ત્વરિકા અને અન્ય સંસ્કારી જનસમુદાયથી પાટણની ભૂમિ આહ્લાદમય જણાતી હતી. પાટણના નાગરિકાએ એ મંગળ પ્રસંગને ભક્તિભાવે અપનાવી, વધાવી, પેાતાની પુરાણ પાટણપુરીને પૂર એપથી આપાવી હતી. આખીયે નગરી કલારસિકતાથી શણગારવામાં આવી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org