________________ જરા એકજ મિનૉટ... પ્રકાશજો વાત અમારી ગ્રંથમાળા તરફથી પ્રકાશિત “એક મની વાર્તા” (ધન્યકુમાર ચરિત્ર-સચિત્ર) પુસ્તકને ચોમેરથી અનહદ આવકાર મળતાં અને આવી જ રીતે બીજા પણ મહાપુરૂષોનાં ચરિત્રો સચિત્ર બાલભોગ્ય શૈલીમાં બહાર પડે એવી તાકીદની જરૂરિયાત છે આવા સૂચનો ઠેર ઠેરથી મળતા જ એક સરસ વાર્તા” (સમરાદિત્ય-ચરિત્ર સચિત્ર)નું પ્રકાશન સંભવ બન્યું છે. { જૈન દર્શનના કથાનુ યોગના વિશાલ સાગરમાં સંવેગ અને ઉપશમાં ઝરણામાં ઝીલવા માટે ‘સમરાઈથ્ય કહા’ મહાકથા એક અણમોલ મોતી સમાન છે. નવનવ ભવો સુધી કષાયના વિપાકના કારણે જીવની કેવી સ્થિતી થાય છે એ જાણવા માટે આ પુસ્તિકા અત્યંત બોધપ્રદ બની શકે તેમ છે. [ આવા ભગીરથ મહાકાર્યમાં અનેક સુશ્રાધ્યવયોએ સુંદર રસ લઈ પોતાની લક્ષ્મીનો સદુપયોગ કરી અમારા ઉત્સાહમાં જે વૃદ્ધિ કરી છે એ સર્વે ભાગ્યશાલીઓનો અમે આ તકે ખૂબ-ખૂબ આભાર માનીએ છીએ. આ કલર ચિત્રો બનાવવામાં જાણીતા ચિત્રકાર શ્રી શંકરભાઇ ભટ્ટ તેમજ ફોર કલર ઓફ્લેટ પ્રીન્ટીંગમાં પુસ્તક સુંદર સુરેખ બને તે મુજબ જયંત પ્રિન્ટરીવાળા શ્રી છોટુભાઇએ પણ સુંદર કાર્ય કરેલ છે. આ તકે એમનો પણ ખૂબ આભાર માનીએ છીએ. આજે પ્રાય: કરીને ઘેર ઘેર ટી.વી. વિડીયોના કારણે બાળકોને એની અસરમાંથી મુક્ત કરવા મુશ્કેલ છે છતાં પણ આ મહાકથા દ્વારા જીવનમાં સુસંસ્કારો જાગૃત બને એજ એક ભાવનાથી આ પુસ્તિકાનું પ્રકાશન થઇ રહ્યું છે.' પ્રકાશન વધુ ઉપયોગી બને એ અંગે સલાહ/સૂચન માર્ગદર્શન અમને આવકાર્ય છે પ્રાંતે ઉપશમરસ પ્રાપક આ પુસ્તિકાને વાંચી સમ્યગજ્ઞાન મેળવી પરંપરાએ રત્નત્રયીની આરાધનામાં જીવન ઉન્નત ઉજ્જવલ બનાવીએ. ફરી આ પુસ્તિકાના પ્રકાશનમાં સહયોગી એવા પ્રત્યેકના આભાર સાથે આ પુસ્તિકા આપના કરકમલમાં રાખતાં અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ. કથા સાહિત્ય ગ્રંથમાળા વતી ઉમેશચન્દ્ર ભોગીલાલ શાહ