________________ જૈન ઇતિહાસમાં સમરાદિત્યના આ કથાનક પર અનેક લેખકોની કલમો ફરી ચૂકી છે અને તે આ કથાનક ઉપર વિવેચનામય અનેક ગ્રંથો પણ બહાર પડી ચૂક્યા છે પરંતુ એ બધા વિદ્વદ્ભોગ્ય કહી શકાય એવા છે. ' જેની ઉપર ભાવિપેઢીનો બધો જ આધાર રહેલો છે એવા પાઠશાળામાં અભ્યાસ કરતા નાના-નાના બાળક બાળિકા માટે બાલભોગ્ય ભાષામાં સમરાદિત્યની કથા જો લખાઇ હોય તો જ તે કદાચ આ પ્રથમ જ હશે. મુનિરાજશ્રી હર્ષશીલ વિજયજી સારી એવી વકતૃત્વકળાને વર્યા હોવા છતાં પોતાની શક્તિને વકતૃત્વની સીમામાં મર્યાદિત ન કરી દેતા ગુરુઓના આશીવાદ ઝીલી લેખન ક્ષેત્રમાં પણ અપનાવી રહ્યા છે એ આનંદની વાત છે. અને એમાંય બાલભોગ્ય ભાષામાં રચાતું સાહિત્ય આજે જ્યારે ખૂબ જ ઓછું જોવા મળે છે ત્યારે તો આવા સાહિત્યની રચના જૈન સંઘ અને સમાજ માટે ખરેખર એક આશીર્વાદ રૂપ બની જશે. તે લેખક મુનિશ્રીએ સૌ પ્રથમ પોતાની લેખિની દ્વારા ધન્યચરિત્રનું બાલભોગ્ય ભાષામાં આલેખન કર્યું. જે “એક મઝેની વાત’ નામે પુસ્તકસ્થ થઈ પ્રકાશિત પણ થઇ ચૂકયું. ક ઘણાં લેખકોના લખાણો લખાયા પછી વર્ષો સુધી એમને એમ સંઘરાઈને પડયા રહેતા હોય છે એને પ્રગટ થતા પહેલા ઘણા વર્ષો અંધકારમાં પસાર કરવા પડતા હોય છે. રવિ ત્યારે લેખક મુનિશ્રી એવું પુણ્ય લઈને આવ્યાં છે કે એમને એમની શક્તિને ઉત્સાહનું બળ ( પુરું પાડે એવા ગુરદાદાગુરુ પણ એમને મળી ગયા છે. - દાદાગુરુ તરીકે પંન્યાસજી શ્રી ભદ્રશીલ વિજયજી ગણિવર્ય અને ગુરુ તરીકે પંન્યાસજીશ્રી ગુગશીલ વિજયજી ગણિવર્યનું પીઠબળ અને પૂ. મુનિરાજશ્રી તુલશીલ વિજયજી મ. નું સંપાદન કૌશલ્ય આ બધાની ફળશ્રુતિરૂપે લેખક મુનિશ્રીનું “એક મઝેની વાર્તા” પછીનું આ બીજાં પ્રકાશન “એક સરસ વાત” એ નામે સચિત્ર પ્રકાશિત થઇ રહ્યું છે. આ આ વાર્તા ખરેખર નાના મોટા સહુ કોઈએ વાંચવા જેવી છે. વાંચીને વિચારવા જેવી છે અને એના દ્વારા પ્રાપ્ત થતો બોધ આચરણમાં ઉતારવા જેવો છે. પ્રત્યેક પાઠશાળામાં આ સચિત્ર પ્રકાશનો જે દાખલ થઇ જાય તો બાળકોને એક નવી દિશા અને નવો બોધ મળી રહે! કથા સાહિત્ય ગ્રંથમાળાનું આ દ્વિતીય કથા પ્રકાશન સહુ કોઇને અગ્નિશમ જેવા ન બનતા સમરાદિત્ય જેવા બનવા માટેની પ્રેરણા પૂરી પાડી દે તો પણ બસ છે. સહુ કોઇ સમરાદિત્ય જેવા બની સમતારસમાં મ્હાલતા ભવની પરંપરાનો અંત આણી સિદ્ધિસુખના સ્વામિ બને એ જ શુભાભિલાષા. નોંઘણવદર આચાર્ય વિજયમુક્તિપ્રભસૂરિ પ્રસ્તાવના આલેખક: પ્રભાવક પ્રવચનકાર સુપ્રસિધ્ધ સાહિત્યકાર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ - વિજ્ય મુક્તિપ્રભ સૂરીશ્વરજી મહારાજા ચિત્ર સંકલન / સંયોજન : મધુરભાષી પૂ. મુનિપ્રવર શ્રી કુલશીલ વિજયજી મહારાજ.