Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• ખજાનો મજાનો •
१८९९
હ ૨૭- નયલતાની અપેક્ષા હ (એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. “સાધુ પોતાના સાધર્મિકોને આમંત્રણ આપીને જ ગોચરી વાપરે” આ શું સૂચવે છે ? ૨. “સાધુ પૃથ્વી સમાન છે” પૃથ્વીની ઉપમા આપવા દ્વારા ગ્રંથકારશ્રી શું કહેવા માંગે છે ? ૩. દેહાદિ પુગલોની મમતા ક્યારે તૂટે ? તે તોડવા સાધુ શું વિચારણા કરે ? ૪. “ઈન્દ્રિયવિજેતા બની સ્વાધ્યાયરમણતા કરે તે સાધુ સાધુનું આ વિશેષણ સમજાવો. ૫. દશવૈકાલિકમાં કહેલ “ભેદક, ભેદસાધન અને ભેદ્ય તેની નિરુક્તિ સહિત અર્થ જણાવો. ૬. સાધુના અન્ય પર્યાયવાચી શબ્દો- ચરક, લપક, તપસ્વીની નિરુક્તિ જણાવો. ૭. અસલી સુવર્ણની સાથે ભાવસાધુને સરખાવો. ૮. દ્રવ્યભિક્ષુ કોને કહેવાય ? (બી) નીચેના પ્રશ્નોના સંક્ષેપમાં જવાબ આપો. ૧. સાધુ અવસરે પણ કેવા શબ્દો બોલે ? ૨. સાધુને તીર્ણ શા માટે કહ્યા ? ૩. સાધુને યતિ કઈ કઈ રીતે કહેવાય ? ૪. સાધુનું એક નામ દ્રવ્ય પણ છે તે કઈ રીતે ? ૫. સાધુને અણગાર શા માટે કહ્યા ? ૬. અપવાદ તે ઉન્માર્ગ ક્યારે બને ? ૭. નમિરાજર્ષિનું દષ્ટાન્ત ક્યાં આગળ વિસ્તારથી બતાવવામાં આવ્યું છે ? ૮. નમિરાજર્ષિ કઈ ભાવનાના માધ્યમે વૈરાગ્યમાર્ગે આગળ વધી દીક્ષા લેવા તૈયાર થયા ? ૯. “તાયી' કોને કહેવાય ? ૧૦. ‘તાપસ કોને કહેવાય ? (સી) ખાલી જગ્યા પૂરો. ૧. જેને દેહનું ભાવથી મમત્વ ન હોય તેને દેહનું ......... કર્યું કહેવાય. (બુત્સર્જન, ત્યાગ, પરિવર્તન) ૨. આર્યપદ એટલે ...... જણાવનારા પદ. (શુદ્ધધર્મ, આર્યધર્મ, ધર્મ) ૩. પાપનો ક્ષય કરે છે .......... કહેવાય. (તાપસ, ભિલુ,પક) ૪. ......... કરવાના કારણે સાધુને પ્રજ્ઞાપક કહેવાય. (તપ, સાધના, પ્રરૂપણા) ૫. મોક્ષસુખની ઝંખનાને ......... કહેવાય. (નિર્વેદ, સંવેગ, આશ્રવ) ૬. ભાવસાધુના ......... ગુણો હોય છે. (૮, ૭, ૩) ૭. .......... ને છોડવો તે ક્ષમા કહેવાય. (ક્રોધ, અહંકાર, આગ્રહ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org