Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
तत्त्वज्ञानानुविद्धदीक्षया ससङ्गवासनोच्छेदः •
द्वात्रिंशिका - २८/२२ ससङ्गप्रतिपत्तिर्हि ममतावासनात्मिका । असङ्गप्रतिपत्तिश्च मुक्तिवाच्छाऽनुरोधिनी ।। २१ ।। अनादिकालाऽनुगता महती सङ्गवासना । तत्त्वज्ञानाऽनुगतया दीक्षयैव निरस्यते ।। २२ ।।
१९३०
વાસના =
प्रतिपत्तिद्वैविध्यप्रदर्शनेनेदमेव समर्थयति - 'ससङ्गे 'ति । स्पष्टार्थेयं कारिका । नवरं न केषु - चिदभिष्वङ्गः कश्चनाऽपि हि कुत्रचित् ← (सं.गी. ८/८) इति संन्यासगीतावचनमप्यत्रानुयोज्यम् ।।२८/२१ ।। भावदीक्षायां सङ्गशून्यतामावेदयति- 'अनादी 'ति । अनादिकालाऽनुगता अत एव महती सङ्गलोक-देह-परिवारादिगोचरमोहादिसंज्ञा तत्कार्यभूता लोकाऽऽवर्जन- सम्भाषणादि-स्निग्धमधुराद्याहारोपभोग-विभूषादि-स्वापत्योत्पादनादिप्रवृत्तिश्च । 'प्रव्रज्याया ज्ञानयोगप्रतिपत्तिरूपत्वात्' (यो.दृ.१० वृ.) इति પ્રાગુર્દા (દા.દા.૧૧/૧૨ માળ- પૃ.૧૨૮૮) ચોવૃષ્ટિસમુયવૃત્તિવવનેન તત્ત્વજ્ઞાનાનુમતયા = તોજઅને જડ એવા શરીરમાં કશું મૂર્છા કરવા લાયક તત્ત્વ છે જ નહિ. પણ ભાવસાધુ દ્વારા કેવળ નિર્દોષ સંયમજીવન પ્રત્યેની મમતાથી શરીરની સાચવણી થાય છે. અવસરે સંયમ અને તપના પાલનમાં શરીરનો ઉપયોગ પણ થાય છે. માટે શરીરના અનુરાગ વિના પણ સંયમપાલનને લક્ષમાં રાખવાથી શરીરનું પાલન થવું શક્ય છે. એ પણ આરાધનાનો એક પ્રકાર જ છે. પરંતુ લાપરવાહીથી શરીર પ્રત્યે બેકાળજી રાખીને અકાળે કાળ કરી જનાર સાધુ આરાધક નહિ પણ વિરાધક બને છે. કોલસાને સાચવવામાં કોલસા નહિ પણ રસોઈ મુખ્ય બને છે તે જ રીતે શરીરની કાળજી કરવામાં શરીર નહિ પણ સંયમસાધના કેન્દ્રસ્થાને છે આ પણ વિસરાવું ન જોઈએ. આવી સાવધાની રહે તો જ જિનાજ્ઞા મુજબ ભિક્ષાટન વગેરે કરવા દ્વારા અસંગભાવે દેહની સંભાળ શક્ય બને. (૨૮/૨૦)
“ સંસગ-અસંગ પ્રતિપત્તિની ઓળખ છે
ગાથાર્થ :- સસંગ પ્રતિપત્તિ ખરેખર મમતાની વાસનાસ્વરૂપ છે. અને અસંગ પ્રતિપત્તિ મોક્ષની ઈચ્છાને અનુસરનારી છે. (૨૮/૨૧)
વિશેષાર્થ :- ૨૦ મા શ્લોકમાં અસંગ પ્રતિપત્તિના કારણે ભિક્ષાટનાદિ મોહજન્ય કે મોહજનક ન બની શકે તેનું સમર્થન કરવામાં આવ્યું. તો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે અસંગ પ્રતિપત્તિ એટલે શું ? તથા સસંગ પ્રતિપત્તિ એટલે શું ? આ પ્રશ્નનો જવાબ આ શ્લોકમાં મળે છે. પ્રતિપત્તિનો અર્થ છે સ્વીકૃતિ. સંગનો અર્થ છે મમતા-આસક્તિ-મૂર્છાદિ. તેથી સસંગપ્રતિપત્તિ મમતાના સંસ્કાર સ્વરૂપ સિદ્ધ થાય છે. તથા અસંગપ્રતિપત્તિ મોક્ષની ઈચ્છાને અનુસરનારી હોય છે. સસંગપ્રતિપત્તિથી મમતાના સંસ્કાર વધુને વધુ દૃઢ થવાથી સંસાર બળવાન થતો જાય છે. જ્યારે સાધુ ભિક્ષાટનાદિ કરે છે તેમાં કેન્દ્રસ્થાને મોક્ષ-મોક્ષેચ્છા રહેલી છે. મોક્ષેચ્છા ચરિતાર્થ થાય તે માટે જિનાજ્ઞાપાલન, કર્મનિર્જરા, સંવર ધર્મની આરાધના કેન્દ્રસ્થાને ગોઠવાયેલી છે. માટે અસંગપ્રતિપત્તિથી ભિક્ષાટનાદિ કરવામાં મોક્ષ નજીક આવતો જાય છે. સંસાર કપાતો જાય છે. માટે દેહાદિનો રાગ ન હોવા છતાં ભિક્ષાટનાદિ પ્રવૃત્તિ થઈ શકે છે. તથા તેવી અસંગભાવે થતી પ્રવૃત્તિ મોક્ષ માટે ઉપકારી હોવાથી કર્તવ્યસ્વરૂપ પણ સિદ્ધ થાય છે. આ વાત આગળના શ્લોકમાં જણાવાશે. (૨૮/૨૧)
# તત્ત્વજ્ઞાનયુક્ત દીક્ષાથી સંગવાસના નાશ ૢ
ગાથાર્થ :- અનાદિ કાળથી ચાલી આવતી સંગવાસના અત્યંત બળવાન છે. તત્ત્વજ્ઞાનથી અનુગત
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International