Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• જ્ઞાન- યિામુવા મોક્ષપસ્થિ: •
१९५७ तस्मात् समुच्चयेन ज्ञानक्रिययोस्तुल्यबलत्वेन आर्यैः = शिष्टैः परमानन्दकृन्मता ।।३२।।
|રૂતિ તીક્ષત્રિશિl ||૮|| तस्मात् कारणात् क्लेशहानोपायद्वात्रिंशिकादर्शितरीत्या(द्वा.द्वा.२५/१ भाग-६ पृ.१७००)जिनाऽऽज्ञाऽनुसारतो ज्ञान-क्रिययोः निश्चय-व्यवहारयोः उत्सर्गाऽपवादयोर्वा तुल्यबलत्वेन = तुलोन्नमनाऽवनमनसन्तुलनवत् स्वभूमिकौचित्यतो गौण-मुख्यभावतया समसामर्थ्याऽऽपादनेन शिष्टैः तीर्थकृद्गणधरादिभिः इयं सद्दीक्षा दग्धबीजन्यायेन दुःखापुनर्भावतः परमानन्दकृत् = रत्यरति-कामक्रोध-पुण्यपापदर्पकन्दर्पादिसकलद्वन्द्वाऽपेतश्रेष्ठ-नेदिष्ठ-स्थेष्ठ-ज्येष्ठात्मानन्दकारिणी मता इति शम् ।।२८/३२ ।। वचनादिक्षमा-कर्म-तेजोलेश्यादिवृद्धितः । एकाऽनेकविभेदेन सद्दीक्षा नन्दताच्चिरम् ।।१।।
इति मुनियशोविजयविरचितायां नयलतायां दीक्षाद्वात्रिंशिकाविवरणम् ।।२८।। રૂપ જ છે. માટે જ્ઞાન અને ક્રિયાના તુલ્યુબલસ્વરૂપ સમુચ્ચયથી સદ્દીક્ષા પરમાનંદને = મોક્ષને કરનારી છે - આ રીતે શિષ્ટ પુરુષોને દીક્ષા માન્ય છે. (૨૮/૩૨)
વિશેષાર્થ :- ભાવ દીક્ષા પ્રવૃત્તિની દષ્ટિએ અનેક પ્રકારની છે. જિનકલ્પી, વિરકલ્પી, પરિહારવિશુદ્ધચારિત્રવાળા મહાત્મા વગેરેની પ્રવૃત્તિઓ જુદા-જુદા પ્રકારની દેખાય જ છે. વ્યવહારનયથી પ્રવૃત્તિભેદથી દીક્ષાભેદ માન્ય છે. પ્રવૃત્તિ ભિન્ન-ભિન્ન પ્રકારની હોવા છતાં પણ સમતાની પરિણતિ તો સર્વત્ર તુલ્ય જ છે. સમતાની પરિણતિની દૃષ્ટિએ દીક્ષામાં કોઈ ભેદભાવ નિશ્ચયનયને માન્ય નથી. આમ દીક્ષામાં વ્યવહારનયથી અનેકતા અને નિશ્ચયનયથી એકતા છે. માણસ બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે રૂપે અનેક હોવા છતાં માણસરૂપે તો તે બધા એક જ છે. તે રીતે અહીં સમજવું વ્યવહારનયથી ક્રિયાનું બળ તથા નિશ્ચયનયથી સમતા-જ્ઞાનાદિ પરિણતિનું બળ દીક્ષાનો પ્રાણ છે. પોતાની ભૂમિકા મુજબ, જિનાજ્ઞા અનુસારે જ્ઞાન-ક્રિયાનું સંતુલન જાળવીને દીક્ષા પાળવામાં આવે તો તેવી દીક્ષા અવશ્ય ભાવદીક્ષા બને અને પરમાનંદનું- પૂર્ણાનંદનું કારણ બને. અહીં ભાવ અનેકાંતવાદને લક્ષમાં રાખીને પોતાની ભૂમિકા મુજબ વલણ અને વર્તન નિર્મળ કોટિનું કરવું એ મુખ્ય વાત છે. (૨૮/૩૨)
૨૮ મી બત્રીસીનો ભાવાનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org