Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
१९५६
• ST તીક્ષા નાના • द्वात्रिंशिका-२८/३२ चित्रा क्रियात्मना चेयमेका सामायिकात्मना । तस्मात् समुच्चयेनाऽऽर्यैः परमानन्दकृन्मता ।।३२।।
चित्रेति । क्रियात्मना चेयं = सद्दीक्षा चित्रा = नानाप्रकारा सामायिकात्मना = 'समतापरिणामेन एका ।
उपसंहरति- 'चित्रे'ति । व्यवहारनयतः क्रियात्मना = बाह्यक्रियास्वरूपेण सद्दीक्षा नानाप्रकारा = स्थविरकल्प-जिनकल्प-परिहारविशुद्धि-यथालन्द-सूक्ष्मसम्परायादिभेदा सती निश्चयनयतः समतापरिणामेन केवलं एका = एकस्वरूपैव, अध्यापनादि-रक्षणादि-वाणिज्यादिकौशलाऽपेक्षया ब्राह्मण-क्षत्रिय-वैश्यादिभेदभिन्नानामपि मनुष्याणां मनुष्यत्वेनैक्यवत् । इत्थञ्च स्याद्वादोऽप्यनिवारितप्रसरोऽत्र विजयतेतराम् । દિગંબર સાધુઓને ગ્રંથકારશ્રી કહે છે કે તમારા મત મુજબ વર્તમાનમાં તમારી દીક્ષા આપવાદિક જ છે તો કમંડલ-મોરપીંછ વગેરેની જેમ વસ્ત્ર-પાત્ર ધારણ કરવામાં દિગંબરસાધુ ભગવંતોએ સંકોચ રાખવો ન જોઈએ. કારણ કે આમ પણ વર્તમાનકાલીન દિગંબર સાધુઓ પાસે દિગંબર મત મુજબ, આપવાદિક દીક્ષા જ છે. તથા આપવાદિક = ગૌણ દીક્ષા વસ્ત્ર-પાત્ર ધારણ કરવાથી નાશ પામતી નથી. બાકી તો આહારગ્રહણ કરવામાં પણ આપવાદિક દીક્ષાનો ઉચ્છેદ થવાની સમસ્યા આવશે.
“આહારનું ગ્રહણ તો ઉપયોગપૂર્વક મમતાને છોડીને કરી શકાય છે. માટે આહારને ગ્રહણ કરવામાં આપવાદિક દીક્ષાનો નાશ ન થાય' – આવું જો દિગંબર વિદ્વાનો કહે તો તુલ્ય યુક્તિથી આના જવાબમાં શ્વેતાંબર વિદ્વાનો કહી શકે છે કે વસ્ત્ર-પાત્ર વગેરે સંયમઉપકરણનું ગ્રહણ પણ ઉપયોગપૂર્વક મમતાને છોડીને કરી શકાય છે. માટે વસ્ત્ર-પાત્ર ગ્રહણ કરવામાં આપવાદિક દીક્ષાનો નાશ ન થઈ શકે.
ગ્રહણ કરેલા આહાર દ્વારા શરીરને ટેકો આપવા છતાં પણ દિગંબર સાધુઓ જો ચારેય ગતિમાં અનાદિ કાળથી વળગેલા શરીર અને આહારની મૂછનો ત્યાગ કરી શકતા હોય તો વસ્ત્ર-પાત્રના ઉપયોગ છતાં પણ વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણની મૂછનો ત્યાગ કરવો દિગંબર સાધુઓ માટે તો અત્યંત સરળ કામ ગણી શકાય. શરીર અને આહારની જેમ કાંઈ વસ્ત્ર-પાત્રનો વળગાડ કાંઈ ચારેય ગતિમાં નથી હોતો. માટે તેનો અવસરોચિત જિનાજ્ઞા મુજબ ઉપયોગ કરવા છતાં તેની મૂછ ટાળવી તે આહાર અને કાયાની મૂછ ટાળવા કરતાં અપેક્ષાએ સરળ જરૂર છે.
આ વાતનો વધુ વિસ્તાર ગ્રંથકારશ્રીએ અધ્યાત્મમત પરીક્ષા, સ્યાદ્વાદકલ્પલતા, આધ્યાત્મિકતપરીક્ષા વગેરે ગ્રંથોમાં કરેલો છે. જિજ્ઞાસુઓ ત્યાં દૃષ્ટિપાત કરી શકે છે.
પ્રસ્તુત ચર્ચાનો સાર એટલો જ છે કે પરદ્રવ્ય સ્વરૂપ શરીર, આહાર, વસ્ત્ર, પાત્રનો જિનાજ્ઞા મુજબ ભિક્ષાટન-વિહારાદિ પ્રવૃત્તિ સમયે ઉપયોગ કરવા છતાં પણ કર્મનિર્જરાનું પ્રબળ પ્રણિધાન, સંયમપાલનના પરિણામ, અનાસકતભાવ વગેરેના કારણે વર્તમાનકાલીન ગીતાર્થ કે ગીતાર્થનિશ્ચિત મધ્યસ્થ મહાત્માઓ પાસે ભાવ દીક્ષા અવશ્ય હોય છે. (૨૮/૩૧).
ગાથાર્થ :- ક્રિયારૂપે દીક્ષા વિવિધ પ્રકારની છે. સામાયિકરૂપે દીક્ષા એક પ્રકારની છે. તેથી જ્ઞાનક્રિયાના સમુચ્ચયથી ભાવદીક્ષા પરમાનંદને = મોક્ષને કરનારી છે – એ પ્રમાણે ભાવદીક્ષા શિષ્ટ પુરુષોને માન્ય છે. (૨૮/૩૨)
ટીકાર્થ :- પ્રવૃત્તિરૂપે ભાવદીક્ષા અનેક પ્રકારની છે. તથા સમતાના પરિણામથી ભાવદીક્ષા એક
૬. દસ્તઢિ “સતા' રૂતિ પટિ: | Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org