Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
१९५४
• आहारादिग्रहणवद् वस्त्र-पात्रादिधारणोपपत्तिः • द्वात्रिंशिका-२८/३१ तेषां तदव्याघातः स्यात् ।
बुद्धिपूर्वकममत्वपरिहारस्याप्याहारादिग्रहणवदुपपत्तेरित्यन्यत्र विस्तरः ।।३१।। धरणेऽपि = वस्त्र-पात्रादिधर्मसाधनसन्धारणेऽपि तेषां दीक्षितानां तदव्याघातः = आपवादिकदीक्षोपपत्तिः स्यात् । तथा च 'केवलदेहो समणो' (प्र.सा.३/२८) इति प्रवचनसारोदितं वृथैव स्यात् । उपकरणधारणस्यागमविहितत्वं तु पूर्वं धर्मव्यवस्थाद्वात्रिंशिकायां (भाग-२ पृ.५३०) ओघनियुक्तिसंवादेन दर्शितमेव । न च संयमबाधकममत्वभावोत्पादकत्वाद् वस्त्र-पात्राद्युपकरणग्रहणनिषेध इति शङ्कनीयम्, व्यवहितेऽपि वस्त्रपात्रादौ मूर्छासम्भवेन तत्त्यागेऽतिसन्निहितशरीरस्य तु प्रथममेव त्यागः प्रसज्येत । न च संयमसाधनदेहपालनमात्रप्रयोजनकत्वधिया ममतापरिहारेण परिमिताऽऽहारादिग्रहणान्न दोष इति वाच्यम्, तर्हि संयमसाधनीभूतवस्त्र-पात्राधुपकरणग्रहणे अपि बुद्धिपूर्वकममत्वपरिहारस्य = संयमसाधनीभूतदेहपालनमात्रप्रयोजनकत्वधिया मूर्छापरित्यागस्य आहारादिग्रहणवद् उपपत्तेः = सङ्गतेः इति । प्रकृते → जइ जिणमतं पवज्जह ता मा ववहारदंसणं मुयह । ववहारनउच्छेदे तित्थुच्छेदो जओऽवस्सं ।। - (ती.प्र.८६९) इति तीर्थोद्गालीप्रकीर्णकगाथाऽपि पूर्वोक्ता(पृ.११६९) ध्रुवं स्मर्तव्या । अन्यत्र = अध्यात्ममतपरीक्षायां → वत्थाइ णेव गन्थो मुणीण मुच्छं विणेव गहणाओ । तह देहपालणट्ठा जह आहारो तुह वि इट्ठो।। जह देहपालणट्ठा जुत्ताहारो विराहगो ण मुणी । तह जुत्तवत्थपत्तो विराहगो णेव णिद्दिट्ठो ।।
૯ (૪.૫.૫.૨૩/ર૪) રૂત્ર વિસ્તારો દ્રવ્ય: પરિ૮/રૂા. તે આલંબન લેવામાં દીક્ષાના ઉચ્ચતમ કોટિના ઉત્કર્ષનો અભાવ હોવા છતાં પણ દીક્ષાનો મૂળથી ઉચ્છેદ થતો નથી.” આવું કહીને દિગંબરો જો વર્તમાનમાં શુદ્ધ દીક્ષાના કારણને પકડવામાં દીક્ષાસામાન્યનો અપલાપ ન કરતા હોય તો સંયમધર્મના ઉપકરણભૂત વસ્ત્ર-પાત્રાદિને ધારણ કરવામાં પણ દિગંબરોને દીક્ષાસામાન્યનો વ્યાઘાત નહિ થાય. બાકી બુદ્ધિપૂર્વક મમતાનો પરિત્યાગ તો આહારાદિગ્રહણની જેમ વસ્ત્ર-પાત્રાદિ ગ્રહણમાં પણ સંગત થઈ શકે છે. આ બાબતનો વિસ્તાર અન્યત્ર = અધ્યાત્મમતપરીક્ષા વગેરે ગ્રંથોમાં જોવાની ગ્રંથકારશ્રી ભલામણ કરે છે. (૨૮/૩૧)
છ દિગંબરમતસમીક્ષા જ વિશેષાર્થ - દિગંબરોના પ્રવચનસાર વગેરે ગ્રંથોમાં દીક્ષાનું માત્ર પરમ ઉપેક્ષાભાવ સ્વરૂપ એક જ શુદ્ધ લક્ષણ બતાવવામાં આવેલ છે. શુદ્ધ આત્મા સિવાયના તમામ દેહ, ઈન્દ્રિય, મન, કર્મ, વિચાર, તમામ અધ્યયવસાય સ્થાનો, સર્વ લેશ્વાસ્થાનો, સઘળા યોગસ્થાનો, સકલ ગુણસ્થાનો, દરેક પ્રકારના કર્મોદય-ક્ષયોપશમાદિ, ક્ષાયોપથમિક ગુણધર્મો વગેરે વિશે માત્ર ચરમ કોટિની ઉપેક્ષા ધારણ કરવી, તેમાંથી અસંગપણે પસાર થઈ જવું તે જ શુદ્ધ દીક્ષા છે. આવું દિગંબરો માને છે.
શ્વેતાંબરોને પણ દીક્ષાનું આવું વિશુદ્ધ સ્વરૂપ માન્ય છે જ. પરંતુ શ્વેતાંબર જૈનો દીક્ષાના ઉપરોક્ત શુદ્ધ સ્વરૂપ સિવાય અન્ય સ્વરૂપો પણ માન્ય કરે છે. જ્યારે દિગંબરો દીક્ષાના વિવિધ સ્વરૂપો માન્ય નથી કરતા. “દીક્ષા હોય તો પરમ ઉપેક્ષાભાવસ્વરૂપ જ હોય. અન્યથા સંસાર જ હોય. અર્થાત શુદ્ધ દિક્ષા ન હોય તો તે સાધક સંસારી જ કહેવાય.” આવું દિગંબરોનું કથન શ્વેતાંબરોને માન્ય નથી. શ્વેતાંબરોના પંચકલ્પભાષ્ય, વ્યવહારસૂત્ર, ઠાણાંગસૂત્ર, પ્રવચનસારોદ્ધાર વગેરે ગ્રંથોમાં બકુશ, કુશીલ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org