Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 260
________________ • શાસ્ત્ર ગગનમાં ઉડ્ડયન • २०६७ હ ૩૦. નયલતાની અનુપેક્ષા છે (એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. દિગંબરની બીજી દલીલ “કેવલજ્ઞાની કૃતકૃત્ય હોવાથી કવલાહારી માની ન શકાય.” તેનું ગ્રંથકારશ્રીએ કરેલ ખંડન જણાવો. ૨. દિગંબરની ચોથી દલીલ જણાવી. તેનું ગ્રંથકારશ્રીએ કરેલ નિરાકરણ જણાવો. ૩. દિગંબરની છઠ્ઠી દલીલનું ગ્રંથકારશ્રીએ કરેલ નિરાકરણ જણાવો. ૪. દિગંબરની સાતમી દલીલ જણાવી તેનું ખંડન જણાવો. ૫. દિગંબરની ૧૧મી દલીલ જણાવીને તેનું ખંડન કઈ રીતે કરે છે ? તે જણાવો. ૬. ૧૩મી દલીલ જણાવીને તેનું નિરાકરણ જણાવો. ૭. ૧૪મી દલીલ જણાવીને તેનું ખંડન કરો. ૮. યુક્તિપ્રબોધકારના મતે દિગંબરમતનિરાકરણ સમજાવો. (બી) નીચેના પ્રશ્નોના સંક્ષેપમાં જવાબ આપો. ૧. ભૂખ-તરસ ક્યા કર્મના ઉદયથી ઉત્પન્ન થાય ? ૨. ત્રણ પ્રકારના આહારના નામ જણાવો. ૩. ક્યા કર્મોને ભવોપગ્રાહી કહેવાય છે ? અને તેને શાની ઉપમા આપી છે ? ૪. કેવા પ્રકારની બુદ્ધિ પ્રત્યે ઈચ્છા કારણ છે - તે ન્યાયની ભાષામાં જણાવો. ૫. પ્રતિબંદી તર્કને સમજાવો. ૬. ‘ઉપાદાનકારણ ન હોય તો નિમિત્તકારણ કાર્ય કરનાર બનતું નથી’ એ વાતને કેવલજ્ઞાનીમાં સમજાવો. ૭. દસમી દલીલનું સંક્ષેપમાં ખંડન સમજાવો. ૮. દિગંબરની છઠ્ઠી દલીલને સારી રીતે સમજાવો. ૯. દિગંબરની ૧૦મી દલીલને સારી રીતે સમજાવો. ૧૦. ૧ પૂર્વના વર્ષ કેટલા થાય ? તે જણાવો. (સી) ખાલી જગ્યા પૂરો. ૧. અપ્રમત્ત મહાત્માનું સુખ ......... સ્વરૂપ છે. (શાતા, જ્ઞાન, લાભ) ૨. દિગંબરો તીર્થકરનું શરીર .......... માને છે. (ઔદારિક, પરમ ઔદારિક, આહારક) ૩. ........ કર્મ કેવળજ્ઞાનીને હોય છે. (ઘાતિ, અઘાતિ, અંતરાય) ૪. આહારસંશા ન હોવા છતાં પણ .... તો ચાલુ જ હોય છે. (લોમાહાર, કવલાહાર, ઓજ આહાર) ૫. રાગપૂર્વકની પ્રવૃત્તિ પ્રત્યે .......... કારણ છે. (ઈચ્છા, યોગ, ક્રિયા) ૬. ગૌતમસ્વામીથી દીક્ષિત થયેલા ૧૫૦૦ તાપસમાંથી ......... તાપસને પારણું કરતા કરતા કેવળજ્ઞાન થયું. (૫૦૫, ૫૦૦, ૧૦૧) ૭. નિદ્રાનું મુખ્ય કારણ .......... કર્મનો વિપાકોદય છે. (મોહનીય, દર્શનાવરણ, જ્ઞાનાવરણીય) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266