Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 250
________________ • केवलिनि कवलाहारस्य दोषाऽजनकता • २०५७ दोषजन्म अग्निमान्द्यादिदोषजनितं तनुत्वं च चिरकालविच्छेदलक्षणं निर्दोषे भगवति नोपपद्यते । नियतविच्छेदश्च नियतकालभुक्त्याद्या क्षेपक एवेति भाव: ।। २५ ।। परोपकारहानिश्च नियताऽवसरस्य न । पुरीषादिजुगुप्सा च निर्मोहस्य न विद्यते ।। २६ ।। न, निर्दोषे भगवति आहारगृद्द्याद्यसम्भवेन तत्प्रयुक्तजाठरानलमन्दत्वादिकं अग्निमान्द्यादिदोषजनितं रोगादिकं रोगादेश्च चिरकालविच्छेदलक्षणं तनुत्वं नोपपद्यते । एतेन केवलिनां जाठराग्निविच्छेदो नियतकालत एवेति न तेषां कवलभोजित्वसम्भव इति निरस्तम्, जाठरानलस्य नियतविच्छेदश्च प्रतिनियतकाले विलयो हि नियतकालभुक्त्याद्यापक एव प्रतिनियतकालीनकवलाहाराद्यनुमापक एव । नियतकालीनमोक्ष इव नियतकालीनक्षपकश्रेणि-योगनिरोधाद्याक्षेपकः । अन्यथा 'यदा सर्वज्ञेन मम मोक्षो दृष्टः तदा मे मोक्षो भविष्यती'त्येकान्तावलम्बनेन धर्मपुरुषार्थदिकमपि हातव्यं स्यात् । एवञ्चैकान्तकालवादादिप्रसङ्गोऽप्यपरिहार्यः स्यात् ।।३० / २५ ।। = ननु भुक्तिकाले सद्धर्मदेशनानुपपत्तेः तीर्थकृतः परोपकारहाने : भुक्त्ययोगात् । न हि परोपकारस्वभावस्य भगवतः तद्व्याघातः सम्भवतीति प्रागुक्तं ( द्वा. द्वा.३० / ५ पृ.२०१३) किं विस्मृतं ? इत्याशङ्कायामाह - શ્વેતાંબર :- સર્વજ્ઞ ભગવંતને કાંઈ આહા૨સંજ્ઞા વગેરે હોતી નથી કે તે ખાવા-પીવામાં વિવેક ન રાખે. ભગવાનમાંથી તમામ દોષ નીકળી ગયા હોવાથી હિત-મિત-આવશ્યક જ ભોજન તેઓ અસંગભાવે કરે. તેનાથી જઠરાગ્નિ મંદ થવાની કે જઠરાગ્નિની મંદતાથી ઉત્પન્ન થનારા રોગો પ્રગટવાની કે તે રોગો લાંબા સમયે નાશ પામે તેવી શક્યતા સર્વજ્ઞ ભગવંતમાં જરા પણ નથી રહેતી. દિગંબર :- ભગવાનનો જઠરાગ્નિ ચોક્કસ સમયે નાશ પામશે. તેના માટે ભોજન કરવાની ભગવાનને શી જરૂર ? શ્વેતાંબર :- ભગવાનનો જઠરાગ્નિ ચોક્કસ સમયે નાશ પામે એ વાત સાચી. પણ એ નાશ ક્યારે પામે ? ભગવાન ભોજન કરે તો કે એમ ને એમ ? તમારો અને મારો મોક્ષ ચોક્કસ સમયે થવાનો - એ વાત સાચી ક્યારે સાબિત થાય ? આરાધના કરીએ તો કે એમ ને એમ ? જેમ ચોક્કસ સમયે કોઈ જીવનો મોક્ષ થવાની વાત તે જીવ તેના છેલ્લા ભવમાં ચોક્કસ ક્ષપકશ્રેણી માંડશે એમ સિદ્ધ કરે છે. તેમ નિયત સમયે ભગવાનનો જઠરાગ્નિ રવાના થવાનો આ વાત પણ ભગવાન અવશ્ય નિયત સમયે ભોજન ગ્રહણ કરતા હશે - આવું સિદ્ધ કરે છે. માટે પ્રબળ જઠરાનલને શાંત કરવા સર્વજ્ઞ ભગવંત હિત-મિત-આવશ્યક ઉચિત દ્રવ્યથી સામાન્યથી ૨ોજ એકાસણું અસંગભાવે કરે એવું સિદ્ધ થાય છે. આમ જણાવવાનો અહીં ગ્રંથકારશ્રીનો આશય છે. (૩૦/૨૫) ગ્રંથકારશ્રી દિગંબરની ૧૩ મી અને ૧૪ મી દલીલનું નિરાકરણ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે કે . = * જુગુપ્સા નિરાકરણ ગાથાર્થ :- પરોપકાર માટે ચોક્કસ પ્રકારનો સમય જેમને મળેલ છે તેવા ભગવાનને પરોપકારમાં હાની ભોજનના લીધે નહિ થાય. તથા નિર્મોહ એવા ભગવાનને મળ-મૂત્રની જુગુપ્સા હોતી નથી. (૩૦/૨૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266