Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• મહિનદિનનૃપન્યાયોલિન •
१९८७ नन्वेवमपवादतोऽपि प्रकटप्रतिषेविणोऽग्रहिल ग्रहिलनृपन्यायेन द्रव्यवन्दनमेव यदुक्तं 'तद्भङ्गाऽऽपत्तिर्ज्ञानगुणबुद्ध्या तद्वन्दने भाववन्दनाऽवतारादि'त्याशक्य तदुक्तिप्रायिकत्वाऽभिप्रायेण समाधत्ते
ननु एवं दर्शितरीत्या अपवादतोऽपि प्रकटप्रतिषेविणः = प्रवचनोपघातनिरपेक्षतया समस्तजनप्रत्यक्षं मूलोत्तरगुणप्रतिषेविनः अग्रहिलग्रहिलनृपन्यायेन = पूर्वं अग्रहवान् सन्नपि बुद्धिमन्त्रिसूचनेन पश्चात् ग्रहिलः इव सञ्जातः पूर्णाभिधानो यो नृपः तदुदाहरणेन → 'अगहिलगहिलो राया बुद्धीए अणट्ठरज्जो त्ति' 6 (उप.पद.८४३) इति उपदेशपदप्रदर्शितेन, कुवृष्टिन्यायेनेति यावत् द्रव्यवन्दनमेव युक्तम्, यद् = यस्माद् उक्तं 'तद्भङ्गाऽऽपत्तिः ज्ञानगुणबुद्ध्या तद्वन्दने भाववन्दनाऽवतारात्' । तदुक्तं उपदेशपदे → ता दव्वओ य तेसिं अरत्तदुढेण कज्जमासज्ज । अणुवत्तणत्थमेसिं कायव्वं किंपि ण उ भावा ।। 6 (उ.पद.८४२) इति । तत्र च स्पष्टमेव 'बहुमानरूपात् भावात् न तेषां किमपि कर्तव्यमिति निषेधश्रवणाद् द्रव्यत एव वन्द्यता दर्शिता, भवद्भिस्त्वत्र ज्ञानार्थविनयोऽभिहित इति द्रव्यवन्दनोक्तिः विरुध्येत” इत्याशक्य तदुक्तिप्रायिकत्वाऽभिप्रायेण = उपदेशपदोक्तेः प्रायिकत्वाऽभिप्रायेण ग्रन्थकृत् કામ અટકી પડે. તે શિથિલાચારી રાજકરણમાં લાગવગવાળો હોય તો સુસાધુને કે સુસાધુના સમુદાયને દેશનિકાલ કરાવવાનું પણ કામ કરાવે...... આવું થાય તો જિનશાસનની અભક્તિ-આશાતના થવામાં સુસાધુએ શિથિલાચારીનો કરેલો અનાદર કારણ બની જાય. માટે શિથિલાચારી પાસેથી જ્ઞાનાદિગ્રહણ કરવા માટે યથાયોગ્ય વંદનાદિ વિનય સુસાધુએ અપવાદપદે કરવો જોઈએ. ઉત્સર્ગ માર્ગ તો એ છે કે સુસાધુ પાસે સુસાધુએ જ્ઞાનાદિનો અભ્યાસ કરવો જોઈએ. પણ કોઈ સુસાધુ પાસે તથાવિધ શાસ્ત્રાભ્યાસ કરવાના સંયોગ ન હોય તો શિથિલ સાધુ પાસે પણ શાસ્ત્રપઠન કરવું જોઈએ તથા શિથિલ પાસે શાસ્ત્ર ભણતી વખતે બૃહત્કલ્પભાષ્ય વગેરે છેદશાસ્ત્રોમાં બતાવેલી મર્યાદા મુજબ અપવાદપદે યથાયોગ્ય વાચિક વંદન વગેરે વિનય અવશ્ય કરવો જોઈએ. આ પણ શાસ્ત્રાજ્ઞા છે. આના ઉપરથી સિદ્ધ થાય છે કે જ્ઞાનાદિ ગ્રહણ કરતી વખતે અવશ્ય વંદનાદિ વિનય કરવો જોઈએ. (૨૯/૧૫)
અહીં એક શંકા થાય છે કે – આ રીતે માનવામાં “અપવાદપદે પણ શિથિલાચારીને દ્રવ્યવંદન જ કરવું જોઈએ. વળગાડ ન થયો હોવા છતાં પણ વળગાડ થયો હોય તેવા રાજાના દષ્ટાંતથી દ્રવ્યવંદન કરવું આ પ્રમાણે શાસ્ત્રમાં જે કહેલ છે તે વ્યવસ્થા ભાંગી પડવાની સમસ્યા આવશે. કારણ કે “જ્ઞાનગુણથી વિદ્યાગુરુ મોટા છે.” આવી બુદ્ધિથી શિથિલાચારીને વંદન કરવામાં તો ભાવવંદન આવીને ઊભું રહેશે. –
અહીં જે રાજાનું દૃષ્ટાંત બતાવેલ છે તે દૃષ્ટાંત ઉપદેશપદ ગ્રંથમાં ૮૪૩ મી ગાથામાં જણાવેલ છે. તે સંક્ષેપમાં નીચે મુજબ છે.
પૂર્ણ નામના રાજા અને બુદ્ધિ નામના મંત્રીશ્વર હોય છે. કોઈક નૈમિત્તિક કુવૃષ્ટિ થવાની ભવિષ્યવાણી કરે છે. “કુવૃષ્ટિનું પાણી જે વાપરશે તે ગાંડા થઈ જશે.” આવી ભવિષ્યવાણીને સાંભળીને રાજા-મંત્રી નગરમાં ઘોષણા કરાવે છે કે બધા લોકોએ શુદ્ધ પાણીનો સંગ્રહ કરવો. નવી કુવૃષ્ટિનું પાણી ના વાપરવું. ત્યારબાદ આગાહી મુજબ ખરાબ વરસાદ પડે છે. લોકોએ સંગ્રહ કરેલ પાણી ખૂટી જાય છે. તેથી નવા ખરાબ વરસાદનું પાણી લોકો પીએ છે. ગાંડા થાય છે. કપડા કાઢીને નગ્ન બનીને નગરમાં ભટકે છે. રાજા અને મંત્રી પૂર્વે સંગૃહીત કરેલું ચોખ્ખું પાણી વાપરે છે. રાજમહેલના ઝરૂખામાં ૨. દસ્તાવ “આર.” તિ અશુદ્ધ: 8: | ૨. મુદ્રિતપ્રતો “. હિતદિન...” તિ 8: |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org