Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• व्यवहारेऽपि ध्यानमक्षतम् •
१९४३ अध्यात्मिकेति । भावितार्थः ।।२७।।
एतच्च व्यवहारे ध्यानाऽभावमभिप्रेत्योक्तं वस्तुतः तदा' ध्यानमप्यनपायमेवेत्याहव्यवहारेऽपि च ध्यानमक्षतप्रसरं सदा । मनोवाक्काययोगानां सुव्यापारस्य तत्त्वतः ।।२८।। चरिए समणो अब्भुट्ठिदो होदि ।। - (नि.सा.१५२) इति 'तुरगारूढस्तुरगं विस्मृतः' इति न्यायापातः ।
एतेन शुद्धोपयोगोपधानद्वारा शुभोपयोगस्य कृतकृत्यत्वमिति न तस्य मोक्षे हेतुता किन्तु शुद्धोपयोगस्यैवेति निरस्तम्, केवलज्ञानसम्पादनद्वारा श्रेणिवर्तिनोऽपि शुद्धोपयोगस्य चरितार्थत्वेन मोक्षेऽहेतुत्वाऽऽपत्तेः । इत्थञ्च शैलेशीचरमक्षणस्यैव मोक्षकारणत्वसिद्ध्या शुद्धोपयोग-यथाख्यातचारित्र-केवलज्ञानकेवलिसमुद्घाताऽऽयोज्यकरणादीनामप्यपवर्गाऽहेतुत्वाऽऽपत्तेरपरिहार्यत्वमेव स्यात्, तेषां स्वसमवधानाऽव्यवहितोत्तरसमयाऽवच्छेदेनाऽपवर्गोत्पादकत्वाऽभावादिति दिक् ।।२८/२७।।
व्यवहारेऽपि च = भिक्षाटन-प्रतिक्रमणादिस्वभूमिकोचितधर्मव्यापारेऽपि हि सदा = सर्वदैव सर्वत्रैव ध्यानं = धर्मादिकं ध्यानं परमार्थतः अक्षतप्रसरमेव, असङ्गभावेनैकात्मवेदनात् । तदुक्तं अध्यात्मसारे → न परप्रतिबन्धोऽस्मिन्नल्पोऽप्येकात्मवेदनात् । शुभं कर्माऽपि नैवाऽत्र व्याक्षेपायोपजायते ।। देहनिर्वाहमात्रार्था याऽपि भिक्षाटनादिका । क्रिया सा ज्ञानिनोऽसङ्गान्नैव ध्यानविघातिनी ।।
- (अ.सा.१५/६,११) इति विहिताऽनुष्ठानगोचरा यतना न ध्यानविरोधिनी प्रत्युत सैव मनोवाक्कायध्यानात्मिका इत्याशयेनाऽऽह- मनोवाक्काययोगानां सुव्यापारस्य = सुदृढप्रणिहितप्रवर्तनस्य तत्त्वतः = ध्यानत्वात् । तदुक्तं अध्यात्ममतपरीक्षायां अपि → जो किर जयणापुव्वो वावारो सो न झाणपडि
વિશેષાર્થ :- આ ગાથા સ્પષ્ટ હોવાથી તેની વ્યાખ્યા ગ્રંથકારશ્રીએ કરેલી નથી. કહેવાનો આશય એ છે કે ૧૯ મી બત્રીસીમાં અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય-એમ પાંચ પ્રકારનો યોગ બતાવી ગયા છીએ. જો દિગંબર તાત્કાલિક મોક્ષજનક હોય તેને જ મોક્ષકારણ તરીકે ઓળખાવીને અધ્યાત્મ અને ભાવનાયોગને મોક્ષ પ્રત્યે કારણ માનવાના બદલે ધ્યાનયોગ દ્વારા અન્યથાસિદ્ધ = ઉપક્ષીણ = ચરિતાર્થ = અહેતુ સિદ્ધ કરે તો ગ્રંથકારશ્રી તેની સામે તુલ્ય યુક્તિથી કહે છે કે ધ્યાન દ્વારા અધ્યાત્મ અને ભાવનાયોગ અન્યથાસિદ્ધ થતા હોય તો વૃત્તિસંક્ષય નામના યોગ દ્વારા ધ્યાનયોગ પણ અન્યથા સિદ્ધ સાબિત થઈ જશે. જેમ અધ્યાત્મ ભાવનાને લાવવા દ્વારા અને ભાવના ધ્યાનને લાવવા દ્વારા ચરિતાર્થ = કૃતકૃત્ય થઈ જાય છે તેમ ધ્યાન પણ વૃત્તિસંક્ષયને લાવવા દ્વારા સફળ = કૃતકૃત્ય = નિષ્ઠિતાર્થ = ચરિતાર્થ થાય છે. એમ કહેવામાં કોઈ બાધ જણાતો નથી. તેથી મોક્ષનું કારણ જેમ અધ્યાત્મ અને ભાવના નહિ બને તેમ ધ્યાનયોગ પણ મોક્ષહેતુ નહિ બને. આવું તો દિગંબર વિદ્વાનોને પણ માન્ય નથી. તેથી જે તર્ક દ્વારા ધ્યાનને તેઓ મોક્ષહેતુરૂપે સિદ્ધ કરશે તે જ તર્ક દ્વારા અધ્યાત્મ અને ભાવના યોગ પણ મોક્ષનું કારણ બની જશે.(૨૮/૨૭).
૨૭ મા શ્લોકમાં જે વાત કરી તે ભિક્ષાટન-પ્રતિક્રમણાદિ વ્યવહારકાલે ધ્યાન નથી હોતું- એવા અભિપ્રાયથી કહ્યું. વાસ્તવમાં તો તથાવિધ પ્રવૃત્તિકાલે ધ્યાન પણ અવ્યાહત = અબાધિત જ છે. આવા આશયથી ગ્રંથકારશ્રી કહે છે કે –
ગાથાર્થ - વ્યવહારમાં પણ સદા ધ્યાનનો પ્રસાર અવ્યાહત છે. કારણ કે મનોયોગ, વચનયોગ અને કાયયોગની સુદઢ પ્રવૃત્તિ જ ધ્યાનસ્વરૂપ છે. (૨૮/૨૮) १. हस्तादर्श 'तवा' इत्यशुद्धः पाठः । २. हस्तादर्श .....प्रसरस्तदा' इति लिङ्गभेदादशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org