________________
[ શ્રી વિજયપધસૂરિકૃતખેમા હડાળાએ દુકાળમાં અનર્ગલ લક્ષ્મીને વાપરીને શ્રી સંઘની ભક્તિ કરવા ઉપરાંત પ્રજાન નિર્વાહ કરીને શ્રી જૈનેન્દ્ર શાસનની અપૂર્વ પ્રભાવના કરી હતી. બાદશાહ પણ આ વખતે પ્રજાને નિર્વાહ કરતાં થાકી ગયે. તેણે પણ જૈનોની સાથે સંપીને વર્તવાની પ્રતિજ્ઞા કરી. આ બીનામાંથી સમજવાનું એ મળે છે કે-જે અવસરે સાત ક્ષેત્રોમાંના જે ક્ષેત્રને પિષવાની જરૂરિયાત જણાય, તે અવસરે તેજ ક્ષેત્રને બીજા ક્ષેત્રોને બાધા ન પહોંચે, તેજ રીતે પિષવું જોઈએ. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજ પણ આવાજ રહસ્યને યથાર્થ રીતે સમજતા હતા. તેથી જ તેમણે પરમહંત કુમારપાલ મહારાજાને
ગ્ય અવસરે ટકોર કરી સાધર્મિક ભક્તિ કરવાનો આબાદ ઉપદેશ આપે હતો. તે બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી –
છે શ્રી કુમારપાલ મહારાજાએ કરેલી સાત્વિક સાધર્મિક ભક્તિ છે
પાટણમાં પૂજ્યપાદ શ્રી હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજની પાસે એક સાધારણ સ્થિતિના શ્રાવકે આવીને વંદના કરી વિનંતિ કરી કે-“હે ગુરૂમહારાજ આપને એક કપડ હેરાવવાની મારી ઈચ્છા છે. તે આપ કૃપા કરીને હેરે. મને પામરને આટલો લાભ જરૂર આપશે.” શ્રાવકના આ વચને સાંભળીને ગુરૂમહારાજે તેની આકૃતિ ઉપરથી જાણી લીધું કે આ એક સાધારણ સ્થિતિને ભાવિક શ્રાવક છે. તેથી કહ્યું કે-હે શ્રાવક ! હાલ અમારે કપડાની જરૂરિયાત જણાતી નથી. છતાં બહુજ હોરાવાનો આગ્રહ કર્યો, ત્યારે ગુરૂમહારાજે કહ્યું કે-એક મુહપત્તિ જેટલું વસ્ત્ર હોરવો. તે સાંભળી શ્રાવકે કપડાં બહારવા બહુજ વિનંતિ કરી, તેથી ગુરૂમહારાજે તેના ઉત્તમ ભાવ જાણુને કપડાં હાર્યો. ને તેજ વખતે પહેલાં ઓઢેલે કપડા બદલીને તેજ કપડો ઓઢો. કુમારપાલ રાજાને ગુરૂવંદન કરવા આવવાને પણ આજ ટાઈમ હતો.
હંમેશના નિયમ પ્રમાણે કુમારપાલ મહારાજા હાથી ઉપર બેસીને રસ્તામાં દાન દેતાં દેતાં અહીં આવીને વિધિપૂર્વક ગુરૂવંદન કરીને બેઠા. ત્યારે સૌથી પહેલાં તેમની નજર ગુરૂમહારાજે એઠેલા કપડા ઉપર જ ગઈ. આશ્ચર્ય પામીને રાજાએ શ્રી ગુરૂમહારાજને પૂછયું કે–પાટણમાં મારા જેવા શ્રીમંત ભક્તો શું ઓછા છે, કે જેથી આજે આપે સાધારણ કપડો ઓઢયો છે. એટલે આપને જે જોઈએ તે મળી શકે તેમ છે, તે પછી આ સ્થૂલ (સાધારણ) કપડો ઓઢવાનું કારણ શું? ગુરૂભક્તિના અખંડ રાગથી ભરેલા હદયવાળા મહારાજા કુમારપાલે કરેલા આ પ્રશ્નના જવાબમાં શ્રી ગુરૂ મહારાજે રાજાની વિવેક દષ્ટિ ખુલ્લી કરવાના ઈરાદાથી સ્પષ્ટ જણાવ્યું કે-“તુજ જેવા શાસનના થંભ, શ્રાવક નિર્ધન એહિ અચંબ” જેમાં શ્રી જૈનેન્દ્રશાસન રૂપી મહેલના થાંભલા જેવા તારા સરખા ઘણાં મહાપુણ્યશાલી શ્રમણોપાસકો હાલ પણ હયાત છે, તેવા આ પાટણ શહેરમાં શ્રાવકે નિર્ધન છે, એટલે દારિદ્રયાદિના દુઃખોને ભોગવે છે, ને તમે તે બાબતમાં લગાર પણ ધ્યાન આપે નહી, એ મને બહુજ આશ્ચર્ય લાગે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org