________________
[ શ્રી વિજ્યપધરિકૃત
આઠે પુત્રવધૂઓ આજે આ ઉદ્યાનમાં ઉત્સવને પ્રસંગ હોવાથી આવી છે. અને પિતાની સાસુની સેવા કરે છે. આ પ્રમાણે તે હજૂરીઆએ આવીને સુદર્શના રાણીને હકીક્ત જણાવી. ૫
સુદર્શના રાણીને પુત્ર નહિ હોવાથી તેને થયેલા એક ગર્ભિત વિચારાદિની બીના ચાર કેમાં જણાવે છે –
સાંભળી ઇમ ચિંતવે અતિ ખિન્ન હૃદય સુદર્શન,
સર્વ સ્ત્રીમાં ધન્ય આજ સુલક્ષણા મુખ પુત્રના; દેખતી તસ સુત વધૂઓ જેહના પદ સેવતી,
ધિક્કાર છે મારા સમીને જે સુતાદિ ન પામતી. સ્પષ્ટાથ–સુદર્શના રાણી–તે હજુરીયાએ કહેલી બીનાને સાંભળીને હૃદયમાં બે પામીને આ પ્રમાણે વિચારવા લાગી કે–સર્વ સ્ત્રીઓમાં આ સુલક્ષણા સ્ત્રી ધન્ય છે કારણ કે જેણે પુત્રના મુખ જોયાં છે. એટલું જ નહિ પરંતુ જેની વિનયાદિ ગુણવંતી પુત્રવધૂઓ પણ સેવા કરે છે. જેણે પુત્રનું સુખ પણ જોયું નથી, તે મારા જેવી સ્ત્રીઓને ધિક્કાર છે. કારણ કે પુત્ર વિનાની સ્ત્રીનું જીવિત ફેગટ છે. ૬
મુજ ઉપર પતિ પ્રેમ પુષ્કલ તેય મુજ જીવિત વૃથા,
પુણ્યવંતીનાજ અંકે ખેલતા સુત હરે વ્યથા ફળ વિનાની વેલડી જલ હીન ગિરિના જેહવી,
તનય વિણ નિંદનીય નારી શોચનીય વિચારવી. સ્પાર્થ –જે કે મારા ઉપર પતિને ઘણે પ્રેમ છે તો પણ મારું જીવતર નકામું છે, કારણ કે મારે એક પણ પુત્ર નથી. જે ભાગ્યશાળી સ્ત્રી હોય તેના જ ખેાળામાં પુત્ર કીડા કરે છે અને તેની પીડાને દૂર કરે છે. જે સ્ત્રીને એક પણ પુત્ર નથી તે સ્ત્રી ફળ વિનાની વેલની પેઠે શોભતી નથી. તેમજ પાણી વિનાના ઉજડ પર્વતની જેમ શોભા વિનાની લાગે છે. માટે પુત્ર વિનાની સ્ત્રી લોકમાં નિંદાને પામે છે. તેમજ તે શોચનીય એટલે શેક કરવા લાયક છે. એમ જાણવું. ૭
જે ન પામે તનય જન્માદિક-મહોત્સવ તેહને,
શા કામના? બીજા મહત્સવ ઈમ હૃદયમાં ખેદને, ધારી સ્વભુવને આવતી સખિ આદિનેય વિસર્જતી,
શમ્યા વિષે આળોટતી મૂકે નિસાસા પણ અતિ. ૮ સ્વાર્થ-જે સ્ત્રી પુત્રનો જન્મ મહોત્સવ વગેરે એટલે પુત્રનું નામ પાડવાને મહોત્સવ, પુત્રના વિવાહ મહોત્સવ વગેરે શુભ પ્રસંગેને જેવા પામતી નથી તેવી અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org