________________
દેરાના ચિંતામણિ ભાગ પાંચમો ) તે કાલના જિનની જેટલું હોય છે, અને બલદેવના આયુષ્યનું પ્રમાણ પંચોતેર લાખ વર્ષનું હોય છે.
તેરમાં તીર્થકર મહાનંદ પદની મહદ્ધિને પ્રાપ્ત થયા પછી તેમના જન્મથી ચેપન સાગરોપમ એટલે સમય વ્યતીત થતાં સિંહપુરમાં ચૌદમા તીર્થંકર ઉદ્ભવે છે. તેમના શરીરની શોભા સુવર્ણની પ્રભાને હસી કાઢે તેવી હોય છે. તેમના આયુષ્યનું પ્રમાણ ચોરાશી લાખ વર્ષનું હોય છે અને શરીરનું પ્રમાણ એંશી ધનુષ્યનું હોય છે. એ અવસરે નવમા બલદેવ વિગેરે ચાર શ્રેષ્ઠ ન ઉત્પન્ન થાય છે. તેમાં અર્ધચક્રીના શરીર તથા આયુષ્યનું પ્રમાણ તે સમયના તીર્થંકરના જેટલું હોય છે, અને તેના અગ્રજ બંધુના આયુષ્યનું પ્રમાણ પંચાશી લાખ વર્ષનું હોય છે.
ચૌદમા તીર્થંકરે મુક્તિ ૫ નવેઢાને આલિંગન કરવા રુપ અતિ રમણીય સુખને પ્રાપ્ત કર્યા પછી તેમના જન્મથી છાસઠ લાખ ને છવીશ હજાર વર્ષે અધિક એવા સો સાગરોપમે ન્યૂન એક કટિ સાગરોપમને કાળ વીત્યા પછી પંદરમા તીર્થંકર ભદ્દિલપુરમાં અવતરે છે. તેમના આયુષ્યનું પ્રમાણ એક લાખ પૂર્વનું, શરીરનું પ્રમાણ નેવું ધનુષ્યનું અને શરીરની કાંતિ સુવર્ણના જેવી હોય છે.
છ છવ નિકાયના સ્વામી એવા તે પ્રભુ શિવપદને પામ્યા પછી નવ કેટિ સાગરેપમ કાળ વ્યતીત થતાં સેળમાં તીર્થકર કાકંદી નગરીમાં ઉત્પન્ન થાય છે. તેમના શરીરને વર્ણ ચંદ્ર જે, કાયાનું પ્રમાણ સે ધનુષ્યનું, ને આયુષ્યનું પ્રમાણુ બે લાખ વર્ષનું હોય છે.
તે બોધિબીજ દાયક પ્રભુ મુક્તિ પામતાં તેમના જન્મથી નેવું કરોડ સાગરોપમ કાળ જતાં ચંદ્રપુરીમાં સત્તરમા તીર્થંકર ઉત્પન્ન થાય છે. તેમનું આયુષ્ય દશ લાખ પૂર્વનું, શરીર મૂર્તિમાન ચંદ્ર જેવું અને શરીરનું પ્રમાણ દઢસો ધનુષ્યનું હોય છે.
તે ભગવંત તીર્થને પ્રવર્તાવી કર્મમલને દૂર કરી મહાનંદને પ્રાપ્ત થતાં તેમની ઉત્પત્તિના સમયથી નવસે કટિ સાગરેપમ પ્રમાણ કાળ જતાં વારાણસી નગરીમાં અઢારમા તીર્થંકર ઉત્પન્ન થાય છે. તે સુવર્ણવર્ણ પ્રભુના આયુષ્યનું પ્રમાણ વિશ લાખ પૂર્વનું અને કાયાનું પ્રમાણ બસો ધનુષ્યનું હોય છે.
તે પ્રભુ પણ સૂર્યની જેમ યથાર્થ મોક્ષમાર્ગને પ્રકાશ કરી શિવસુખને પ્રાપ્ત થતાં તેમની પછી નવ હજાર ક્રોડ સાગરોપમ વ્યતીત થતાં કૌશાંબી નગરીમાં ઓગણીશમા તીર્થકર ઉત્પન્ન થાય છે. તેમના શરીરનું પ્રમાણ અઢીસો ધનુષ્યનું અને આયુષ્યનું પ્રમાણ ત્રીશ લાખ પૂર્વનું હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org