Book Title: Deshna Chintamani Part 03 04 05
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
દેશનાચિંતામણિ ભાગ પાંચમ ]
પરિપકવ કરશે. પાંચમે રસેદકમેઘ પૃથ્વી ઉપર ઈક્ષુ વિગેરેમાં રસ ઉપજાવશે. એવી રીતે પાંચ મેઘ પાંત્રીસ દિવસ સુધી વૃષ્ટિ કરશે. તેથી વૃક્ષ લતા ઔષધિ ધાન્ય વિગેરે સર્વ પિતાની મેળે ઉત્પન્ન થશે. તે જોઈને બિલમાં જઈને વસેલા સર્વ જીવો બહાર નીકળશે. અનુક્રમે બીજા આરાના અંત ભાગે મધ્ય દેશની પૃથ્વીમાં સાત કુલકર થશે. તેઓમાં પહેલા કુલકર વિમળવાહન જાતિસ્મરણથી રાજ્ય વિગેરેની સ્થિતિને સ્થાપિત કરશે. તે પછી ત્રીજા આરાના નેવાશી પખવાડિયા ગયા પછી શતદ્વાર નગરમાં સાતમા કુલકર સમુચિ નામે રાજાની ભદ્રા રાણીની કુક્ષિમાં શ્રેણિક રાજાને જીવ પહેલા નરકમાંથી ચવી શ્રી વીર પ્રભુના ચવવાને દિવસે અને તે જ વેળાએ અવતરશે અને શ્રી વીર પ્રભુના જન્મ દિવસે જ તેને જન્મ થશે. તે શ્રી પદ્મનાભજિન મહાવીર જેવા પહેલા તીર્થંકર થશે, શ્રીવીરપ્રભુ અને પદ્મનાભ પ્રભુનું અંતર શ્રીપ્રવચન સારોદ્ધારમાં આ પ્રમાણે કહેલ છે
ચોરાશી હજાર વર્ષ, સાત વર્ષ અને પાંચ માસનું શ્રી વીર તથા પદ્મનાભ પ્રભુનું અન્તર જાણવું.” તેમનું નિર્વાણ કલ્યાણક દીવાળીને દિવસે થશે.
બીજા તીર્થંકર સુરદેવ નામે થશે. તેમના શરીરનો વર્ણ, આયુષ્ય, લાંછન, દેહની ઊંચાઈ અને પંચકલ્યાણકના દિવસ વિગેરે પાર્શ્વનાથ પ્રભુની પ્રમાણે થશે. શ્રીવીરસ્વામીના કાકા સુપાશ્વને જીવ બીજા તીર્થંકર થશે.
ત્રીજા સુપાશ્વ નામે તીર્થંકર શરીર કાંતિ વિગેરેથી બાવીશમા જિન શ્રી નેમિનાથના જેવા થશે. તે પાટલીપુત્રના રાજા ઉદાયનને જીવ જાણ. તે શ્રેણિક રાજાના પૌત્ર અને કેણિક રાજાના પુત્ર જેને પૌષધગૃહમાં વિનયત્ન નામના અભવ્ય સાધુથી ઘાત થયો હતો તેને જીવ ત્રીજા તીર્થકર થશે.
ચોથા સ્વયંપ્રભ નામે તીર્થકર એકવીશમાં નમિ જિનના જેવા થશે. તે પિટિલ મુનિને જીવ જાણો. પાંચમા સર્વાનુભુતિ નામે તીર્થકર કે જે દઢાયુ શ્રાવકને જીવ છે તે વીશમાં મુનિસુવ્રત પ્રભુની સમાન થશે. છઠ્ઠા તીર્થકર દેવસુત નામે થશે, તે કાર્તિક શેઠનો જીવ જાણો. તેમાં વિશેષ જાણવાનું એટલું કે હમણાં જે કાર્તિક શ્રેષ્ઠીને જીવ બે સાગરોપમને આઉખે સૌધર્મેદ્રપણું અનુભવે છે તેને જીવ એ નહીં. એ સરખા આંતરામાં કે બીજા કાર્તિક શેઠ થયેલા છે તેને જીવ સમજવો. તે દેવસુત જિન મલ્લિનાથની જેવા થશે પણ સ્ત્રીવેદે યુક્ત થશે નહિ.
સાતમા ઉદય નામે તીર્થકર શંખ શ્રાવકને જીવ થશે, પણ તે ભગવતીમાં વર્ણવેલો શંખ શ્રાવક નહિ, આ કેઈ બીજે જીવ છે. તે તીર્થંકર અઢારમા અરનાથ પ્રભુની જેવા થશે. અહીં વિશેષ એટલું છે કે તેમના ચક્રવતીપણાને નિશ્ચય જાણ નહિ. આઠમાં પેઢાલ નામે તીર્થકર થશે. તે આનંદ નામના શ્રાવકને જીવ છે. અહીં વિશેષ એટલું જાણવાનું છે કે સાતમા અંગમાં કહેલ આનંદ શ્રાવક તે આ નહિ. તે તો મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિને પામનાર છે. એથી કુંથુનાથ પ્રભુના જેવા આ તીર્થકર તે કઈ બીજા ૧ વચ્ચે પાંચ કુલકર સુધર્મ, સંગમ, સુપાર્શ્વ, દત્ત અને સુમુખ એ નામના થશે. *૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 606 607 608 609 610 611 612 613 614 615 616