Book Title: Deshna Chintamani Part 03 04 05
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 613
________________ | શ્રી વિજ્યપધરતદેશના વિસ્તારમાં પ્રભુ શેષ જીવન ટૂંકમાં, વર્ણવ્યું શશિ રવિ પરે છે ગ્રંથ વિજયી વિશ્વમાં. ૧૯૩ સ્પષ્ટાથ–મેં આ શ્રી દેશના ચિંતામણિના પાંચમા ભાગની રચના જનપુરી (શ્રી રાજનગર) અમદાવાદમાં કરી છે. તે રચનાની અંદર અનુપયોગાદિથી કાંઈ ભૂલચૂક થઈ હોય એટલે શ્રીજિનેશ્વર દેવના વચનથી કોઈ પણ વિરૂદ્ધ કહેવાયું હોય તેની હું માફી માગું છું. અને હું પ્રભુ શ્રીસુમતિનાથની જીવન ચરિત્ર ગર્ભિત દેશનાને રચવા રૂપ ભાવ ભક્તિ કરીને મારા જીવનને સફળ માનું છું. આ પ્રભુ શ્રીસુમતિનાથના ચરિત્ર ગર્ભિત દેશનામાં તેમની દેશના વિસ્તારથી જણાવી છે અને બાકીનું જીવન ચરિત્ર કામાં જણાવ્યું છે. આ દેશના ચિંતામણિ ગ્રંથ ચંદ્ર તથા સૂર્યની પેઠે આ જગતની અંદર વિજયી થાઓ. જયવંતે વર્તે. ૧૯૩ રચના જનિત જે પુણ્ય અર્પે તાસ ફલ રૂપ ચાહના, એજ મારી સર્વ જીવ સાધક બની જિન ધર્મના મેક્ષના સુખને લહે હેજે પમાડે અન્યને, જૈન શાસન વિજય પામે વિજય પામે પ્રતિદિને. ૧૯૪ સ્પષ્ટાર્થ –આ દેશના ચિંતામણિના પાંચમા ભાગ રૂપે ગ્રંથની રચના કરવાથી મેં ઉપાર્જન કરેલા પુણ્યાનુબંધિ પુણ્ય રૂપી ફળ પુણ્યના ફલ રૂપે હું એજ ચાહું છું કે તમામ જી શ્રી જૈનધર્મના સાધક બનીને મોક્ષના અવિનાશી સુખને અનુભવે. તેમજ બીજા છને પણ આનંદપૂર્વક તે સુખની પ્રાપ્તિ કરાવે, અને શ્રીજિનેશ્વર દેવે સ્થાપેલું આ શ્રી જિનશાસન દરાજ વિજય પામે, વિજય પામે. એજ મારી પરમ ભાવના નિરંતર વર્ત છે. ૧૯૪ ગ્રંથકાર પિતાની ભાવના જણાવે છે – દેશના ચિંતામણિના હવે છઠ્ઠા ભાગમાં, પદ્મપ્રભ સ્વામી જિણંદની દેશના વિસ્તારમાં હું કહીશ અઢાર પ્રભુની દેશના પણ અનુક્રમે, ઉચ્ચરીશ અઢાર ભાગે એ મને પુયે ગમે. ૧૫ સ્પષાર્થ –હવે પછી હું આ શ્રી દેશના ચિંતામણું નામના મહાગ્રંથના છઠ્ઠા ભાગને વિષે છઠ્ઠા તીર્થંકર શ્રી પદ્મપ્રભ સ્વામીની દેશના વિસ્તારથી જણાવીશ. એ પ્રમાણે બાકીના અઢાર તીર્થકોની દેશના પણ અનુક્રમે અઢાર ભાગની અંદર જણાવીશ. મને પ્રબલ પુણ્યોદયને લીધે આ ગ્રંથરચના કરવાનું કાર્ય ગમે છે. ૧૫ |શ્રી દેશના ચિંતામણિ મહાગ્રંથસ્ય પંચમે ભાગ સમાપ્ત છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 611 612 613 614 615 616