Book Title: Deshna Chintamani Part 03 04 05
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 604
________________ દેશનાચિંતામણિ ભાગ પાંચમ ] ૧૬૭ વિશ્વાસઘાત કરશે. તેરમે સ્વપ્ન મોટે રથે નાનાં વાછરડાં ડેલાં જોયાં, તેનું ફળ એ છે કે પ્રાયે વૈરાગ્ય ભાવે કઈ સંયમ લેશે નહિ, જે વૃદ્ધ થઈને લેશે તે મહાપ્રસાદી થશે અને ગુરુકુળવાસને તજી દેશે, અને જે બાળભાવે સંયમ લેશે તે લજ જાથી ગુરુકુળવાસને છોડશે નહિ. ચૌદમે સ્વને મેટા મૂલ્યવાળું રત્ન તેજ રહિત જોયું, તેનું ફળ એ છે કે ભરત તથા અિરવત ક્ષેત્રમાં સાધુઓ કલેશ કરનારા, ઉપદ્રવ કરનારા, અસમાધિ ઉપજાવનારા, અવિનયી અને ધર્મ ઉપર અ૯પ નેહવાળા થશે. પંદરમે સ્વપ્ન રાજકુમારને પિઠીયા ઉપર બેઠેલા જોયે, તેનું ફળ એ છે કે રાજકુમાર રાયબ્રણ થશે અને હલકાં કાર્ય કરશે. સેળભે સ્વને બે કાળા હાથીને ઝુઝતાં દીઠા, તેનું ફળ એ છે કે આગામી કાળમાં પુત્રો તથા શિષ્ય અલ્પ બુદ્ધિવાળા અને અવિનયી થશે, દેવ ગુરૂ અને માતા પિતાની સેવા કરનારા થશે નહિ, અને ભાઈઓ માંહોમાંહે ઈર્ષ્યા કલહ કરશે. હે રાજા! એ પ્રમાણે સોળ સ્વપ્નનું ફળ છે. શ્રીજિનેશ્વર ભગવંતનાં કહેલાં વચન અન્યથા થતાં નથી, તેમણે કહ્યું છે કે આ દુષમ આરો લોકોને મહા દુઃખદાયક થશે.” આ પ્રમાણે સાંભળી ચંદ્રગુપ્ત રાજા વૈરાગ્યથી સંયમ લઈ દેવકને પ્રાપ્ત થયો, એ સ્વપ્ન પ્રબંધ જાણ; આદિ શબ્દથી બીજું ભાવિસ્વરૂપ કલ્કીના સંબંધથી જાણવું તે નીચે પ્રમાણે છે– શ્રીવીર પ્રભુના નિર્વાણ પછી ચારસે ને સિત્તર વર્ષ ગયા બાદ વિક્રમ રાજાને સંવત્સર થયા. તે પછી ઓગણી શસેં ને ચૌદ વર્ષ જતાં પાટલીપુર નગરમાં મ્લેચ્છ કુળને વિષે યશા નામની ચાંડાલિનીની કુક્ષિમાં તેર માસ રહીને ચિત્ર શુદી આઠમને દિવસે કલ્કીને જન્મ થશે. તે કલકી રુદ્ર અને ચતુર્મુખ એવાં ત્રણ નામને ધારણ કરશે. તેનું શરીર ત્રણ હાથ ઉંચું થશે. તેના મસ્તક પરના કેશ કપિલવણું [ કાબરા ] અને નેત્ર પીળાં થશે. જન્મથી પાંચમે વર્ષે તેના ઉદરમાં રોગ ઉત્પન્ન થશે. અઢારમે વર્ષે કાર્તિક માસના શુકલ પડવાને દિવસે તેને રાજ્યાભિષેક થશે. તે મૃગાંક નામે મુગટ, અદંત નામે અશ્વ, દુર્વાસ નામે ભાલો અને દૈત્યસૂદન નામે ખડગ ધારણ કરશે. તેને સૂર્ય, ચંદ્ર નામે બે પગનાં કડાં અને લોકયસુંદરી નામે સુંદર વાસગૃહ થશે. તે સુવર્ણનું પુષ્કળ દાન આપી વિક્રમના સંવત્સરને ઉથાપી પિતાને સંવત્સર ચલાવશે. તેને ચાર પુત્ર થશે. તેમાં દત્ત નામને પુત્ર રાજગૃહ નગરીમાં, વિજય નામને પુત્ર અણહિલપુર પાટણમાં, મુંજ નામનો પુત્ર અવંતી દેશમાં અને અ રાજીત નામનો પુત્ર બીજા દેશમાં પોતપોતાની રાજધાની સ્થાપિત કરશે. તે કલકીના રાજ્ય સમયમાં આ પૃથ્વી સ્કેચના અને ક્ષત્રિય રાજાઓના રુધિર પ્રવાહથી સ્નાન કરશે. તેને દ્રવ્ય ભંડારમાં નવાણું કટિ સેનૈયા એકઠા થશે. તેની સેનામાં ચૌદ હજાર હાથી, ચાર પચાશ હાથણી, સત્યાશી લાખ ઘોડા અને પાંચ કોટિ પેદળ થશે. આકાશમાં ખેલે તેવા ત્રિશૂલને ધારણ કરનાર, પાષાણના અશ્વનું વાહન કરનાર અને અતિ નિર્દય એ એ કલ્કી છત્રીશ વર્ષની વયે ત્રિખંડ ભારતને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616