Book Title: Deshna Chintamani Part 03 04 05
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 605
________________ ૧૧૮ | શ્રી વિજ્યપઘસરિકૃતસ્વામી થશે. તેના રાજ્યના સમયમાં મથુરા નગરીમાં વાસુદેવ તથા બલદેવના પ્રાસાદ અકસ્માત પડી જશે. અનુક્રમે તે કલકી અતિલોભથી પિતાના નગરને ખેદાવી સર્વ તરફથી દ્રવ્ય કઢાવીને ગ્રહણ કરશે. એ પ્રમાણે ખોદતાં લોકોની ભૂમિમાંથી પાષાણમય લવણદેવી નામે પ્રભાદિક ગાય નીકળશે. તેને ચૌટામાં સ્થાપન કરશે. ત્યાં ઉભી રહી સતી તે ભિક્ષા માટે ફરતા સાધુઓને દિવ્ય શક્તિ વડે પિતાનાં શીંગડાં વડે મારવા ધસશે. તે જોઈ સાધુઓ તે નગરમાં જળને ભાવી ઉપસર્ગ જાણી વિહાર કરી જશે. ત્યારપછી સત્તર અહોરાત્ર સુધી અખંડ મેઘવૃષ્ટિ થશે. તેથી કલ્કીનું નગર ડુબી જશે. કલ્કી નાશીને કેઈ ઉંચે સ્થળે જતો રહેશે. પછી જળના પૂરથી ઉપરની માટી દેવાઈ જવાથી નંદરાજાએ કરાવેલા સુવર્ણના ગિરિ ઉઘાડા થયેલા જોઈ તે અર્થનો અત્યંત લુપી થશે. તેથી પુનઃ ત્યાં નવું નગર વસાવી બ્રાહ્મણ વિગેરે સર્વના કર લેશે. તે સમયે પૃથ્વી પરથી સુવર્ણ નાણું નાશ પામશે અને ચામડાના નાણાથી તે વ્યવહાર ચલાવશે. લોકો કંબલ તથા ઘાસનાં વસ્ત્ર પહેરશે. કલ્કીના સંબ્રાંત થયેલા લોકો પત્રાવલી વિગેરેમાં ભજન કરશે. એક વખતે કલ્કી રાજમાર્ગમાં ફરતા સાધુઓને જોઈ તેમની ભિક્ષામાંથી છો ભાગ માગશે, એટલે સાધુએ કાર્યોત્સર્ગ કરીને બોલાવેલી શાસનદેવી તેને તેમ કરતાં નિવારશે. પછી પચાસમે વર્ષે તેને ડાબી જાંઘમાં અને જમણી કુક્ષીમાં પ્રહાર થશે. તથાપિ પાછો કલ્કી સાધુઓની ભિક્ષાનો છઠ્ઠો ભાગ લેવા માટે તેમને ગાયના વાડામાં પૂરશે. તેમાં પ્રાતિપદ નામના આચાર્ય પણ આવી જશે. પછી સર્વ સંઘના સ્મરણથી શાસન દેવી આવી તેને સમજાવશે. તથાપિ તે સમજશે નહિ, એટલે આસન કંપથી તે હકીક્ત જાણી ઇંદ્ર વૃદ્ધ બ્રાહ્મણને રુપે ત્યાં આવી તેને આ પ્રમાણે કહેશે–“હે રાજા! આવા નિગ્રંથને પીડવા તે તને યોગ્ય નથી.” ત્યારે કલ્કી કહેશે કે “મારા રાજ્યમાં બીજા સર્વ ભિક્ષુકે કર આપે છે અને સાધુઓ કાંઈ પણ કર આપતા નથી, મેં તેમને વાડામાં ક્યા છે. પછી ઇંદ્ર તેને બે ત્રણ વાર સમજાવશે; તે છતાં જ્યારે તે નહિ સમજે ત્યારે ઇંદ્ર ક્રોધથી લપડાક મારી તેને હણી નાખશે. કલ્કી છાશી વર્ષનું આયુષ્ય ભોગવી મરણ પામીને નરકે જશે. પછી ઇદ્ર તેના પુત્ર દત્તને કેટલીક શિખામણ દઈ રાયે બેસારી ગુરુને નમીને સ્વર્ગે જશે. દત્ત પિતાને મળેલા તેના પાપના ફળને જાણીને બધી પૃથ્વીને જિનચૈત્યથી મંડિત કરશે તથા શત્રુંજયને ઉદ્ધાર કરશે. ત્યાર પછી જિનધર્મને મહિમા ઘણે વૃદ્ધિ પામશે. આવા સમયમાં પણ કેટલાએક ધર્મના રાગી થશે. કહ્યું છે કે “જેમ શૃંગી મત્સ્ય ખારા સમુદ્રમાં રહ્યા સતા પણ મિષ્ટ જળ પીવે છે તેમ આવા કાળમાં પણ પ્રાજ્ઞ પુરુષે ધર્મતત્વમાં તત્પર હોય છે.” એ દુષમા આરામાં યુગપ્રધાન સૂરિવરે થશે, ચતુર્વિધ સંઘ ધર્મમાં વર્તશે, અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616