________________
[ શ્રી વિજ્યપદ્ધકૃિતભેદ જાણ. ૯ તથા તૃષ્ણા વિલય એટલે લોભનો ત્યાગ કરે અથવા સંતોષ ધારણ કરે તે મુક્તિ નામને ૧૦મે ભેદ જાણ. એ પ્રમાણે દશ પ્રકારને શ્રમણધર્મ ટુંકાશુમાં જાણ. ૨૪
એહ દશ વિધ ધર્મ સ્ટીમર ભવજલધિમાં જાણીએ,
પુણ્ય પૂરા હોય તે ચિંતામણિને પામીએ; એમ વાણી સાંભળીને પુરૂષસિંહ ગુરૂને કહે, દરિદ્રીને ધન લાભ જે ધર્મ ધન્યજને લહે.
૨૫ સ્પષ્ટાર્થ –-ગુરૂ મહારાજ પુરૂષસિંહ કુમારને જણાવે છે કે આ દશ પ્રકારને સાધુને ધર્મ આ સંસાર સમુદ્ર તરી જવાને માટે સ્ટીમર એટલે આગબોટ જે જાણ. જેમ કેઈ પૂર્ણ ભાગ્યશાળી જીવને જ ચિંતામણિ રત્ન મળે છે, તેમ આ સાધુ ધર્મની પ્રાપ્તિ પણ પૂરા પુણ્યના ઉદયવાળા જીવને જ થાય છે. આ પ્રમાણે ગુરૂ મહારાજની દેશના સાંભળીને પુરૂષસિંહ રાજકુમાર આચાર્ય મહારાજને કહેવા લાગ્યા કે આપનું કહેવું સારું છે. કારણ કે દરિદ્રી (નિર્ધન) જીવને ધનના લાભ જે આ ધર્મને લાભ પણ ધન્ય જીવોને જ થાય છે એટલે ચારિત્ર મોહનીયાદિ કર્મોનો ક્ષયપશામાદિને કરનારા પ્રબલ પુણ્યશાલી ભવ્ય જીવે જ તે દશવિધ શ્રમણ ધર્મની પરમ ઉલ્લાસથી સાત્ત્વિકી આરાધના કરીને ભવ સમુદ્રને તરી જાય છે. આવા ( શ્રી આદિનાથ પ્રભુના પુત્ર વગેરે ભાગ્યશાલી જીની જેવા) મહાપુરૂષે ગુણાનુરાગી બીજા જીવોને પ્રશંસનીય (વખાણવા લાયક) બને એમાં નવાઈ શી? ૨૫ પુરૂષસિંહ કુમાર ગુરૂને પિતાની દીક્ષા લેવાની અભિલાષા જણાવે છે - આપે કહેલ એ સધાય ન આધિમય ગ્રહવાસમાં,
ભવતરૂને દેહલે ગૃહવાસ કલેશે એહમાં તેહથી ઉદ્વેગ પામે આજ દીક્ષા છે મને,
ગુરૂ કરી અનુમોદના શિક્ષા દીએ ઇમ તેહને. સ્પષ્ટાર્થ––રાજકુમારે વિશેષમાં કહ્યું કે આપ સાહેબે કહેલ આ શ્રમણ ધર્મ આધિ (સ્ત્રીપુત્રાદિની ઘણું વિવિધ ચિંતાઓ)થી ભરેલા આ ઘરવાસમાં રહીને સાધી શકાય તેવો નથી. કારણ કે આ ગૃહવાસ સંસારરૂપી ઝાડના દેહલા જેવો છે એટલે ભવભ્રમણને વધારનાર છે, અને તેમાં અનેક જાતના કલેશ રહેલા છે. તેથી હું આ અસાર સંસારથી ઉદ્વેગ પામે છું અથવા વૈરાગ્ય ભાવને પામેલ છું. માટે હે દયાળુ ગુરૂ દેવ! આપ આજે મને દીક્ષા આપે. તે વખતે ગુરૂ મહારાજે કહ્યું કે હે કુમાર ! આ તમારે વિચાર ઘણે ઉત્તમ છે, માટે હું તમારા વિચારને અનુમોદન આપું છું. કારણ કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org