________________
[ શ્રી વિજ્યપારિકૃત ભેગ્યકમે રાજકન્યા પરણતાંપ પ્રભુ જન્મથી,
દશ લાખ પૂર્વપર ગયા પછી નિજ તાત આગ્રહ વચનથી; રાજ્યને સ્વીકારતા લખ પૂર્વ ઓગણત્રીશ અને,
પૂર્વગ બાર ૫૩ સુધી કરત વર ન્યાયથી તે રાજ્યને. ૭૫ સ્વાર્થ–પ્રભુએ પિતાને માતાપિતાને પરણાવવા માટે આગ્રહ જોઈને અને પિતાને ભેગાવલિ કર્મો ભેગવવાનાં હજી બાકી છે એવું જાણીને રાજકન્યા (૫૧) સાથે લગ્ન કર્યા.
જ્યારે પ્રભુ દશ લાખ પૂર્વ વરસની ઉંમરવાળા (૫૨) થયા ત્યારે પિતાના અતિ આગ્રહને લીધે પ્રભુએ રાજ્યને સ્વીકાર કર્યો એટલે કે પ્રભુ તે વખતે રાજા થયા. ત્યાર પછી પ્રભુ ન્યાયથી રાજય ચલાવવા લાગ્યા. એ પ્રમાણે પ્રભુએ ઓગણત્રીસ લાખ પૂર્વ અને ઉપર બાર પૂર્વગ (૫૩) સુધી ઉત્તમ ન્યાયથી રાજ્ય કર્યું, તેથી લોકો ઘણી સુખ શાંતિમાં રહીને પરમ ઉલ્લાસથી ધર્મની આરાધના કરતા હતા. ૭૫ પ્રભુના માતા પિતાની ગતિ, વાર્ષિક દાન, દિક્ષા વગેરે બીના ત્રણ કેમાં જણાવે છે ચક્રીપ૪ ન પ્રભુ માતા૫૫ શિવે જાતા ઈશાને પ્રભુ પિતા,
સ્વયંબુદ્ધ જિનેશને લેકાન્તિકો પ્રતિબોધતા દાન વાર્ષિક ૮ આપતા અભિષેક ઇંદ્રાદિક કરે,
અભયંકરામાં બેસતા લેયા વિમલ ધારણ કરે. ૭૬ સ્પષ્ટાર્થ–પ્રભુ ચક્રવર્તી (૫૪) નહતા. પ્રભુના માતા મંગલારાણી (૫૫) મોક્ષે ગયા છે. અને પ્રભુના પિતા મેઘ રાજા અંત સમયે આરાધના કરીને ઈશાન દેવલોકમાં (૫૬) મહર્થિક દેવ થયા. પ્રભુ સ્વયં બુદ્ધ હતા એટલે પોતાની મેળે જ બોધ પામેલા હતા. તેથી તેમણે પિતાની મેળે જ દીક્ષા લીધી છે પરંતુ કોઈને ઉપદેશથી બોધ પામીને દીક્ષા લીધી નથી. તે છતાં પણ પિતાને આચાર હોવાથી લોકાંતિક દેવ પ્રભુને પ્રતિબંધ કરવાને આવે છે, અને પ્રભુને તીર્થ પ્રવર્તાવવાની વિનતિ કરે છે. ત્યાર પછી પ્રભુ એક વર્ષ સુધી વરસીદાન (૫૮) આપે છે માટે તે દાન “ સાંવત્સરિક દાનના” નામથી ઓળખાય છે. પ્રભુના દીક્ષા મહોત્સવ વખતે ઈન્દ્ર વગેરે પુણ્યવંતા ભવ્ય છે પ્રભુને અભિષેક કરે છે. તે પછી મહેસૂવાદિ ધામધૂમ પૂર્વક અભયંકરા (૫૯) નામની પાલખીમાં બેસીને પ્રભુ દીક્ષા લેવાને નીકળે છે. તે વખતે પ્રભુ તેજે પદ્મ અને શુકલ એ ત્રણ શુભ લેશ્યામાંથી કેઈ એક વેશ્યાને ધારણ કરતા હતા, એટલે પ્રભુદેવના હૃદયમાં અધ્યવસાયે સારા વતતા હતા. ૭૬
શ્રેષ્ઠ ઉત્સવ સપરિવારે વિનીતા ચતૂર થઈ
સહસ્ત્રાપ્રધ૧ અશોક તરૂ તલ આવતા પ્રભુ ભવતરી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org