Book Title: Deshna Chintamani Part 03 04 05
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 553
________________ | શ્રી વિજયપધસરિતા ગર્ભમાં રહેલે પુત્ર જો તું મને આપે તે હું તારો દેહદ પૂર્ણ કરું” આ તારું વચન જ્યારે તે સ્વીકારે, ત્યારે તારે તેને આમ્રફળ લાવી આપવાં. મારા જન્મ પછી મને તારે સ્વાધીને રાખીને જૈન ધર્મને બોધ આપે. વળી વૈતાઢય પર્વત ઉપર પુષ્કરિણી(વાવ)માં મેં મારા નામથી અંક્તિ બે કુંડળ ગેપવ્યાં છે, તે મને ખાત્રીને માટે બતાવવાં. કદાચ તું મરીને સ્વર્ગમાં જાય, તે પણ મારી ઉપેક્ષા કરવી નહીં.” આ પ્રમાણેના તે દેવના વચનને મૂકે અંગીકાર કર્યું, એટલે તે દેવ સ્વસ્થાને ગયે. અનુક્રમે આયુષ્ય પૂર્ણ થતાં તે દેવ ચવીને મૂકની માતાની કુક્ષિમાં અવતર્યો. તેને ઋતુ વિના કેરી ખાવાને દોહદ થયો, તે વખતે દેવની વાણીનું સ્મરણ કરીને મૂક બે કે “હે માતા ! જે તું મને આ ગર્ભમાં રહેલા પુત્રને આપે, તે હું તને આમ્રફળ લાવી આપું.” માતાએ તેમ કરવાનું કબૂલ કર્યું, એટલે તે મૂકે દેવે કહેલા પર્વત પરથી આમ્રફળ લાવી આપીને માતાનો દેહદ પૂર્ણ કર્યો. સમય પૂર્ણ થતાં તેણે પુત્ર પ્રસબે. માતા પિતાએ હર્ષથી તે પુત્રનું અહંદૂત્ત એવું નામ પાડયું. પછી મૂક પિતાના ભાઈનું બાલ્યાવસ્થાથીજ લાલનપાલન કરવા લાગ્યો અને ચૈત્યમાં તથા ઉપાશ્રયમાં સાથે લઈ જેવા લાગ્યું. પણ તે બાળક મુનિઓને જોઈને મેટેથી રેવા લાગતે, અને તેમને વંદના પણ કરતા નહીં. મૂકે તેને ઘણી રીતે સમજાવ્યો, પણ તે બાળક સાધુના ગન્ધને પણ સહન કરતે નહીં. છેવટે તેને સમજાવતાં મૂક થાકી ગયે, તે પણ તે (અહંદૂત્ત) ધર્મ પાપે નહીં. એટલે મૂક તે સાધુ પાસે દીક્ષા લઈને અનુક્રમે આયુષ્ય પૂર્ણ થતાં સ્વર્ગે ગયે. ત્યાં તેણે અવધિજ્ઞાનનો ઉપયોગ દીધે તે પોતાના નાના ભાઈ અદત્તને ચાર સ્ત્રી સાથે પરણેલો જોયે, મૂક દેવે તેણે કહેલું અને પોતે સ્વીકાર કરેલું પૂર્વ ભવનું વાકય સંભાયું, અને તેને પ્રતિબંધ કરવા માટે પ્રથમ તેના શરીરમાં જલદરને વ્યાધિ ઉત્પન્ન કર્યો. તે વ્યાધિના ભારથી અહદ્દા ઉઠી પણ શકતો નહીં. સર્વે વૈદ્ય તેની ચિકિત્સા કરી કરીને થાક્યા, પણ કેઈથી સારું થયું નહીં, તેથી સર્વ વૈદ્યોએ તેને ત્યાગ કર્યો. પછી તે મૂક દેવ પિતે વૈદ્યને આડંબર કરીને અહંદૂત્તની પાસે આવ્યો. અહદત્ત તેને જોઈને દીન મુખે બોલ્યો કે “હે વૈદ્યરાજ ! મને રેગથી મુક્ત કરે.” વૈદ્ય બે “તારે આ વ્યાધિ અસાધ્ય છે, તે પણ વિવિધ પ્રકારના ઔષધેથી હું તને નિરોગી કરું; પરંતુ સારું થયા પછી તારે આ મારે ઔષધ તથા શાસ્ત્રોને કેથળે ઉપાડીને જીવતાં સુધી મારી સાથે ફરવું પડશે.” તે સાંભળીને અહંદૂત્તે તે વાત કબૂલ કરી, એટલે તે માયાવી વૈદે ઔષધે આપીને તેને સારે કર્યો. પછી અહંદૂત્ત તેની સાથે ચાલે. દેવવૈદ્ય તેને વૈદકને યોગ્ય એવાં શાસ્ત્રોથી ભરેલ કેથળો ઉપાડવા આપે. તે કોથળાને માયાવડે અત્યંત ભારવાળે કર્યો. અહદત્ત તેવા અસહ્ય ભારને હમેશાં વહન કરતો વિચારવા લાગ્યો કે “આટલે ભાર હું નિરંતર શી રીતે વહન કરી શકીશ?” એક દિવસ કેક સ્થાને તેણે સંયમધારી સાધુઓને જોયા. તે વખતે અહંદૂત્તના મનમાં વિવિધ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616