________________
દેશનાચિતામણિ ભાગ પાંચમ
સ્પષ્ટાથે - આ સુમતિનાથ ભગવાનને બધા મળીને સો ગણે (૧૦) હતા. એ પ્રમાણે ઉપદેશ આપતાં પહેલી પિરસી કાળ પૂરો થયો ત્યારે પ્રભુશ્રી સુમતિનાથ સમવસરણના બીજા ગઢમાં ઈશાન ખૂણામાં દેએ રચેલા દેવછંદાને વિષે પધાર્યા. તે પછી બીજી પરિસીમાં પ્રભુના ચરમ નામના (૧૫) પ્રથમ ગણધરે પ્રભુના પાદ પાઠે બેસીને
આ પ્રમાણે દેશના આપવા માંડી. હે ભવ્ય જી ! તમે હાલ વિદ્યમાન તીર્થંકર શ્રી સુમતિનાથ પ્રભુના દર્શન કર્યા, તથા તેમની નિર્મલ દેશનાને સાંભળી. આ પ્રમાણે તમને ઘણે સારો પુણ્યને યોગ પ્રાપ્ત થયેલ છે. આ મુદ્દાને લક્ષમાં રાખીને તમે પરમ ઉલ્લાસથી જિન ધર્મને સારી રીતે આરાધજો. ૧૩૪ આ જગતમાં આશ્ચર્ય રૂપે શું જણાય છે? તેને ઉત્તર જણાવે છે – આશ્ચર્ય એ જગમાં જણાએ ધર્મના ફલ સૌ ચહે,
પણ ધર્મને આરાધવાની સદ્દગુરૂને ના કહે પાપના ફલ ના ચહે પણ મૂઢ જીવો પાપને,
કરતાં ડરે ના તિણ તજી તે મેહ અજ્ઞાનાદિને. ૧૩૫ સ્પષ્ટાઈ–વળી આ જગતમાં એ મોટું આશ્ચર્ય જણાય છે કે સઘળા છે ધર્મના ફલને ચાહે છે અથવા સુખને ઈચ્છે છે. અને સુખ એ ધર્મનું ફલ છે. માટે ધર્મના ફલને ઈચ્છે છે ખરું, પરંતુ કારણ વિના કાર્ય બનતું નથી. ધર્મરૂપી કારણને સેવ્યા સિવાય સુખરૂપી કાર્ય અથવા ફલ કેવી રીતે મળી શકે? અથવા નજ મળે. તે છતાં એટલે ધર્મના ફળને ઈચ્છવા છતાં પિતાના હિત ચિંતક સદ્દગુરૂ આદિને ધર્મને આરાધવાની ના કહે છે. વળી આ છે પાપનાં ફળને ચાહતાં નથી. કારણ કે પાપનું ફલ દુઃખ છે. એ દુઃખ ભેગવવાનું કેઈને ગમતું નથી. છતાં આ મૂઢ એટલે અજ્ઞાની મહવાસિત પાપને કરતાં ડરતાં નથી. આ પ્રમાણે બનવાનું કારણ મેહ તથા અજ્ઞાન દશા છે. બંનેને ત્યાગ કરવાથી અને વૈરાગ્યાદિ ગુણેને પ્રકટ કરવાથી તમે આત્માદિ પદાર્થોના યથાર્થ સ્વરૂપને જરૂર સમજશે, ને મોક્ષમાર્ગની સાત્ત્વિકી આરાધના પણ જરૂર કરી શકશે. ૧૩૫ સર્વે સંસારી જીનું કર્માધીનપણું વગેરે બીને જણાવે છે – આપ સ્વભાવે લીન રહે સવિ જીવ જાણે વિશ્વના,
કર્મને આધીન તેથી ભવ ભમે દેવાદિના; અહિંયા નથી કે તમારે ના તમે પણ કેઈન,
જે તમારે તે તમારી પાસ જાણો ભવિ જના! ૧૩૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org