________________
દેશનાચિંતામણિ ભાગ પાંચમ ]
૮૭
ગાયન સાંભળવામાં લીન થઈ ગયા હોય તેવા જણાય છે. તથા આપની બંને બાજુએ વીંઝાતી ચામરની શ્રેણિ તે ચામર ધત વર્ણના હેવાથી જાણે તમારા મુખ રૂપી કમલની સેવા કરવાને માટે હંસને સમૂડ આવ્યો હોય તેવા જણાય છે. આથી હું માનું છું કે આ બધી સમૃદ્ધિ આપના ઉત્તમ જિનના કર્મના ઉદયાદિ અપૂર્વ પ્રભાવને જણાવે છે. ૮૬ પ્રભુજી સિંહાસન બેસીને ઘો આપ જ્યારે દેશના,
સુણવા તદા આવે હરિણગણ ભક્ત જાણે સિંહના; હોયની તેવા જણાએ વૈર વિસરે જન્મના,
વૈર તરસ ભૂખ ના અવદાત અનુપમ આપના. સ્પાર્થ – હે પ્રભુજી! જ્યારે આપ સિંહાસન ઉપર બેસીને દેશના આપે છે એટલે ધર્મોપદેશ કરે છે તે વખતે હરણના ટોળે ટેળાં તે દેશના સાંભળવાને આવે છે. તે વખતે તે હરણે જાણે સિંહના ભક્તો હોય તેવા જણાય છે. એટલે તે વખતે હરણિયાઓને સિંહને ભય લાગતું નથી. તેમજ સિંહ પણ તે હરણાંઓને મારતું નથી. આ રીતે કહેવાનું રહસ્ય એ છે કે આપના તેવા પ્રકારના પવિત્ર અતિશયને લીધે જન્મથી જ પરસ્પર વૈરવાળા તે પ્રાણીઓ એક બીજાના વૈર ભાવને છોડી દે છે એટલું જ નહિ પરંતુ તેઓ તે વખતે ભૂખ અને તરસને પણ વિસરી (ભૂલી) જાય છે. આ બધે પ્રભાવ આપને જ છે. એમ હું ચોક્કસ માનું છું. ૮૭
શીત તેજે વ્યાસ વિધુ જિમ હર્ષ ઘેજ ચોરને,
આપ કાંતિ વ્યાપ્ત તિમ આનંદ આપો સર્વને; વિશ્વપતિ ! આગળ તમારી દેવ દુંદુભી વાજતા,
આત ગણમાં તુજ વિપુલ સામ્રાજ્યને વિસ્તારતા. ૮૮ સ્પષ્ટા –જેવી રીતે શીત તેજ એટલે શીતળ પ્રકાશવાળે ચંદ્ર ચકેર પક્ષીને હર્ષ આપે છે (રાજી કરે છે, તેવી રીતે કાંતિ રૂપી તેજવાળા આપ પ્રભુ પણ સર્વ જીવોને આનંદ આપે છે. તે વિશ્વના પતિ ! તમારી આગળ આજ દેવદુંદુભિ વગેરે વાજિંત્રો વાગી રહેલા છે તે બધા વાજાંઓ આમ જનેના સમૂહને વિષે આપના વિશાળ સામ્રાજ્યને વિસ્તાર કરે છે, એટલે તમામ આH (અરિહંત) પુરૂષમાં આપ ચક્રવતી રાજાની જેવા શ્રેષ્ઠ છે, એમ તે વાજિંત્રો જણાવે છે. ૮૮
મસ્તકે ત્રણ છત્ર શેભે આપ પુણ્ય સમૃદ્ધિના,
ક્રમ સમા તિમ તેહ જ્ઞાપક ભુવન વર પ્રભુતાતણા, આવી તમારી અષ્ટ પ્રાતિહાર્ય લક્ષમી જઈને,
મિથ્યાત્વીઓ પણ જરૂર પામે ચિત્તમાં આશ્ચર્યને. ૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org