________________
દેશનાચિંતામણિ ભાગ પાંચમે ] વગેરે (ખાનારાઓ) તે દુખમાંથી લગાર પણ ભાગ લઈ શકતા નથી. આવી રીતે જે કરે તે ભગવે એ કુદરતને નિયમ હોવાથી તું બીજા પુત્રાદિને વિશ્વાસ કરીશ નહિ. બીજા પુત્ર વગેરે મને દુઃખના સમયે મદદ કરશે એવી આશા તું રાખીશ નહિ. કારણ કે એવી આશા રાખવી, તે તદ્દન નકામી જ છે. ૫
દાખ રૂ૫ દવથી સળગતું ભવ અરણ્ય તિહાં ભમે,
નરકાદિ ગતિમાં એકલે તું વિવિધ પીડાને ખમે; પસ્તાય બહુ પીડા સહંતા બંધ કાલે ભૂલતા,
તે સમયમાં ચેતનારા ના કદી દુખિયા થતા, સ્પષ્ટાર્થ –આ ભવ અરય એટલે સંસાર રૂપી વન અનેક પ્રકારના દુઃખરૂપી દાવાનળથી સળગી રહ્યું છે. તે સંસાર રૂપી અરણ્યમાં આવેલ નરકગતિ તિર્યંચગતિ વગેરે ગતિમાં અનેક પ્રકારની પીડાઓને સહન કર તું એકલો રખડે છે. ને વિવિધ પ્રકારની વેદનાને ભેગવે છે. અહીં સમજવાનું એ છે કે જેઓ બંધકાલે એટલે કર્મોને બંધ કરતી વખતે ભૂલ કરે છે એટલે ચેતતા નથી, તેઓ જ્યારે દુઃખને ભેગવવાને વખત આવે છે ત્યારે ઘણે પસ્તા કરે છે. પરંતુ અશાતા વેદનીયાદિ કર્મોને બાંધ્યા પછી શેક કરવો શા કામને? અહીં સત્ય બીન એ છે કે જેઓ બંધ કરતી વખતે ચેતીને ચાલે છે તેઓ કદાપિ દુઃખી થતા નથી. કારણ કે કહેવત છે કે ચેતતા નર સદા સુખી. માટે હે જીવ! તું કર્મબંધના કારણેને સેવીશ નહી. ૯૬
ભવમાં ભમતા જીવન ના હાય કરેતો દેહ આ,
તેહ સુખ દુઃખ ભોગ સાધન જાય ને પરભવ જતાં; પૂર્વ ભવથી સાથ નિજની આવતે ના તેહથી,
હાયને કરનાર તે નહિ જાણજે ઈમ નિયમથી. ૯૭ સ્પષ્ટાઈ–વળી હે ભવ્ય જ ! તમે તમારા આત્માને આ રીતે હિતશિક્ષા દેજે કે–હે જીવ! તું જે શરીરને તારૂં માને છે અને તું જેને સાચવવાને માટે અનેક પ્રકારનાં દુઃખ સહન કરે છે, તે તારૂં વહાલું શરીર પણ આ સંસારમાં રખડતા સુખ શાંતિને ચાહનારા આ જીવને જરા પણ સહાય કરતું નથી. ખરી બીન એ છે કે આ શરીર તે જીવને સુખ અથવા દુઃખ ભોગવવાનું સાધન છે. એટલે શરીર દ્વારા પણ જીવ સુખ દુઃખને ભેગવે છે. પરંતુ પરભવમાં જતી વખતે આ શરીર સાથે જતું નથી. વળી સંસારી જીવ પૂર્વ ભવથી આ ભવમાં આવતી વખતે પણ તે શરીરને સાથે લઈને આવતો નથી. તેથી આ શરીર સહાય કરનારૂં નથી, એમ તું નક્કી માનજે, માટે મોહથી આ શરીરના રક્ષણાદિને માટે આરંભ વગેરે અનેક પ્રકારના દુઃખે ભેળવીને બાંધેલા ચીકણાં કર્મોના ઉદયે દુર્ગતિની ભયંકર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org