________________
શિનચિંતામણિ ભાગ પાંચમે ]. આ જીવ અનેક સ્વરૂપવાળે જાય છે તે બધાનું મૂળ કારણ તે જીવના પિતાનાં જ કર્યો છે. આત્મા નિર્મળ છે. પણ કમના સંગથી વિવિધરંગી જણાય છે. તે બાબતમાં દષ્ટાન્ત આપીને સમજાવતાં કહે છે કે જેમ સફટિક રત્ન મૂળ સ્વરૂપે તે સફેદ વર્ણવાળું છે, છતાં પણ જૂદા જૂદા પ્રકારના રંગવાળા (રંગબેરંગી) સૂતરના સંગથી તે જૂદા જૂદા રંગવાળું જણાય છે. તે સ્ફટિકની અંદર લાલ દોરો પરોવીએ તો તે સ્ફટિક લાલ લાગે. તેમાં કાળે દેરે પરેવીએ તે કાળું લાગે, પીળે દોરે પરેવીએ તે પીળું લાગે છે. છે કે આવા રંગવાળા દેરાના સંયોગથી સ્ફટિક લાલ, પીળું કે કાળું લાગે છે, પરંતુ તેથી તે રફટિકનું જે મૂળ સ્વરૂપ છે તે કઈ રીતે બદલાતું નથી. તેવી જ રીતે આ આત્મા પણ નિર્મળ સ્વરૂપવાળે છે છતાં પણ કરેલા કર્માના સંગને લીધે જૂદી જૂદી અવસ્થાવાળે દેવા િરૂપે જણાય છે, પરંતુ તેનું અસલ સ્વરૂપ બદલાતું નથી, તે તે નિર્મળ છે છતાં કર્મના સંગથી બાહા ભાવે જુદું જુદું જણાય છે. ૧૧૭
સંસાર થીએટર સમો સંસારી નટસમા,
નૃત્ય જેવું ભવ થામણ કૃત કર્મ ગણ નાટક સમા; નાયક તણું આદેશથી જિમ વિવિધ નૃત્યે નટ કરે,
કર્મના આદેશથી ભવિ જીવ વિવિધ ભ્રમણ કરે. ૧૧૮ સ્પષ્ટાથે આ ચાર ગતિ રૂપી સંસાર નાટક કરવાના થીએટર જેવો છે. તેમાં રહેનારા બધા સંસારી જીને નાટક કરનાર નટના જેવા જાણવા. જેમ થિએટરને વિષે નટ લેકે નાયકના કહ્યા મુજબ જૂદા જૂદા રૂપ કરીને આવે છે ને પિતાને વેશ (પાટ) ભજવીને ચાલ્યા જાય છે, તેવી રીતે જીવ પણ મનુષ્ય, તિર્યંચ, નારકી, દેવ વગેરે રૂપે થઈને પિત પિતાનું કાર્ય રૂપી નૃત્ય કરીને ચાલ્યો જાય છે એટલે તે તે અવસ્થાઓને બદલ્યા કરે છે. માટે નૃત્ય સરખું ભવ ભ્રમણ જાણવું. તથા કુતકર્મ ગણું એટલે પૂર્વે બાંધેલા કમને સમૂહ તે નાયક (મુખ્ય ઉપરી) સર જાણ, જેમ નાટકમાં નાયક હોય છે તેના કહેવા પ્રમાણે નટ લોકે નાટક ભજવે છે, તેમ જીવ પણ કરેલા કર્મના ઉદયથી વિવિધ પ્રકારની અવસ્થાએ ભેગવત સંસારમાં રઝળ્યા કરે છે. માટે છ નટ સરખા જાણવા. અને સંસાર જમણુ નૃત્ય જેવું, તથા સંસાર થીએટર જે અને બાંધેલા કર્મોને ઉદય નાયક જે જાણ. ૧૧૮ સર્વદા ઇમ દ્રવ્ય રૂપે શાશ્વત પર્યાયથી,
અથિર છે મુજ આતમા જ્ઞાનાદિધારક નિયમથો; જ્ઞાન દર્શન ચરણ તિમ વીર્ય વળી ઉપયોગ એ,
આત્મ લક્ષણ એ કરણથી આત્મલક્ષ્મ વિચારીએ. ૧૧૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org