________________
રેશનાર્ષિતામણિ ભાગ પાંચમ ]
પરભાવ રંગી મૂઢ છે કરણ વિષયાવેશથી,
પર વસ્તુ પિતાની ગણે પણ સત્ય રૂપે તિમ નથી. ૧૦૦ સ્પષ્ટાથ–ઉત્તમ જ્ઞાન, દર્શને ચારિત્રના તરંગમાં (પર્યાયમાં) વિલાસ કરનારે આ મારે આમા છે, તે આમત્વ ધર્મની અપેક્ષાએ એક છે એટલે એકલે છે અને શાશ્વત રૂપ એટલે સદા કાળ રહેનાર છે. પણ કદાપિ નાશ પામનાર નથી. માટે આ જ્ઞાન દર્શન સ્વરૂપ આત્મા વિના આ વિશ્વમાં રહેલ બીજા સર્વ પદાર્થો મેહને લીધે જ મારા છે એમ લાગે છે, પરં તુ ખરી રીતે તે આત્માથી જૂદા જ છે એમ ચોકકસ સમજવું જોઈએ. અજ્ઞાનાદિથી આ રીતે નહિ સમજનારા પરભાવરંગી એટલે આત્માથી જૂદા બીજા સ્ત્રી આદિ પૌગલિક પદાર્થોમાં આસક્ત એવા મૂઢ એટલે મૂર્ખ જી ઈન્દ્રિયોના શબ્દાદિ વિષયોના આવેશ (વેગ) થી પર વસ્તુઓને પિતાની માને છે. પરંતુ આત્મ દષ્ટિથી સાચી વિચારણા કરતાં જરૂર સમજાશે કે તે પદાર્થો આત્માથી જુદા જ છે. ૧૦૦
જેમ પરની વસ્તુને મુજ વસ્તુ છે ઈમ માન્યતા,
દુઃખદ તિમ પરભાવમાં મારાપણાંની માન્યતા; પીડા અને ભય આપતી ઈણ એક ભવ્યાત્મા કહે,
હે ચિત્ત ! તજ પર ભાવને જેથી સ્વભાવ રતિ વહે. ૧૦૧
સ્પષ્ટાર્થ-જેમ કઈ પારકાની વસ્તુને પિતાની વસ્તુ છે એમ માનવાથી પરિણામે દુઃખી થાય છે તેવી રીતે પરભાવ એટલે આત્માથી જૂદા ધન, દલિત, સ્ત્રી, જમીન વગેરે પૌગલિક પદાર્થોમાં પિતાપણાની માન્યતા એટલે એ મારાં છે એવી માન્યતા તે જીવને પીડા તથા ભયને આપનારી થાય છે. કારણ કે કઈ તે વસ્તુઓ લઈ લે અથવા વસ્તુએને નાશ થાય ત્યારે તે મહી જીવને પીડા એટલે દુઃખ થાય છે. તેમજ તે વસ્તુઓ કઈ બીજે મારી પાસેથી લઈ લેશે આ ભય પણ રહ્યા કરે છે. માટે એક આત્મજ્ઞાની ભવ્ય જીવ મનને કહે છે “હે ચિત્ત ! તું પરભાવમાં રહેલા મમત્વને ત્યાગ કર કે જેથી તને સ્વભાવ રતિ એટલે પિતાના જ્ઞાનાદિક ગુણોમાં રમણતા થશે. અને તેવી રમણતા તને પરંપરાએ જરૂર મેક્ષ આપશે. ૧૦૧
ચંદન તરૂને અડકત જિમ પવન આનંદિત કરે,
આત્મ તત્વ વિચાર તિમ નિજ ચિત્તને હર્ષિત કરે સમતા સહિત આ એકતાની ભાવનાને ભાવજે,
રાજર્ષિ નમિની જેમ પરમાનંદ મહેલે હાલજે. ૧૦૨ સ્પાઈ–જેવી રીતે ચંદનના વૃક્ષને અડકતે સુગંધીદાર પવન તે સ્થળે રહેલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org