________________
પ૭
[ શ્રી વિજ્ય પદ્ધતિ પણ રાણીને વચન યોગ્ય લાગવાથી આ વાતને કબૂલ રાખી. પછી રાજા મંગલા રાણીને સાથે લઈને સભાની અંદર ગયા. પછી તે બંને સ્ત્રીઓને બોલાવવામાં આવી. ત્યાર પછી રાણીની આગળ તે બંનેને ઝગડો થવાનું કારણ ફરીથી પૂછવામાં આવ્યું. તે વખતે બંને સ્ત્રીઓએ રાજાને જે હકીકત જણાવી હતી તેજ હકીકત ફરીથી જણાવી. ત્યાર પછી રાણીએ વિચાર કરીને તે બંને સ્ત્રીઓને આ પ્રમાણે જવાબ આપે. ૬૬
હે બાઈઓ! મારા ઉદરમાં મતિકતાવધિ ધારતા,
તીર્થપતિ ઉપજેલ છે તે ઉચિત સમયે પ્રસવતા; અશક નીચે બેસીને તે ગ્ય નિર્ણય આપશે,
રાહ જ જો ત્યાં સુધી ને સત્યને નિર્ણય થશે. સ્પષ્ટાથ–હે બંને સ્ત્રીઓ! તમે સાંભળે. મારા ઉદરને વિષે હાલમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન તથા અવધિજ્ઞાન એમ ત્રણ જ્ઞાનને ધારણ કરનારા તીર્થ પતિ ઉપજેલ છે. તેમના યોગ્ય કાલે જન્મ થયા બાદ અનુક્રમે તે જયારે મોટા થશે ત્યારે અશોક વૃક્ષ નીચે બેસીને આ તમારા ઝગડાને સાચો નિર્ણય કરી આપશે. માટે તમારે સાચે ન્યાય જોઈતો હોય તે તમારે બંને સ્ત્રીઓએ તેટલા વખત સુધી આને સાચો નિર્ણય જાણવાને રાહ જોવી. કારણ કે આ બાબતને સાચો નિર્ણય આપવાને તેજ સમર્થ છે. આ રીતે રાણીએ તે બંને સ્ત્રીઓને રાહ જોવાને જણાવ્યું. પ૭
અપર માતા તે કબૂલે પણ ખરી માતા કહે,
હું સમય પણ પુત્ર વિણ ન રહી શકું ને કુણ ચહે; શકય આધીન પુત્ર કરવા માત છે સર્વજ્ઞના,
કરૂણ કરી આજે જ આપો ન્યાય એ મુજ ભાવના. ૫૮ સ્પદાર્થ –મંગલા રાણીના આ વેણ સાંભળીને અપર માતાએ (ઓરમાન માતાએ) તે તે વાત તરતજ કબૂલ કરી. કારણ કે તેને હા બેટે હેવાથી ત્યાં સુધી રાહ જોવામાં તેને વાંધો નહોતે. પરંતુ ખરી માતાએ તે તેજ વખતે કહી દીધું કે હું પુત્ર વિના ક્ષણ વાર પણ રહી શકું જ નહી. વળી પિતાના પુત્રને શેક્યને સેંપવાની વાત કે કબૂલ રાખે. અને તમે તે સર્વજ્ઞ પ્રભુના પૂજ્ય માતાજી છે માટે તમે મારા ઉપર દયા લાવીને મને આજે જ આને ન્યાય આપે એવી મારી ઈચ્છા છે. ૫૮ ઈમ સુણી નિર્ણય વિચારી બેલતા ઇમ મંગલા,
આ જનની સત્ય સુતની જાસ વચન નિર્મલા; જે ન કાલક્ષેપ સહતી પુત્ર છે તેને જ આ,
જે વિલંબ કબૂલતી સુતની ખરી માતા ન આ.
પ૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org