________________
શનાચિંતામણિ ભાગ પાંચમે ]
દયા રૂપી વલ્લિના આધાર તરૂ સમ આપ છો, વિશ્વ વાંછિત પૂરનાર અમર તરૂ સમ આપ છે. ૬૯
સ્પષ્ટથ–હે પ્રભુ! આપ ધર્મ રૂપી માંડવાને ટકાવવામાં થાંભલા સમાન છે. જેમ માંડે એટલે મંડપ મજબૂત સ્તંભ વિના ટકી શકતું નથી, તેમ આપની જેવા ઉત્તમ પુરૂષ રૂપી સ્તંભ વિના ધર્મ રૂપી માંડે ટકી શકે નહિ. વળી આ૫ આ વિશ્વમાં પ્રકાશ કરવાને માટે સૂર્ય સમાન છે. જેમ સૂર્યની આગળ અંધારૂં નાશ પામી જાય છે અને સઘળે ઠેકાણે પ્રકાશ ફેલાઈ જાય છે તેમ આપ સરખા સૂર્ય ઉદય થવાથી આ વિશ્વમાંથી મિથ્યાત્વ રૂપી અંધકારને નાશ થયો છે અને ભવિષ્યમાં કેવળજ્ઞાન રૂપી પ્રકાશ ફેલાઈ જવાને છે. તથા જેમ વેલડીને ઝાડને આધાર હોય છે એટલે ઝાડને આધારે વેલ વૃદ્ધિ પામે છે તેમ આ દયા રૂપી વેલડીને વધવા માટે આપ ઝાડ જેવા છે. વળી આપ કલ્પવૃક્ષ સમાન છે, કારણ કે જેમ કલ્પવૃક્ષ મનવાંછિત પૂરા કરે છે તેમ આપ આ વિશ્વના તમામ જીવોના વાંછિતને પૂરનારા હોવાથી કલ્પવૃક્ષ જેવા છે. ૬૯ વિશ્વપતિ! આ વિશ્વની રક્ષા કરે પ્રભુ! આપની,
દેશના નર ધન્ય સાંભળશે સકલ દુખ હારિણી; મુક્તિદ્વાર ઉઘાડવા કુંચી સમી તે દેશના,
સુણવા સમય વહેલો મળે આ દાસની એ ભાવના. ૩૦ સ્પાઈ–હે વિશ્વના પતિ ! આપ આ વિશ્વની રક્ષા કરનાર છે. કારણ કે આ૫ ભવિષ્યમાં વિશ્વના જીને સદુપદેશ દઈને રાગ દ્વેષ રૂપી શત્રુના પંજામાંથી છોડાવી તેમનું રક્ષણ કરનારા જરૂર થશો. વળી હે પ્રભુ! જ્યારે આપ કેવલજ્ઞાની થશે, ત્યારે જે ભવ્ય સઘળાં દુઃખોને નાશ કરનારી આપની દેશનાને સાંભળશે તેઓને પણ હું ધન્ય માનું છું. કારણ કે આપની તે દેશના મેક્ષ રૂપી નગરના બારણાં ઉઘાડ વાને માટે કુંચી જેવી છે. આપની દેશનાને કુંચીની ઉપમા આપવાનું કારણ એ છે કેજયાં સુધી કુંચી મળે નહિ ત્યાં સુધી બારણું ઉઘાડીને અંદર પ્રવેશ કરી શકાતું નથી તેમ જ્યાં સુધી તમારી દેશના સાંભળી ન હોય અને તે દેશના સાંભળ્યા છતાં તેમાં કહ્યા પ્રમાણે વર્તન કર્યું ન હોય ત્યાં સુધી મોક્ષ રૂપી નગરના દરવાજા ઉઘાડી શકાતા નથી અને દરવાજા જે ઉઘડે નહિ તે નગરમાં પ્રવેશ કરી શકાય નહી. માટે મારી એવી ભાવના છે કે આવી આપની ઉત્તમ દેશનાને સાંભળવાને શુભ અવસર મને વહેલે મળજે. ૭૦
તુજ મૂર્તિનું પ્રતિબિંબ મારા વિમલ ચિત્ત જે પડે
તે મને શિવ હેતુ થાઓ જ્યાં ન મરણાદિક નડે;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org